ઇસરો હજી અટક્યું નથી,
પ્રયાસ હજી ચાલે જ છે,
ચદ્રયાન -૨ના સંપર્ક માટે.
જીવનમાં આ વિજ્ઞાનથી એક સાર,
પ્રયાસ અને સંઘર્ષ છે દરેક વાર ,
સપનાઓને કોઈ અંત નથી,
નિસફળતા એ તો એક સફળતા જ છે.
હતી લોકોની મોટી આશા અંતિમ ઘડિયો પર જ ,
બદલ્યું વાતાવરણ અને ચિત્ર ચિંતા હતી દરેક ઘડી.
સમય સમયનો હતો આ એક ખેલ,
મહેનત હતી વૈજ્ઞાનિકોની,
સપનાઓ જોડાયા હતા લોકોના,
રાહ જોવાતી હતી એક-એક ક્ષણનીકે,
બસ ભારત લહરાવે ઝંડો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર.
પ્રવાસ હતો તેનો અંધકારથી પ્રકાશ સુધી,
દિશાથી થયો તે અલગ અંતિમ ઘડી,
તૂટ્યો તેનો સંપર્ક અચાનક છૂટી આસ સૌ કોઈની,
પણ બંધાયી એક આસ ફરી કરીશું નવો આરંભ.
ભારત અને ભારતવાસિયોને દિલથી છે,
એક ગર્વ કે ખેડયો તેને ચન્દ્રયાન-૨થી,
એક અદ્ભુત સાહસ અને પ્રયાસનો એક માર્ગ,
અપાવી જેને દેશ-દુનિયાને તેના થકી,
એક સંશોધનની આગવી અને અનોખી પરિભાષા.