પોલીસ ભરતીને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા હતા. જેમાં પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા હવે ડિસેમ્બરમાં લેવામાં આવશે.

ચેરમેનના રાજીનામા બાદ પરીક્ષામાં ફેરફાર

સરકાર દ્વારા પોલીસ ભરતીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા 25 નવેમ્બરના રોજ યોજાવાની હતી શારિરિક પરીક્ષા, ત્યારે હવે ડિસેમ્બર માસમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. હસમુખ પટેલે ચેરમેન પદેથી રાજીનામું આપતા ભરતી પ્રક્રિયાને અસર થઇ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

ઉમેદવારોને વધુ સમય મળ્યો, ખુશીનો માહોલ

પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા ડિસેમ્બરમાં લેવામાં આવતા ઉમેદવારને વધારાનો સમય વધારો મળ્યો હતો. હાલ આ પરિક્ષાને લઇ ઉમેદવારો છેલ્લા 6-4 મહિનાથી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે શારિરીક પરીક્ષામાં વાપરવામાં આવતી ચિપ પણ હજુ આવી ન હોવાથી પરીક્ષાનો સમય લંબાયો છે. જેમાં સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લગભગ 10-15 ડિસેમ્બરની વચ્ચે કોન્સ્ટેબલ, PSI અને PIની પરીક્ષા લેવાય તેવી શક્યતાઓ દેખાઇ રહી છે. ત્યારે પરિક્ષા પાછળ જતા ઉમેદવારોને વધારે સમય મળતા તેઓમાં ખુશી જોવા મળી છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.