શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા પરિવારનો રિપોર્ટ પણ નેગેટીવ
કોરોના રોગ ગમે ત્યારે ગમે તેનો ભોગ લઈ લ્યે છે. ત્યારે લોકો કહેતા હોય છેકે કરેલા કર્મોનું અહીં જ મળે છે. પણ જયારે કોઈ કોરોનાને મ્હાત આપે ત્યારે કહેવું પડે કે કરેલા કર્મનું ફળ અચુક મળે છે. આ વાણી ઉપલેટા શહેરનાં પ્રથમ નાગરીક ચંદ્રવાડિયા પરિવારને ફળી છે. સંતોએ કરેલી પ્રાર્થના સફળ થતા ચંદ્રવાડીયા પરિવારે સંતોનાં આર્શીવાદ લીધા હતા.
ઉપલેટા નગરપાલીકાના પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડીયા તેમજ પરિવારના અને નગરપ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડીયા અને નિકુલભાઈના માતાને ૧૦ દિવસ પહેલા કોરોના પ્રોઝીટીવ આવતા શુભેચ્છકો અને શુભચિંતકોનો આંચકો લાગ્યો હતો. ચંદ્રવાડીયા પરિવારના ત્રણ સભ્યોને કોરોના પોઝીટીવ આવતા સમગ્ર પરિવાર ભગવાન સ્વામિનારાયણ ઉપર અતુટ શ્રધ્ધા ધરાવતા હોય તેઓએ સારવાર લેવાને બદલે હોમ આઈસોલેટ થયા હતા આ સાત સમગ્ર સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોને થતા ખીરસરા સ્વામીનારાયણ ગૂરૂકુળના નારણ સ્વરૂપદાસજી સ્વામી ટીંબડી ક્ધયા ગુરૂકુળના ધર્મ સ્વરૂપદાસજી સ્વામી ઉપલેટા સ્વામી નારાયણ મંદિરના ધર્મનંદન સ્વામી, ઉઘલાવદર ચૈતન્ય હનુમાનજી મંદિરનાં મહંત હરિવલ્લભ સ્વામી, જુનાગઢ ગુરૂકુલના સ્વામીઓએ પણ ચંદ્રવાડિયા પરિવાર વહેલી તકે કોરોનાને મ્હાત આપે તે માટે ભગવાન સ્વામીનારાયણને પ્રાર્થના કરી હતી. આખરે ભગવાન સ્વામીનારાયણ માં અતુટ શ્રધ્ધા અને સંતોના આર્શીવાદથી ગઈકાલે શહેરનાં પ્રથમ નાગરીક દાનભાઈ ચંદ્રવાડિયા, નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડીયા તેમના માતા સહિતનો રિપોર્ટ નેગેટીવ આવતા સવારે બસ સ્ટેન્ડ પાસે આવેલ ચંદ્રવાડીયા પરિવારનું સોપાન અર્જુન ક્ધસ્ટ્રકશન મુકામે સ્વામીનારાયણ ના સંતોએ પધરામણી કરી પાલીકા પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડીયા, નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડીયાને ભગવાન સ્વામીનારાયણની પુષ્પમાળા પહેરાવી દીર્ધાયુષ્ય માટે આશિર્વાદ આપ્યા હતા.