રાજકોટમાં ૫૦.૭૫ ટકા, જામનગરમાં ૫૩.૬૪ ટકા, ભાવનગરમાં ૪૯.૪૭ ટકા, અમદાવાદમાં ૪૨.૫૧ ટકા, સુરતમાં ૪૫.૫૧ ટકા, વડોદરામાં ૪૭.૯૯ ટકા મતદાન: સરેરાશ ૪૫.૬૪ ટકા જેટલું મતદાન: કાલે બપોર સુધીમાં પરિણામ આવી જશે 

રાજકોટ સહિત રાજ્યની છ મહાનગરપાલિકાઓના ૧૪૪ વોર્ડની ૫૭૬ પૈકી ૫૭૫ બેઠકો માટે કાલે હાથ ધરવામાં આવેલા મતદાનમાં સરેરાશ ૪૫.૬૪ ટકા જેટલું મતદાન થયું છે. ગત ચૂંટણીની સરખામણીએ આ વખતે ૯ લાખથી વધુ મતદારોએ મત આપ્યા છે પરંતુ સીમાંકનમાં ફેરફાર થવાના કારણે મતદાનની ટકાવારી પર અસર પડી છે. તમામ ૬ મહાનગરપાલિકામાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. દરમિયાન મહાપાલિકામાં સત્તાનું પુનરાવર્તન થશે કે પરિવર્તનનો પવન ફૂંકાશે તેનો ફેંસલો આવતીકાલે બપોર સુધીમાં આવી જશે. એકી સાથે તમામ મહાપાલિકામાં મત ગણતરી હાથ ધરવામાં આવશે. ભાજપ-કોંગ્રેસ-આમ આદમી પાર્ટી દ્વારા મતદાન બાદ જીતના દાવા કરવામાં આવી રહ્યાં છે. સામાન્ય ચૂંટણીની સરખામણીએ જૂનાગઢ મહાનગરપાલિકાની બે બેઠકની પેટા ચૂંટણીમાં નોંધપાત્ર કહી શકાય તેટલું ૫૧.૮૫ ટકા મતદાન થયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ નાગરિક ધર્મ ચુક્યા ન હતા અને તેઓએ દિલ્હીથી બેલેટ પેપર મારફત મતદાન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખુદ મતદાન કરવા અમદાવાદ આવ્યા હતા. કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવતા વિજયભાઈ ‚પાણીએ પણ રાજકોટ આવી મતદાન કર્યું હતું. જ્યારે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા રાજકોટ આવ્યા હતા. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે મતદાન કર્યા બાદ તમામ મહાપાલિકામાં ભાજપ જીતશે તેવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો તો સામાપક્ષે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ આ વખતે પરિવર્તનનો પવન ફૂંકાશે તેવો દાવો કર્યો હતો. રાજ્યની છ મહાનગરપાલિકાઓની ૫૭૬ બેઠકો માટે ગઈકાલે સવારથી મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. કોરોનાના કારણે આ વખતે મતદાનની અવધીમાં બે કલાકનો વધારો કરવામાં આવ્યો હતો. છુટા છવાયા ઘર્ષણને બાદ કરતા મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. મોડી રાત્રે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા તમામ છ મહાનગરપાલિકાઓમાં થયેલા મતદાનના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદમાં ૪૨.૫૧ ટકા, રાજકોટમાં ૫૦.૭૫ ટકા, વડોદરામાં ૪૭.૯૯ ટકા, સુરતમાં ૪૫.૫૧ ટકા,  જામનગરમાં ૫૩.૬૪ અને ભાવનગરમાં ૪૯.૪૭ ટકા જેટલું મતદાન થયું છે. સરેરાશ ૪૫.૬૪ ટકા જેટલું મતદાન થયું હોવાનું નોંધાયું છે. ૨૦૧૫માં યોજાયેલી છ મહાપાલિકાની ચૂંટણીમાં ૪૫.૮૧ ટકા જેટલું મતદાન થયું હતું. જ્યારે ૨૦૧૦માં મતદાનની ટકાવારી ૪૩.૬૮ ટકા જેટલી નોંધાઈ હતી. આ વખતે અમદાવાદ, વડોદરા, જામનગરમાં મતદાનની ટકાવારીમાં ઘટાડો નોંધાયો છે તો રાજકોટ, સુરત અને ભાવનગરમાં મતદાન વધ્યું છે. એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે ગત વખત કરતા આ વખતે મહાપાલિકાની ચૂંટણીમાં ૯ લાખથી વધુ મતદારો વધ્યા હતા પરંતુ મહાપાલિકાના સીમાંકનમાં ફેરફાર થવાના કારણે તેની અસર મતદાનની ટકાવારી પર પડી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની બે બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં નોંધપાત્ર કહી શકાય તેટલું ૫૧.૮૫ ટકા મતદાન થયું છે. રાજ્યમાં કુલ પુ‚ષ મતદાનની ટકાવારી ૪૮.૭૩ ટકા અને મહિલા મતદારોની ટકાવારી ૪૨.૧૮ ટકા જેવી રહેવા પામી છે.

IMG 20210221 WA0305

મહાનગરપાલિકા તથા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાઓની ચૂંટણીની મત ગણતરી એક જ દિવસે રાખવા અંગેની કોંગ્રેસની અરજી હાઈકોર્ટમાં ફગાવી દેવામાં આવી છે. જો કે કોંગ્રેસ આ મામલે સુપ્રીમ કોર્ટમાં ગયું છે. જો આજે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખશે તો રાજ્યની તમામ છ મહાનગરપાલિકાઓ માટે કાલે સવારે ૮ વાગ્યાથી એક સાથે મત ગણતરી હાથ ધરવામાં આવશે અને બપોર સુધીમાં પરિણામો આવી જાય તેવી સંભાવના જણાય રહી છે.

