દુનિયા રોજ બદલાય છે, ‘સમાજ કો બદલ ડાલો’નો મંત્ર ચારે કોર પડઘાતો રહ્યો છે, આજના માનવી સમૂળગા બદલે એ હવે અનિવાર્ય બન્યું છે, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ બદલવાની હોડ માંડવી પડશે: અહીં કળિયુગમાં સતયુગ સર્જી બતાવવાનો છે!
દુનિયા રોજ બદલાય છે, માનવ સમાજે બદલવું જ પડે એવી હાલત છે. એકતા એક પાઠયપુસ્તકો ઉચ્ચતર ધોરણોમાં ભણાવવા એમાં અધુરી કેળવણીનું ભયસ્થાન છે. નવા યુગની સાથે તાલ મિલાવે એવા પાઠયપુસ્તકો તૈયાર કરાવવા અને પુરેપુરા બિન રાજકીયતાની નીતિરીતેથી ભણાવવાએ આજના જમાનાનો તકાજો છે.
વિજ્ઞાનક્ષેત્રે જે બ્લેક હોલની થિયરી સાચી માનવામાં આવતી હતી તે હવે ખોટી
વરસો વિતતા રહ્યા છે., હમણા સુધી વિજ્ઞાન ક્ષેત્રે જે બ્લેક હોલની થિયરી સાચી પુરવાર થઇ છે. દર વર્ષ અગા. ભારતમાં સમાજવાદ અને સામ્યવાદની બોલબાલા હતી. આજે મૂડીવાદ અને ઉદારીકરણનો પવન સડસડાટ ફુંકાઇ રહ્યો છે. દર વર્ષે અગાઉ ડબલ્યુટીઓ (વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન) કઇબલા છે. તે ભાગ્યે જ કોઇ જાણતું હતું. આજે આપણા જીવનના દરેક ક્ષેત્ર ઉ૫ર ડબલ્યુટીઓનો પ્રભાવ છે. આજે દુનિયા દર દસ વર્ષે નથી બદલાતી પણ દરરોજ બદલાય છે. દુનિયામાં ઝડપી પરિવર્તન ચાલી રહ્યું છે તે જોતા દર વર્ષે નવા પાઠયપુસ્તકો આવવા જોઇએ અને તે એવી રીતે ભણાવવા જોઇએ કે વિઘાર્થીઓ દરરોજ બનતી ધટનાઓ સાથે તેનું અનુસંધાન જોડી શકે.
મહારાષ્ટ્રના એસએસસી બોર્ડે જાહેર કર્યુ છે કે જે નવો અભ્યાસક્રમ બનાવી રહ્યા છે. તેમાં પર્યાવરણ, આંતકવાદ, ઉદારીકરણ, પ્રદુષણ વનીકરણ, ગીન હાઉસ ઇફકટ વગેરે વિષયોને પણ સમાવી લેવાશે. ફાઇન શું તેઓ જે ટેકસ્ટ બુકસ બનાવશે તે દર વર્ષ સુધી વાસી નહીં થાય તેની કોઇ ગેરેન્ટી ખરી?પુસ્તક પ્રકાશકો એક જ વર્ષમાં થોકબંધ પુસ્ત્કો પ્રકાશિત કરી શકતા હોય તો ઓવડુ મોટું એસએસસી બોર્ડ દર વર્ષે નવી ટેકસ્ટ બુકો તૈયાર કરીને બજારમાં કેમ ન મૂકી શકે?
