લાલપુરના આંગણે પૂ.ધીરગુરૂદેવના પાવન પગલા
સ્થાનકવાસી જૈન સંઘ, લાલપુરના આંગણે નવી જૈન સમાજવાડીના અમૃત હોલમાં પૂ.ધીરગુરૂદેવના મંગલ પ્રવેશ પ્રસંગે કે.ડી.શેઠ જૈન સંઘના અજય શેઠ વગેરે ટ્રસ્ટીગણ, બેંક કોલોનીના જવાહર મહેતા વગેરે તથા લાલપુરના કમલેશ મહેતા, સુરેશ મહેતા તેમજ કેતનભાઇ બદીયાણી વગેરે જોડાયા હતા.
ધર્મસભામાં ગુરૂદેવે ચેન્જ ઓફ વીઝન, ચેન્જ ઓફ હાર્ટ અને ચેન્જ ઓફ લાઇફની ચિનગારી દ્વારા સમજાવેલ કે દ્રષ્ટિને બદલો, પ્રવૃતિને નહિ, વૃત્તિને બદલો અને પોતાની જાત પાસે કામ લેવું હોય ત્યારે મગજનો, બીજા પાસેથી કામ લેવું હોય ત્યારે હૃદયનો ઉપયોગ કરો. એકાદ જ્ઞાનની ચિનગારી જીવનને નંદનવન બનાવશે.
સંઘ તરફથી ઘરલાણીમાં 24 તીર્થંકર નામાંકિત વોલ કલોક અર્પણ કરાયેલ. બપોરના સંઘ જમણ મંગળાબેન બીપીનભાઇ શાહ હ.મનીષભાઇ (દુબઇ) અને જીવદયા કુપનની તારાબેન આર. મહેતા હ. હેમા પ્રકાશ મહેતાના સહયોગથી સુંદર ફંડ થયેલ. સાંજે ડો.ચંદ્રાબેન વારીઆ તરફથી જ્ઞાન શિબિર અને કળશધારીઓનું સન્માન કરાયેલ.
પૂ.ગુરૂદેવ તથા પૂ.ગુણીબાઇ મ.સ. આદિ તા.15ને બુધવારે કાટકોલા પધારશે. જ્યાં દિનેશભાઇ અને કિર્તિભાઇ મણીયાર (દુબઇ) તથા સરપંચ શિલ્પા કે. કરમૂર, પાંજરાપોળના જેશંકર ભોગાયતા વગેરે સ્વાગતમાં ઉ5સ્થિત રહેશે.
મનુષ્ય ઘણી વખત તેમની માન્યતામાંથી ઉપર આવતા નથી: પૂ.ધીરગુરૂદેવ
મનુષ્ય સ્વયંમાં શ્રદ્ધા રાખવી જોઈએ, શ્રદ્ધાને મજબૂત બનાવવું જોઈએ. ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને નિષ્ઠા ખૂબ હોવી જોઈએ લોકો કહે છે મહાવીર એટલે મહાવીર જમાવી સિવાય કોઈ નહીં તો એ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા છે. મનુષ્યની બુદ્ધિનું પરિવર્તન નથી. પરંતુ વાત નક્કી છે લકીરમાં નહિ હોય તે નહીં જ મળે. આચાર્ય ગુરૂદેવ જસાજી સ્વામી જેનું સમગ્ર હાલાર ઉપર મહા ઉપકાર છે. દોઢસો વર્ષ પહેલાં પણ ખૂબ દીક્ષા થતી હતી.
મનુષ્યએ ઘણી વખત તેમની માન્યતામાંથી ઉપર આવતા નથી. કોઈપણની વાત સાંભળ્યાની સાથે તેનું અનુકરણ અને માની લેવું કે તેમ જ હશે. ખરેખર આપણે જોયું નથી, સાંભળ્યું નથી, વિચાર્યું નથી જે તે અશાંતિ ઉભી કરે છે અને તે અશાંતિનું કારણ છે આપણા અભિપ્રાય છે. શાંતિ કે સુખને ગોતવા ના જવું પડે પરંતુ જીવનકાળ અને જીવનશૈલી જ એવા કામ હોય શાંતિ અને સુખની અનુભૂતિ થાય.
જન્મભૂમિ જશાપરમાં ગુરૂદેવનો પ્રથમ ચાતુર્માસ પ્રવેશોત્સવ
- જન્મભૂમિ જશાપરમાં પ્રથમ જ વાર પૂ.ધીરગુરૂદેવનો ચાતુર્માસ પ્રવેશોત્સવ તા.26/6ના રવિવાર નવકારશી સવારે 7.30 થી 8.30 તેમજ ઉપાશ્રયેથી સ્વાગત યાત્રા સવારે 9.00 કલાકે તેમજ વિમોચન વિધિ અને સચિત્ર તત્વાર્થ સૂત્ર કરશે.
- પૂ.ધીરગુરૂદેવની નિશ્રામાં ચાતુર્માસ સુપાત્રદાન, સાધર્મી ભક્તિના મુખ્યદાતા અમીશા નીરજ વોરા, શૈલી સિધ્ધાર્થ વોરા તેમજ નીતાબેન દિનેશભાઇ રૂપાણી શ્રમણો પાસક પરિવાર સહિતનાનો લાભ મળેલો છે.
- જશાપર સ્થા.જૈન સંઘ સમસ્ત ગામ શા.ધનજી પાનાચંદ મણિયાર પરિવાર સ્વાગત કરશે.