વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું દેશને સંબોધન: નિષ્ફળતાી હોંશલો કમજોર નહીં વધુ મજબૂત બન્યો છે
કરોડો ભારતવાસીઓને દુનિયાભરના અવકાશ વિજ્ઞાનિકો જેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા હતા. તેવા ચંદ્રયાન-ર ચંદ્રની ધરતી પર ઉતરવી થોડી જ પળો પૂર્વે ચંદ્રયાન-ર નું લેન્ડર વિક્રમ ઇસરો સાથે સંપર્ક તુટી જતા વિજ્ઞાનીકોમાં ભારે નિરાશા ફરી વળી છે જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇસરોની ટીમને આ મોટી સિઘ્ધી બદલ અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે સમગ્ર દેશને ઇસરોની ટીમ ઉપર ગૌરવ છે. ચંદ્રયાન-રની ૪૭ દિવસની સફર અને ૧૩પ બીલીયન લોકોની અપેક્ષાનું વહન કરીને ચંદ્રની સપાટી સુધી પહોચેલું લેન્ડર વિક્રમ સપાટીથી બ કી.મી.ના અંતરે દુર હતુ ત્યારે ઇસરો સાથે સંપર્ક તુટી જવા પામ્યો હતો.
ઇસરોના ચેરમેન કે.સ. વનએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-ર ના લેન્ડર વિક્રમની તમામ સિસ્ટમ બરાબર ચાલે છે પરંતુ ચંદ્રમાની ધરતીથી ૨.૧ કી.મી. દુર રહેલા વિક્રમનો સંપર્ક તુટી જવા પામ્યો હતો. યાન તેની રીતે વ્યવસ્થિત તેની અપેક્ષા મુજબ કામ કરી રહ્યું છે. પરંતુ સ્ટેશન સાથેનો સંપર્ક કપાઇ ગયો છે.
અત્યાર સુધીમાં માત્ર ત્રણ દેશો રશિયા, અમેરિકા અને ચીને સફળતાપૂર્વક ચંદ્રમા પણ ઉતરણ કર્યુ છે. ઇસરોની ચંદ્રયાન-ર ની સિઘ્ધી ભારત વિશ્વનો ચોથો દેશ છે કે જે ચંદ્રયાન-ર ના રુપમાં ચંદ્રની ભુમિ સુધી પહોચ્યું છે. ચંદ્રયાન-ર ના ચંદ્રમાની ધરતી પર પગરણની ઘડીના સાક્ષી બનવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિશન કંટ્રોલ કોમપ્લેક્ષમાં હતાં. તેમણે જણાવ્યું હતું કે ઇસરોના આ મહાઅભિયાનથી તેઓ સંપૂર્ણપણે સંતૃષ્ઠ અને તેમને લોકોને ઇસરોની આ સિઘ્ઘ્થી પર ગૌરવ છે. તેમણે ઇસરોની ટીમને જરાપણ નિરાશ થયા વગર પોતાની કામ નિરંતર ચાલુ રાખવા અનુરોધ કર્યો છે તેમણે કહ્યું હતું કે અમને તમારા પર ગૌરવ છે. અને દેશ આખો તમારી સાથે છે. કોઇપણ કાર્યમાં અને જીવનમાં ચડવા-ઉતાર આવતા રે છે પણ મને વિશ્ર્વાસ છે કે અમે બીજા પ્રયત્નોથી અવશ્ય સફળ થશું.
ઇસરોના કેસી વન છેલ્લી પંદર મીનીટના ઘટના ક્રમનુ અવલોકન કરતા જણાવ્યું હતું કે છેલ્લી ૧૫ મીનીટ કટોકટીની હતી. ભારત પ્રથમ વખત ચંદ્રની ભુમિ સુધી પહોચવાનું હતું. ચંદ્રયાન-૧ ૨૦૦૮ માં ચંદ્રની પ્રથમ ભ્રમણ કક્ષા સુધી પહોચ્યું હતું. પરંતુ છેલ્લી ઘડીએ જવાહર પોઇન્ટ પર તે તુટી પડયું હતું. ચંદ્રયાન-ર જુલાઇ-રર ના રોજ શ્રી હરિકોટા સ્વેસ સેન્ટરથી રવાના કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-ર ચંદ્રની સપાટીથી નજીક થઇ રહ્યું હતું. ત્યારે છેલ્લી ઘડી સુધી તેનું કાર્ય અપેક્ષા મુજબ થતું હતું. અને કંટ્રોલ રુમના સ્કીન ઉપર તે હળવે હળવે પ્રયાણ કરતુ દેખાતું હતું. બધુ જ બરોબર હતું માત્ર ૨.૧ કીમી જેટલું યાન ચંદ્રની સપાટીથી દુર રહ્યું. ત્યાં એક તેનો સંપર્ક તુટવા લાગ્યો હતો. અને છેલ્લે સિગ્નલ મળતા બંધ થઇ ગયા હતા.
