ચંડી ચામુંડા અતિથિગૃહ ચોટીલા ટ્રસ્ટના પ્રમુખ જેન્તીભાઇ પરમાર, મંત્રી પ્રવિણભાઇ પરમારએ યાદીમાં જણાવેલ કે પવિત્ર યાત્રાધામ ચોટીલા ખાતે સમગ્ર દેશમાં વસતા લુહાર સમાજ માટે અધ્યતન સુવિધા ધરાવતું ૪ માળનું હોટલને પણ ઝાંખુ પાડતુ શ્રી ચંડી ચામુંડા અતિથિ ગૃહ (ચોટીલા)નું ટુંકાગાળામાં નિર્માણ કાર્ય પુર્ણ થયેલ છે અને તા. ૨૭ને શુક્રવારના રોજ ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાશે. જેમાં સમારંભના પ્રમુખ સ્થાને નટવરલાલ અમૃતલાલ મકવાણા-મુંબઇ, અતિથિ વિશેષ જેન્તીભાઇ મિસ્ત્રી પરમાર (વલ્લભવિદ્યાનગર), આર્શિવચન સંત સિતારામ બાપુ (ઢસા – ભાવનગર), સંતશ્રી ઘનશ્યામદાસ બાબરા, મહંત શ્રી અશ્વિનગીરી બાપુ ચોટીલા મંદિર, મહાત્મા મહેન્દ્રબાપા ગોદડીયા – કુંડા ભાવનગર, સ્વામી ઉદયાનંદ સરસ્વતીજી – સુરત પધારી આર્શીવચન પાઠવશે. ચામુંડા માતાજી, વિશ્વકર્મા ભગવાન, અંબાજી માતાજી, શ્રી ગણેશજી, શ્રી હનુમાનજી મહારાજની મુર્તીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે અને મુર્તિપ્રતિષ્ઠા મહાયજ્ઞ યોજાશે. સમારોહનું દિપપ્રાગટય નટવરલાલ અમૃતલાલ મકવાણાના હસ્તે ખુલ્લો મુકાશે. આ પ્રસંગે લુહાર સમાજના અગ્રણીઓ ટ્રસ્ટીઓ જેન્તીભાઇ પરમાર (રાજકોટ), પ્રફુલભાઇ પરમાર (મુંબઇ), પ્રવિણભાઇ પરમાર (રાજકોટ), દિનેશભાઇ પરમાર (મુંબઇ),ધીરૂભાઇ પરમાર (મુંબઇ), ડાયાભાઇ પરમાર (મુંબઇ), વલ્લભભાઇ પરમાર (સુરત),જેન્તીભાઇ પરમાર (મુંબઇ),વિરજીભાઇ પરમાર (મુંબઇ),અશોકભાઇ પરમાર (મુંબઇ), શાંતીભાઇ પરમાર (મુંબઇ), લાલજીભાઇ પરમાર (રાજકોટ), બચુભાઇ મકવાણા (મુંબઇ), અશોકભાઇ રાઠોડ (રાજકોટ), પ્રવિણભાઇ દાવડા (રાજકોટ) વગેરે દાતાશ્રીઓ ટ્રસ્ટી વગેરે ઉપસ્થિત રહેશે. તેમજ બાબુભાઇ કાતરવાળા પરમાર સુરત, કિશોરભાઇ રાઠોડ, અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી (ધોરાજી) પરેશભાઇ દાવડા (રાજકોટ), ભરતભાઇ રાઠોડ (ભાવનગર), પિયુષભાઇ લુહાર (મહુવા), રજનીકાંતભાઇ લુહાર પ્રવિણભાઇ કવૈયા (રાજકોટ), રમેશભાઇ ચુડાસમા સુરત વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
સવારે મહેમાનોનું સ્વાગત, મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ મહાયજ્ઞનો પ્રારંભ થશે બાદ સવારે ૧૦ કલાકે ચંડી ચામુંડા અતિથિગૃહના દાતાશ્રીઓ, સંતો મહંતો તથા મહેમાનોનું સ્વાગત સન્માન સમારોહ યોજાશે. બપોરે ૧૧ કલાકે મહાપ્રસાદ સહિત વિવિધ પ્રોગ્રામો રજૂ કરાશે. સંસ્થાના પ્રમુખ જેન્તીભાઇ પરમાર રાજકોટએ જણાવેલ કે સમગ્ર દેશમાં વસતા લુહાર સમાજ માટે બહુજ ટુકા ગાળામાં ૪ માળ ધરાવતુ અદ્યતન સુવિધા સભર ચંડી ચામુંડા અતિથિ ગૃહનું ભૂમિપુજન દમયંતીબેન તથા ધીરૂભાઇ પરમાર મુંબઇ (એકોફેન્ટવાળા)ના હસ્તે કરવામાં આવેલ. બાદમાં બહુ જ ટુંકા ગાળામાં તમામ ટ્રસ્ટીશ્રીઓ, દાતાશ્રીઓના અથાગ પ્રયત્નથી સમગ્ર દેશ અને વિદેશમાં વસતા લુહાર સમાજ માટે ચંડી ચામુંડા અતિથી ગૃહનું નિર્માણ થયુ અને તા. ૨૭-૪ શુક્રવારના રોજ ઉદઘાટન સમારોહમાં દેશવિદેશોમાંથી લુહાર સમાજ ઉમટી પડશે. આ માટે શ્રી ચંડી ચામુંડા અતિથિગૃહ ચોટીલા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીશ્રીઓ જહેમત ઉઠાવી રહેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com