આજે શાળા-કોલેજમાં ભણતા વિઘાર્થીઓનું જનરલ નોલેજ અત્યંત કંગાળ હોય છે. બી.કોમ.ની પરીક્ષા આપનાર વિઘાર્થીને પણ ભારતના રાષ્ટ્રપતિ કોણ છે તેની ખબર હોતી નથી. ભારતના ઉપ-રાષ્ટ્રપતિનું નામ તો કદાચ ૯૦ ટકા વિઘાર્થીઓને ખબર નહીં હોય, આટલા કંગાળ જનરલ નોલેજનું કારણ છે કે ટ્રેકસ્ટ બુકોમાં જનરલ નોલેજનો વિષય જ નથી. સ્કુલમાં કે કોલેજમાં જનરલ નોલેજ ન શીખવવાનું એકમાત્ર કારણ એ છે કે આ વિષય ની ટેકસ્ટ બુકો દર વર્ષે તૈયાર કરવી પડે. સરકાર પાસે વર્ષે ટેકસ્ટ બુકો તૈયાર કરવાની ક્ષમતા નથી એટલે અંતે જનરલ નોલેજ ભણાવવામાં જ નથી આવતું. આ કારણે જયારે કોઇ સ્પર્ધાત્મક પરીક્ષામાં તેની જનરલ નોલેજની ટેસ્ટ લેવામાં આવે ત્યારે તેઓ રમુજી છબરડાઓ વાળે છે. આપણા સિલેબસની અને શિક્ષણ પઘ્ધતિની આ મોટી ખામી છે.
તાજેતરમાં ગુજરાતમાં સ્કુલમાં ભણતા એક લાખ કરતા વધુ વિઘાર્થીઓનો સર્વે કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે મોટાભાગના વિઘાર્થીઓ ગણિત અને ગુજરાતી જેવા વિષયોમાં એકદમ નબળા હતા. એસ.અસ.સી. માં ભણતા અનેક વિઘાર્થીઓ આજે પણ વ્યાકરણ કે જોડણીની અશુઘ્ધિ વગરનું એક આખું વાકય પણ લખી શકતા નથી. આનું કારણ ટેકસ્ટ બુકની પઘ્ધતિ છે. શિક્ષકના હાથમાં ટેકસ્ટ બુક મૂકી દેવામાં આવે છે એટલે તેઓ એમ માની લે છે કે તેમણે વિઘાર્થીને આ ટેકસ્ક બુક જ ભણાવવાની છે. ટેકસ્ટ બુકમાં આપેલો અભ્યાસક્રમ પૂરો થઇ જાય એટલે જાણે તેમની જવાબદારી પૂરી થઇ જાય છે. વિઘાર્થીને ગુજરાતી ભાષા લખતા, વાંચતા અને અણિશુઘ્ધ બોલતા આવડે છે. નહીં તેની સાથે જાણે તેમને કોઇ નિસબત જ નથી હોતી. આજકાલ તો ટયુશનના શિક્ષકો પણ વિઘાર્થીઓને માત્ર હોમવર્ક જ કરાવી દે છે. આ કારણે સરવાળે વિઘાર્થીઓને તે વિષય સ્કુલ અને ટયુશન છતાં કાચો રહી જાય છે.
ટેકસ્ટ બુકનો ઉદ્દેશ વિઘાર્થીને અને શિક્ષકને મદદરુપ બનવાનો છે. પણ હકીકતમાં ટેકસ્ટ બુકો શિક્ષકોની આળસ અને કામચોરીને ઢાંકવા માટે સાધન બની ગઇ છે. શિક્ષકોને એમ કહેવામાં આવે છે કે આ વિઘાર્થીને તમારે ગણિત, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, અંગ્રેજી વગેરે વિષયો તમારી રીતે ભણાવવાના છે અને આ માટેનું સંદર્ભ સાહિત્ય તમારે જાતે શોધીને એકઠું કરવાનું છે તો તેઓ મુંઝવણમાં મૂકાઇ જશે.
ટેકસ્ટ બુકો અને અભ્યાસક્રમો એવો ભ્રમ પેદા કરે છે કે જે વિષયો તેમાં સામેલ કરવામાં આવ્યા છે એટલા વિષયો જ ભણવા જેવા હોય છે અને તે સિવાયના અન્યો કોઇ વિષયો જીવનમાં ભણવાની જરુર જ હોતી નથી.
અહીં પહેલી વાત તો એ છે કે ટેકસ્ટ બુકમાં માત્ર ગણિત,વિજ્ઞાન ભાષા સમાજશાસ્ત્ર વગેરે ગણતરીના વિષયો જ ભણાવવામાં આવે છે.
