ગુજરાતમાં છેલ્લા કેટલાયે સમયથી આશાવર્કર પગારવધારાની માંગ સાથે આંદોલન કરી રહ્યાં છે. આ આંદોલનના આગેવાન ચંદ્રિકા સોલંકીએ મંગળવારે શિક્ષિકાના પદેથી રાજીનામું આપ્યું હતું. તેઓ છોટા ઉદેપુરના સંખેડા તાલુકાની કોટાલી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. થોડા સમય પહેલાં તેમને સરકાર વિરોધી પ્રવૃત્તિના નામે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સસ્પેશનના આઘાતને કારણે રાજીનામું આપ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજ્યમાં જ્યારે ચૂંટણીને આડે બહુ ઓછા દિવસો બાકી છે, ત્યારે તેમણે રાજીનામું આપ્યું હોવાથી કહેવાઇ રહ્યું છે કે, ચંદ્રિકા સોલંકીને કોંગ્રેસમાંથી ટિકિટ મળી શકે છે.
કોંગ્રેસ બીજા તબક્કાની ચૂંટણીની યાદીને લઇને ચર્ચામાં વ્યસ્ત છે. આ બીજા તબક્કાની યાદીમાં વડોદરાની વાડી બેઠક પરથી કોંગ્રેસ ચંદ્રિકા સોલંકીને ટિકિટ ફાળવી શકે છે.