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા સપ્ટેમ્બર ૧૮ – ૨૦૦૮ ના દિવસે મિશન મુન શરુ કરવામાં આવ્યું ત્યારે ભારત અન રશિયાની રોર્સ કોસમોસ કંપનીને આપવાનું નકકી કર્યુ હતું. પરંતુ છેલ્લી ઘડીએ આ કરાર અધવચ્ચે જ અટકી પડતા ઇસરો એ મિશન મુન લેન્ડરના અભાવે પડતુ મુકવાનું બદલે ર૦૧રમાં ભારતે પોતાની મેળે જ મિશન મુન આગળ વધારવાનું નકકી કર્યુ હતું. અને તબકકાવાર ચંદ્રયાન-૧ કે જે ચંદ્રની ભ્રમણ કક્ષા સુધી પહોચ્યું હતું. ત્યારબાદ ચંદ્રયાન-ર નું મિશન હાથમાં લીધું હતુ કે જે ચંદ્રની સપાટી થી ૨.૧ કી.મી. દુર રહ્યા બાદ મોડી રાત્રે એકાએક શાંત બની ગયું હતું. ભારત મિશન મુન અને ચંદ્રયાન-ર માટે ખુબ જ આશાવાદી હતું ઇસરોમાં ચંદ્ર સુધી પોતાના યાન પહોચાડનાર દેેશોમાં ભારત ચોથો દેશ બનશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન-રનો સંપર્ક તુટવાની આ ઘટનાથી વિજ્ઞાનીકોને જરાપણ નિરાશ થયા વગર પોતાનું કામ બહાલ રાખવા અનુરોધ કરી જણાવ્યું હતું કે જીવનમાં ચડાવ ઉતાર આવ્યે જ રાખે પરંતુ પોતાના કર્તવ્ય અને પુરૂષાર્થના જુસ્સામાં જરાપણ ઓટ આવવી ન જોઇએ દેશને ઇસરો પર ગર્વ છે. અને આખો દેશ ઇસરોના વિજ્ઞાનીકોની પડખે ઉભું છે. ચંદ્રયાન-ર નું લેન્ડર વિક્રમની તમામ પ્રણાલીઓ યોગ્ય રીતે ચાલતી હોવાનું ઇસરોએ દાવો કર્યો છે. એકાએક કોમ્પ્યુટર સ્ક્રીન પર ઝાંખી થઇ ગયેલા વિક્રમનો અચાનક સંપર્ક તુટી ગયો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચંદ્રયાન-ર ના લેન્ડીંગના ડાઉન ડાઉનના સાક્ષી બનવા મોડી રાત્રે ઇસરોના હેડકવાર્ટર પહોચ્યો હતા વડાપ્રધાને ઇસરોના વિજ્ઞાનીકો નિરાશા થયા વગર મિશન આગળ વધારવાનું અનુરોધ કર્યો છે.
ચંદ્રયાન-૨ ચંદ્રની સપાટી પર ઉતરણ કરવાના વેંત એકી સંપર્ક વિહોણુ બન્યું હતું. ત્યારે સમગ્ર ભારત વર્ષ અને ઈસરોના વૈજ્ઞાનિકોમાં દુ:ખની લાગણી વ્યાપી હતી. આ તકે વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિકોની આંખોમાં જે દર્દ રહેલું છે તેને મહેસુસ કરી શકાય છે. ચંદ્રયાન-૨ મિશન એક અલગ જ અવસમાં હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ મિશની ઈસરોના વૈજ્ઞાનિકોએ દેશનું નામ અને ભારત માતાનું શિશ ઉંચુ કર્યું છે. નિષ્ફળતાી હોંશલો કમજોર નહીં પરંતુ વધુ મજબૂત બન્યો છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભલે ચંદ્રની સપાટી પર યોજનાી જઈ શકાયુ નથી પરંતુ વૈજ્ઞાનિકો દ્વારા જે મહેનત કરવામાં આવી છે તે ખૂબજ સરાહનીય છે. અવરોધો આવવાી મક્કમતા વધુ મજબૂત તી હોય છે. ત્યારે તેઓએ આશા વ્યકત કરતા જણાવ્યું હતું કે, હજુ સારૂ પરિણામમાં આવવાનું બાકી છે. ત્યારે દેશના એન્જીનીયરો અને વૈજ્ઞાનિકો માટે દેશને ગૌરવ છે. દરેક મુશ્કેલીમાંથી કંઈકને કંઈક શીખવા મડતું હોય છે જેી આગળની સફળતા નકકી ઈ શકે. આ તકે તેઓએ વૈજ્ઞાનિકોમાં હકારાત્મક વિચારોનો સંચય કરતા જણાવ્યું હતું કે, વિજ્ઞાનમાં માત્ર પ્રયોગ અને પ્રયાસો થાય છે અને તેનાી નવી સંભાવનાઓ પણ ઉદ્ભવીત તી હોય છે. તેઓએ જણાવ્યું હતું કે, ચંદ્રયાન-૨નો આખરી પડાવ ભલે સફળ ન રહ્યો હોય પરંતુ શાનદાર ખરા ર્અમાં રહ્યો છે. દેશે ૧૦૦થી વધુ સેટેલાઈટ એક સો લોન્ચ કરી નવો રેકોર્ડ સપ્યો છે. ત્યારે અંતમાં તેઓએ આવનારા તમામ મિશનો માટે ખુબ-ખુબ શુભકામનાઓ પણ પાઠવી હતી. તેમના આ સંબોધની વૈજ્ઞાનિકોનો જુસ્સો પણ વધ્યો હતો. અંતમાં ઈસરોના ચેરમેન કે.શિવનને નરેન્દ્ર મોદીએ ગળે લગાવ્યા હતા અને તેઓને પ્રોત્સાહિત પણ કર્યા હતા. આ તકે કે.શિવન ભાવુક થતા પણ નજરે ચડયા હતા.
આ પ્રસંગે દેશના તમામ રાજકીય નેતાઓ જેવા કે, રાહુલ ગાંધી, ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સહિતના નામાંકીત લોકોએ ઈસરોની કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે, ચંદ્રયાન-૨ મિશનની કામગીરી સહેજ પણ એળે ગઈ નથી. ભારત દેશના લોકોની હાર્દ સમાન આ મિશન સૌથી ઉપયોગી અને મહત્વપૂર્ણ સાબીત થયું છે.