Table of Contents

Screenshot 3 43અબતક – સુરભીએ હેમુ ગઢવી હોલની રાત કરી રઢીયાળી

અબતક-સુરભી રાસોત્સવમાં હરખના ગરબા

ગઈકાલે સમી સાંજે ચંદ્ર પર ભારતના   ચંદ્રયાન-3નું સફળતાપૂર્વક લેન્ડીંગ થયા બાદ શહેરના હેમુ ગઢવી  હોલમાં જાણે ચાંદની છવાય હોય તેવો અભૂતપૂર્વ માહોલ છવાયો હતો. વિશ્ર્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવ એવા નવરાત્રીમાં આ વખતે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરનાં ખેલૈયાઓને “અબતક-સુરભી” રાસોત્સવ દ્વારા શું આપવામાં આવશે તેનું ધમાકેદાર એલાન કરવામાંઆવ્યું હતુ. પ્રિ-નવરાત્રિ ઈવેન્ટમાં વિશ્ર્વ વિખ્યાત  કલાકારોએ સમગ્ર આયોજનને ચાર ચાંદ લગાવી દીધા હતા શ્રોતાઓએ કલાકો સુધી તલ્લીન બની સમગ્ર  કાર્યક્રમને માણ્યો હતો સામાન્ય રિતે  હેમુ ગઢવી હોલમાં  ગરબા લેવાતા હોતા નથી. પરંતુ ઉપસ્થિત શ્રોતાગણ પોતાની લાગણીને કાબૂમાં રાખી શક્યા ન હતા એકથી એક ચડીયાતા ગીતો પર સતત નાચતા રહ્યા હતા.

્રઅબતક સુરભી રાસોત્સવની પ્રિ-લોન્ચીંગ  ઈવેન્ટ ગઈકાલે  હેમુગઢવી હોલ ખાતે યોજાઈ હતી. જેમાં આ વખતે  અબતક સુરભી રાસોત્સવમાં ખ્યાતનામ  કલાકારો જયમંત દવે, જયેશ દવે, અનિતા શર્મા અને મૃદુલ ઘોષે પોતાના  સુમધુર  કંઠે   દર્શકોને  ડોલાવ્યા હતા.

આ પ્રસંગે પાટડી ઉદાસી આશ્રમના  મયૂરબાપુ,  વૈભવબાપુ, રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, સેન્ટ્રલ જી.એસ.ટી. રાજકોટના ઉચ્ચ અધિકારી, આઈ.બી.ના ડી.વાય.એસ.પી. શિવરાજસિંહ ધાંધલ,  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય તેમજ રેડિયો રાજકોટ  89.6 એમ.એફ.ના ઓનર ડો. રાહુલ મહેતા, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદિપસિંહ જાડેજા (રાજાભાઈ), મહામંત્રી વિરેન્દ્રસિંંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ મકવાણા, સી.એ. વિનય સાકરીયા, એડરોઈડ કોર્પોરેશનના રાજેશ સવનીયા, વિહિયર કંપનીના મનીષભાઈ કાપડી, ઘનશ્યામભાઈ હેરભા, પીજીવીસીએલના એડીશનલ ચિફ એન્જીનીયર પી. જે. મહેતા અને ડેપ્યુટી એન્જીનીયર જીતુઆઈ ભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Screenshot 4 33

Screenshot 6 23‘ગુજરાતી શકીરા’ તરીકે પ્રખ્યાત અનિતા શર્મા ખેલૈયાઓને અબતક-સુરભી રાસોત્સવમાં ‘ઝુમાવશે’

પ્રખ્યાત સિંગર અનિતા શર્માનો જન્મ મુંબઈમાં થયો હતો અને જામનગરમાં તેનો ઉછેર થયો હતો. આજે તે મુંબઈમાં સ્થાઈ થયા છે. અનિતા શર્માએ કિશોરાવસ્થામાં હતી ત્યારથી જ  ગાયકીની ક્ષેત્રે કારકીર્દી શરૂ  કરી હતી. તે ગુજરાતમાં ‘ગુજરાતી શકીરા’ તરીકે પ્રખ્યાત છે. દર વર્ષે   નવરાત્રીમાં  દુબઈ, ઓમાન,  કુવૈત, ઓસ્ટ્રેલીયા, આફ્રિકા, નેપાળ, યુરોપ, ચીન, થાઈલેન્ડ સહિત વૈશ્ર્વિક  સ્તરે પરફોર્મ કર્યું છે.

