આપણે નાના હોઇએ ત્યારથી જ વિવિધ રંગો આપણા મગજ પર વિવિધ અસરો આપે છે. તેમજ રંગો વગરનું જીવન આપણે કલ્પી જ નથી શકતા. દરેક રંગ પોતાનું અસ્તિત્વ તેમજ મહત્વ ધરાવે છે. જે આપણા જીવનમાં ઘણી અસર પાડે છે. એટલે જ આપણા ઘરની દિવાલો, અને કપડા રંગની પસંદગી કરતી વખતે આપણે ઘણુ વિચારીએ છીએ.

તો શું રંગો અને આપણા મૂડ વચ્ચે કોઇ સંબંધ ખરો?

જો સામાન્ય રીતે જોવા જઇએ તો આપણે જોયુ જ હશે કે ડોક્ટર સર્જરી કરતી વખતે સફેદ રંગના કપડા પહેરે છે. તેમજ બાળકોની હોસ્પિટલ રંગબેરંગી હોય છે. આનાથી એવુ લાગે છે કે રંગોનું એક ખાસ વિશેષ મહત્વ ધરાવે છે તેમજ રંગોનો પ્રભાવ આપણી જીવનશૈલી અને પાલન પોષણ માટે પણ જવાબદાર છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સંશોધનમાં ભૂરો, લાલ અને ન્યુટ્રલ રંગના કમ્પ્યુટર સ્ક્રીનનો ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે લાલ રંગની સ્ક્રિનની સરખામણીએ ભૂરા રંગની સ્ક્રિનવાળા લોકોએ ક્રિએટીવ  કામ કરતા વધારે મળ્યા. આમ અમુક રંગો એવા હોય છે જેને જોઇને જીવનમાં શાંતિ મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.