અનાજના એક એક દાણાથી સર્જાયું ચંદ્રયાન
સ્વામિનારાયણ સંપ્રદાયનું વિખ્યાત હિંડોળા ઉત્સવ અત્યારે ચરમ સીમાએ ચાલી રહ્યું છે ત્યારે સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સ્વામિનારાયણ મંદિર દરબારગઢ ચોક ખાતે આજે તદ્દન નવિન પ્રકારે હિંડોળા સજાવવામાં આવેલ છે, અમેરિકા સહિત વિશ્વભરના રાષ્ટ્રો અને વૈજ્ઞાનિકોની જેનાં પર નજર છે તેવા આપણા ચંદ્રયાન 3 મિશનની સફળતા ને ઉજાગર કરવા ગાદી સંસ્થાનના સંતો-ભક્તોને ઉત્સાહ જાગ્યો અને તેમાંથી જન્મ થયો “ચંદ્રયાન હિંડોળાનો” લગભગ બે મજલા જેટલી ઉંચાઈ ધરાવતા બબ્બે રૉકેટ તથા અન્ય નાના મોટા યાન અને રૉકેટ ની કલાત્મક ગોઠવણ દર્શકો નું ખાસ ધ્યાન ખેંચે છે. આ આવકાશ યાનોની બીજી વિશેષતા એ છે કે તેનું નિર્માણ અનાજના દાણાથી કરવામાં આવ્યું છે.
સ્વતંત્રતાના 76મા પર્વે કુલ 76 કિલોગ્રામ વાલના દાણા વાપરવામાં આવ્યા છે જે પણ એક સુખદ સંયોગ છે.
ખૂબજ મહેનત અને કાળજી માગી લે તેવી કારીગરી જોઈને દર્શકો ભાવ વિભોર થઈ જાય છે.
દેશ ભરમાં જ્યારે સ્વતંત્રતા દિવસનો માહોલ જામ્યો છે ત્યારે રાષ્ટ્રના ગૌરવ સમાન ચંદ્રયાનને હિંડોળા ઉત્સવ સાથે જોડવાનો વિચાર જ અભિનંદનને પાત્ર છે. તેવું દર્શકો જણાવી રહ્યા છે.
સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જીતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીની પ્રેરણા તથા મંદિરના બ્રહ્મનિષ્ઠ સંત સદગુરુ મહામૂનીશ્વર દાસજી સ્વામીના પ્રોત્સાહનથી મંદીરના મહંત સત્યપ્રકાશ દાસજી સ્વામીની જહેમત અને સહુ સંતો ભક્તોની લાંબા સમયની મહેનત દ્વારા તૈયાર થયેલા આવા ચંદ્ર યાન હિંડોળા વારંવાર દર્શન કરવા યોગ્ય છે.
ભુજ
નવીનગીરી ગોસ્વામી