તેણે ગુજરાતી, ભોજપુરી ફિલ્મોમાં પોતાના કંઠના  કામણ કરેલ છે. અનિતા  શર્મા 16 વર્ષ બાદ ફરી રાજકોટમાં નવરાત્રીમાં  અબતક સુરભી  રાસોત્સવમાં ખેલૈયાઓને મનમૂકીને ઝુમાવશે. તેની ગાયકીમાં રોક, પોપ, રેપ જેવા પાશ્ર્ચાત્ય સંગીતની ગાયીકી ઉપરાંત  શાસ્ત્રીય તેમજ ભાતીગળ લોકસંસ્કૃતિના દર્શન થાય છે. આ વખતે અબતક સુરભી રાસોત્સવમાં ખેલૈયાઓ ઝુમવવા અનિતા શર્મા ખૂબજ આતુર છે. ગઈકાલે યોજાયેલ ગરબા અને બોલીવુડ મ્યુઝિકલ નાઈટમાં અનિતા શર્માએ પોતાની ગાયીકીની સૌ કોઈ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

Screenshot 7 15સૌરાષ્ટ્ર ગુજરાત પ્રસિધ્ધ અષાઢી કંઠના  ગાયક જયેશ દવેએ શ્રોતાઓને કર્યા મંત્રમુગ્ધ

બોલીવુડ ગીત સંગીત અને લોક સંગીતનિે ખૂબજ સરળતાથી ગાયનની પ્રસ્તુત કરનાર જયેશ દવે છેલ્લા સોળ વર્ષથી  નીલસીટી કલબમાં નવરાત્રી ઉત્સવ દરમ્યાન ખેલૈયાઓમાં થનગનાટમાં ઉત્સાહમા ઉમેરો  કરતા હતા હિન્દી ફિલ્મના  જુના-નવા  ગીતોની સાથે સાથે લોક સંગીતમાં પ્રાચીન-અર્વાચીન ગરબા લોકગીતો વગેરે દર્શાવતી આપણી ભાતીગળ સંસ્કૃતિના ગીતોની ગાયકી ઉપર સારો ખૂબજ સારૂ  પ્રભુત્વ ધરાવે છે. આગામી નવરાત્રી મહોત્સવ અબતક સુરભીના ખેલૈયાને પોતાની ગીત-સંગીતથી  આનંદના   અતિરેકમાં ઝુમવા મજબૂર કરશે.

Screenshot 8 12જીણા-જીણા ઉડા ગુલાલ માયી તેરી… ગીતના સૂર રેલાવતાની સાથે શ્રોતા પણ થીરકવા લાગ્યા

મુંબઈની માયાવીનગરીને કર્મભૂમિ બનાવનાર મૂળ  બંગાળના પ્રસિધ્ધ કલાકાર અને સુફી સીંગર મૃદુલ ઘોષ પોતાના કંઠને ચંદ્રથી તાર સુધી લઈ જઈ ખાસ કરીને બોલીવુડમાં સુફી ગાયક તરીકે પોતાની આગવી ઓળખ ઉભી  કરી છે.

બોલીવુડ અને ટેલીવુડના વિવિધ કલાકાર સમક્ષ સુફી ગાયકી રજૂ કરી પ્રશંસા  પામી છે. મૃદુલઘોષ પોતે બંગાળી હોવા છતાં ગુજરાતી ગીતોમાં સારૂ પ્રભુત્વ ધરાવે છે. પ્રથમ વખત જ સૌરાષ્ટ્રની  રાજધાની સમા રાજકોટને આંગણે અબતક સુરભીમાં ધૂમ મચાવશે.

Screenshot 9 9કાકખટક અને અષાઢી કંઠના પ્રસિદ્ધ ગાયક જયમંત દવે

ડાયરાના સુપ્રસિદ્ધ કલાકારમાં આગવી ઓળખ ધરાવનાર અષાઢી કંઠ ના ગાયક અને ઝાલાવાડના પાંચાળ પ્રદેશના સુરેન્દ્રનગરના વતની જયમંત દવે કે જેવો સંતવાણી ભજનો તેમજ રાસ ગરબામાં મહેર છે ઉપરાંત શોર્યગીત પણ એટલી જ બેખૂબીથી પ્રસ્તુત કરે છે કાક ખટકના ગાયક જયમંતભાઈ ના કંઠે ગવાતા ગીતો શ્રોતાઓને જકડી રહેવા મજબૂર કરે છે માં ઉગેલ ચાંદલો જીજાબાઈને આવ્યા બાળ… ગીત શોર્ય ગીત ગાયને આવોને દેશભક્તિના રંગે રંગીયા હતા

