અષાઢી બીજનો દિવસ વર્ષોથી હિન્દુ ધર્મમાં એક પવિત્ર તહેવાર તરીકે ઉજવાતો આવ્યો છે. થોડા દિવસો પહેલા પુરી સિવાય જગન્નાથજીની રથયાત્રા નહીં કાઢવાનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય હતો. પરંતુ રૂપાણી સરકારે રાજયના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટને હથિયાર બનાવી ઉપરાંત વધારે વ્યક્તિઓ ભેગા ના થાય તે રીતે રથયાત્રાને મંજૂરી આપી છે. ત્યારે દક્ષિણ ગુજરાતના અંબાજી મંદિરમાં અષાઢી બીજથી દર્શન-આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
જગદંબા અંબાજી મંદિરમાં, ત્રણ વખત થતી આરતી અષાઢી બીજથી 2 વાર જ કરવામાં આવશે. મંદિર સવારે 10.45ના બદલે હવે 11.30 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે, આ અંબાજી મંદિર વર્ષોથી માં અંબાની આસ્થાનું પ્રતિક છે. ત્યારે અષાઢી બીજમાં લોકોની ભીડ ના થાય તેનું ધ્યાન ગુજરાત સરકાર રાખશે અને સંપૂર્ણ ઉમંગ અને ઉલ્લાસ સાથે અષાઢી બીજના દિવસે માં અંબાજીની આરતીને લઇ શ્રદ્ધાળુઓ ઉત્સુખ છે.
છેલ્લા ઘણા વર્ષોથી અષાઢી બીજના દિવસેથી અંબાજી માતાના મંદિરના આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવે છે.
પાલનપુરથી આશરે 65 કિ.મી.ના અંતરે આવેલું અંબાજી માતાનું મંદિર માઉન્ટ આબુથી 45 કિ.મી. અને ગુજરાત-રાજસ્થાન સીમા નજીકના આબુરોડથી માત્ર 20 કિ.મી.નું અંતર ધરાવે છે. “આરાસુરી અંબાજી” માતાજીના સ્થાનકમાં કોઇ પ્રતિમા અથવા ચિત્રની નહીં ‘શ્રી વિસાયંત્ર’ની પૂજા કરવામાં આવે છે.
ગુજરાત તથા દેશના ખૂણેખૂણેથી લોકોમાં અંબામાં શ્રધ્ધા સાથે છેક માતાજીના મંદિર સુધી પગપાળા આવે છે. દિવાળીના દિવસોમાં અંબાજી મંદિરને ભવ્ય રીતે સજાવવામાં આવે છે. શ્રી વિસાયંત્રની પૂજા ફક્ત આંખે પાટા બાંધીને જ કરી શકાય છે. હિંદુ માન્યતા અનુસાર અને તંત્ર ચુડામણિમાં દર્શાવવામાં આવેલી હકીકત પ્રમાણે ગબ્બર પર્વત ઉપર માતા સતીનાં મૃત શરીરનો હ્રદયનો હિસ્સો પડ્યો હતો.