ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12 સાયન્સની બોર્ડની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી શૈક્ષણિક સત્રથી આ નવા ફેરફારો મુજબ ધો.10ની માર્ચ 2020ની બોર્ડ પરીક્ષામા આ વિભાગમાં 16 માર્કના હેતુલક્ષી પ્રશ્નો રહેશે. B અને C વિભાગમાં 44 માર્કના પ્રશ્ન રહેશે. D વિભાગમાં 20 માર્કના લાંબા પ્રશ્નો રહેશે. બોર્ડની પરીક્ષાનો ગુણભાર 70 ટકાને બદલે 80 ટકા રહેશે.
જ્યારે સ્કૂલો દ્વારા 20 ટકાના આંતરિક મૂલ્યાંકનમાં 5 ગુણ પ્રથમ કસોટીમાંથી મેળવેલ ગુણના આધારે, 5 ગુણ બીજી કસોટીના આધારે ,5 ગુણ નોટબુક સબમિશન અને 5 ગુણ સબ્જેક્ટ એનરીચમેન્ટ એક્ટિવિટી ( ભાષા સ્પિકિંગ અને લીસનિંગ ટેસ્ટ,પ્રાયોગિક કાર્ય અને પ્રોજેક્ટ કાર્ય)ના રહેશે. ધો.10ની બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષાના 80 ગુણમાંથી 26 અને સ્કૂલોના આંતરિક મૂલ્યાકના 20 ગુણમાંથી 7 ફરજીયાત લાવવના રહેશે અને તો જ તે ઉતિર્ણ ગણાશે
http://203.77.200.35/gseb/Binder1parirup2019.pdf