અબતક ચેનલ તથા સોશિયલ મીડીયાના પ્લેટફોર્મ સાથે રાજકોટ રેડીયો 87.6 પર લાખો લોકોએ કાર્યક્રમ નિહાળ્યો

અબતક સુરભી રાસોત્સવ  2023ના પ્રિ-લોન્ચીંગ ગરબા અને બોલીવુડ મ્યુઝીકલ નાઈટ હેમુગઢવી હોલ ખાતે ગઈકાલે રાત્રે 9 વાગ્યાથી ખ્યાતનામ   કલાકારોએ ગરબા, સંસ્કૃતિ, પરંપરા, જુના નવા ગીતો સહિતના ગીતોથી સંગીતમય વાતાવરણ ઉભુ  કર્યું હતુ આ સમગ્ર કાર્યક્રમનું જીવંત  પ્રસારણ અબતક ચેનલ તથા અબતક મિડિયાના સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ તથા રાજકોટ રેડીયો  87.6 પર પણ કરવામાં આવ્યું હતુ. જેને લાખો લોકોએ નિહાળ્યું. તમામ કલાકારોએ પોતાના સુરીલા કંઠે વિવિધ કૃતીઓ રજૂ કરી શ્રોતાઓ તથા લાઈવ કાર્યક્રમને  નિહાળતા લોકોને ડોલાવ્યા હતા.

Untitled 1 35

સૌરાષ્ટ્રના પ્રખ્યાત  ઈમરાન કાનીયા અને તેની ટીમના  સંગીતે  કલા રસીકોને ઝુમાવ્યાં

Screenshot 5 23

અબતક સુરભી રાસોત્સવના પ્રિ-લોન્ચીંગ કાર્યક્રમમાં  સૌરાષ્ટ્રના  પ્રખ્યાત  એવા ઈમરાન કાનીયા અને ટીમનું  સંગીત અને મ્યુઝિકે કલારસીકોનાં હૃદયને ડોલાવી  નાખ્યા હતા. ઈમરાન કાનિયા, હિતેશ ઢાંકેચા, સકિલ  સામદાર, મહેશ ઢાંકેચા, તેમજ મિતુલની રિધમ અને રિયાઝ ઝરીયા, રવિ પુરબીયા, અભય બેન્જોના મ્યુઝિકે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સાથોસાથ સૌરાષ્ટ્ર સાઉન્ડની અતિ આધુનિક સિસ્ટમ આ વર્ષે  અબતક સુરભી રાસોત્સવમાં ખૈલેયાઓને મનમૂની ઝુંમાવશે.

તેજસ શિશાંગિયા, ઋષિ દવે અને આકાંક્ષા ગોંડલીયાનું શાનદાર એન્કરિંગ

Screenshot 10 6

અબતક-સુરભી રાસોત્સવ  2023 પૂર્વ ગઈકાલે  પ્રિ-નવરાત્રિ ઈવેન્ટનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા સતત પાંચ કલાક સુધી શ્રોતાગણો ગરબા સાથે  મ્યુઝિકલ નાઈટનો બેવડો આનંદ ઉઠાવ્યો હતો. વિશ્ર્વ વિખ્યાત સીંગરો સાથે ખ્યાતનામ એન્કર તેજસ શીશાંગીયા, ઋષી દવે અને  આકાંક્ષા ગોંડલીયાએ શાનદાર એન્કરિંગે પણ સમગ્ર  કાર્યક્રમમાં ભારે જમાવટ કરી હતી. જયારે જયારે  થોડીવારનો બ્રેક લેવામાં આવતો હતોત્યારે આ ત્રણેય એન્કરોએ  પોતાના શબ્દોના જાદુથી લોકોને  જકડી રાખ્યા હતા. સામાન્ય રીતે રાસ-ગરબામાં મધરાત થઈ જતી હોય છે. પરંતુ  ‘અબતક-સુરભી’ રાસોત્સવની પ્રિ-નવરાત્રિ ઈવેન્ટમાં પણ મોડીરાત સુધી લોકોએ મન ભરી કાર્યક્રમને માણ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.