DSC 2033

IMG 20210221 WA0615અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ચૂંટણીમાં તમામ છ મહાનગરપાલિકામાં ભાજપ પૂર્ણ બહુમત સાથે સત્તા પર આવ્યું હતું. રાજ્યની છ મહાનગરપાલિકાઓના ૧૪૪ વોર્ડની ૫૭૬ બેઠકો માટે મતદારોએ ૨૨૭૬ ઉમેદવારોના રાજકીય ભાવી ઈવીએમ મશીનમાં સીલ કરી દીધા છે. કોણ જનપ્રતિનિધિ તરીકે ચૂંટાશે તે વાત પરથી કાલે બપોર સુધીમાં પડદો ઉંચકાઈ જશે. ૨૦૧૫માં યોજાયેલી છ મહાપાલિકાની ચૂંટણીમાં રાજકોટમાં ભાજપને ૩૮ અને કોંગ્રેસને ૩૪ બેઠક પ્રાપ્ત થઈ હતી. જ્યારે જામનગરમાં ભાજપ ૩૮ બેઠકો પર વિજયી બન્યું હતું. ૨૪ બેઠક કોંગ્રેસના ફાળે હતી જ્યારે બે બેઠકો પર અન્ય પક્ષના ઉમેદવારો વિજેતા બન્યા હતા. જામનગર મહાપાલિકાના ભાજપના ફાળે ૩૪ અને કોંગ્રેસના ફાળે ૨૮ બેઠકો આવી હતી. તો અમદાવાદ મહાપાલિકામાં ૧૯૨ બેઠકો પૈકી ૧૪૬ બેઠકો પર ભાજપની જીત થઈ હતી જ્યારે ૪૫ બેઠકો પર કોંગ્રેસ વિજેતા બન્યું હતું અને એક બેઠક અન્યના ફાળે ગઈ હતી. સુરત મહાપાલિકાની ૧૧૬ બેઠકો પૈકી કોંગ્રેસને ફાળે માત્ર ૩૬ બેઠક આવી હતી જ્યારે ૮૦ બેઠક જીતી ભાજપ સત્તા‚ઢ થયું હતું. વડોદરા મહાનગરપાલિકામાં ભાજપને ૫૮ બેઠકો, કોંગ્રેસને ૧૪ બેઠકો અને અન્યને ૪ બેઠકો પ્રાપ્ત થઈ હતી.

છ મહાપાલિકામાં ભાજપ રેકોર્ડબ્રેક બહુમતી સાથે જીતશે: વિજયભાઈ ‚પાણી

સ્વસ્થ આરોગ્ય માટે શુભકામના પ્રાર્થના કરનાર શુભેચ્છકો- નાગરિકોનો આભાર માનતા મુખ્યમંત્રી: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો અકલ્પનીય રહેશે

42n 1

IMG 20210221 WA0219 1

IMG 20210221 WA0219

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આરટીપીસીઆર કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા કોરોનામુક્ત થયેલા મુખ્યમંત્રીએ રવીવારે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરી સૌ નાગરિકોને મતદાન કર્યું હતું. મુખ્યમંત્રીએ રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં  વોર્ડ નં ૧૦ના મતદાર તરીકે શહેરના  રૈયા રોડ પર આવેલા અનિલ જ્ઞાન મંદિર સ્કૂલ ખાતેના મતદાન મથક ખાતે તેમના ધર્મ પત્ની શ્રીમતિ અંજલીબેન રૂપાણી સાથે મતદાન કર્યું હતું.સાથોસાથ તેઓએ એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજ્યની તમામ ૬ મહાપાલિકામાં ભાજપ રેકોર્ડ બ્રેક બહુમતી સાથે સત્તા પર આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો અકલ્પનિય રહેશે. મતદાન અંગે મીડિયાકર્મીઓને પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે લોકશાહીમાં મતદાન એક પવિત્ર ફરજ છે. મતદાન કરી આપણે લોકશાહીને મજબૂત બનાવવી જોઈએ. દરેક લોકોએ મતદાન કરવું જોઈએ તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અનુરોધ કર્યો હતો.

42n

ગુજરાતની શાંતિપ્રિય પ્રતિષ્ઠા અને પ્રણાલી મુજબ ગુજરાતના મહાનગરોમાં ખૂબ જ શાંતિપૂર્ણ રીતે મતદાન થયું છે તે અંગે આનંદની લાગણી પણ તેઓએ વ્યક્ત કરી હતી. પોતાના સ્વસ્થ આરોગ્ય માટે ગુજરાતના નાગરિકો – શુભેચ્છકો, સંતો મહંતો, સંસ્થાઓ અને સમગ્ર ગુજરાતવાસીઓએ કરેલી પ્રાર્થના અને શુભકામના  બદલ સૌનો આભાર માન્યો હતો. ગુજરાતની જનતાની શુભકામનાઓ અને પ્રાર્થનાઓથી ખૂબ ઝડપથી હું કોરોના મુક્ત થયો છું તેમ જણાાવ્યું હતુ. રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસ સંક્રમિત લોકોની સારવાર માટે રાજ્યવ્યાપી ખૂબ જ શ્રેષ્ઠ સારવાર સરકારી હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ હોવાનું પણ મુખ્યમંત્રીએ જણાવી કહ્યું હતું કે,  પોતે પણ સરકારી હોસ્પિટલમાં જ સારવાર મેળવી કોરોના મુક્ત બન્યા છે. મુખ્યમંત્રીએ કોરાનામાં ઝડપી સારુ સ્વાસ્થય પ્રાપ્ત કરવા  લોકોને  ઝડપી  નિદાન અને ત્વરીત સારવારથી કરાવવા  આ તકે અનુરોધ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.