આ વિષયો પણ અગાઉ ચર્ચા કરી તેમ કાચા રહી જતા હોય છે. આ સિવાય બીજા એવા સેંકડો વિષયો છે કે જે જીવનમાં ઉપયોગી છે પણ ટેકસ્ટ બુકો દ્વારા ભણાવવામાં આવતા નથી. આ બાબતમાં વિઘાર્થીઓ પછાત રહી જાય છે. અને એસએસસીની દશમાં ધોરણની પરીક્ષામાં તેને સારા ટકા આવે તો તેના મનમાં એવો ભ્રમ પેદા થાય છે કે તે હીરો છે. હકિકતમાં તો તે ઝીર હોય છે. કારણ કે તે જે વિષયો ભણ્યો છે તેનુ જીવનમાં સફળતા મેળવવા પ્રાપ્ત કરવા માટે કોઇ મુલ્ય નથી હોતું અને તે જે નથી ભણ્યો તે જીવનની પ્રગતિ માટે ખુબ આવશ્યક હોય છે.
આજકાલના અભ્યાસક્રમોમાં અને ટેકસ્ટ બુકોમાં ભણવા જેવી જે બાબતો ભણાવવામાં નથી આવતી તેની યાદી બનાવવી જોઇએ, પણ જો બનાવવા બેસીએ તો તે બહુ જ લાંબી થાય.
આજે સ્કુલોમાં રામાયણ, મહાભારત, ભગવદગીતા અને ઉપનિષદ બણાવવામાં આવતો નથી. આયુર્વેદ, જયોતિષશાસ્ત્ર અને પ્રાચીન ગણિત ભણાવાતા નથી. સંસ્કૃત સુભાષિતો ભણાવતા નથી. અને સંતોનાં જીવન ચારિત્ર્યનું પ્રેરણાદાયી શિક્ષણ અપાતું નથી.
અહીં વિઘાર્થીઓને ગીત જ્ઞાન, સ્વીમીંગ, કરાટે જેવી આત્મસંક્ષણની અને મનોબળને મજબુત બનાવવાનું શિક્ષણ અપાતું નથી.
અભ્યાસક્રમોમાં આ વિષયોનું અસ્તિત્વ ન હોય તો એને આદર્શ અભ્યાસક્રમ કેમ કહેવાય?
આપણી શાળાઓના શિક્ષણમાં વિજ્ઞાનના વિષયમાં ન્યુટનના ગતિના નિયમો અને પાસ્કલનો નિયમ ગોખાવવામાં આવે છે. પણ આપણા રોજબરોજના જીવનમાં જે વૈજ્ઞાનિક સાધનો કે ઉપકરણો જોવામાં જયારે આપણો અભ્યાસક્રમ આટલો બોગસ હોય, પાઠયપુસ્તકો આટલા અપૂર્ણ હોય અને વાસી હોય, શિક્ષકો આટલા આળસુ અને કલ્પના હીન હોય ત્યારે આપણા દેશના કરોડો વિઘાર્થીઓ પોતાના જીવનનો શ્રેષ્ઠ કાળ આવા અર્થહીન શિક્ષણ લેવા પાછળ વેડફયા કરે એ શું ગંભીર ભૂલ નથી? વિઘાર્થીઓને આવા નકામા અભ્યાસક્રમમાં પાયમાલ કરતા શિક્ષકો, પ્રિન્સીપાલો, શિક્ષણ સંસ્થાના સંચાલકો, સરકારી શિક્ષણાધિકારીઓ, સચિવો, પ્રધાનો અને શિક્ષણ નીતિના ઘડવૈયાઓની આખી ફોજ શું સમાજની ગુનેગાર નથી? તેમની સામે સમાજને ગેરમાર્ગે દોરવાનો અને કરોડો વિઘાર્થીઓનું જીવતર ધુળધાણી કરવાનો ગુનો નોંધીને શું કામ ન ચલાવી શકાય?
જે વાસીઓ પોતાના પસીનાની કમાણીનું આંધણ આ નિરર્થક પ્રવૃતિ પાછળ કરી રહ્યા છે તેઓ સામે જાગૃત થઇને આ અનર્થકારી શૈક્ષપિણક ગતિવિધીઓને બદલવાની ફરજ કેમ નથી પાડતા, એવો સવાલ ઉઠે જ છે….