ડો.ભાવિન સેદાણી અને ડો.દિપેશ કામદારે બેસ્ટ પેપર પ્રેઝન્ટેશનમાં માર્યુ મેદાન.
રાજકોટના અને અમદાવાદની એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજના ઈ.સી.વિભાગના પ્રોફેસર ડો.ભાવિન શશીકાન્ત સેદાણી તથા વી.વી.પી.એન્જીનીયરીંગ કોલેજના એસોસીયેટ પ્રોફેસર ડો.દિપેશ ગીરીન કામદારને નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનીકલ ટીચર્સ ટ્રેનીંગ એન્ડ રીસર્ચ સેન્ટર ચંદીગઢ ખાતે યોજાયેલ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન રીસન્ટ ડેવલપમેન્ટ ઈન એન્જીનીયરીંગ, સાયન્સ, હયુમેનીટી એન્ડ મેનેજમેન્ટમાં બેસ્ટ પેપર પ્રેઝન્ટેશનનો એવોર્ડ એનાયત કરેલ છે.
૨૬ માર્ચના રોજ કોન્ફરન્સ વર્લ્ડ દ્વારા આયોજીત આ કોન્ફરન્સમાં બંને પ્રાધ્યાપકો દ્વારા હાઈ ઈફીસીયન્સી વીડીયો કોડીંગ સ્ટાન્ડર્ડ એચ.૨૬૫ના સીમ્યુલેશન તથા તેનું એડવાન્સ વાયરલેસ કોમ્યુનીકેશન સીસ્ટમમાં ઈમ્પ્લીમેન્ટેશનના વિષય પર સંશોધન પત્ર રજુ કરવામાં આવ્યું હતું તથા આ વિષય પરના વર્કીંગ મોડેલ પણ રજુ કરવામાં આવ્યા હતા. પરંતુ ડો.ભાવિન સેદાણી તથા ડો.દિપેશ કામદાર દ્વારા રજુ કરાયેલ રીસર્ચ પેપરમાં એડવાન્સ વીડીયો કોડીગ એચ.૨૬૫નો ઉપયોગ કરીને ફાઈલ સાઈઝ ઘટાડવાની સાથે વીડીયો કવોલીટી પણ ઉત્કૃષ્ટ રહે તે પ્રકારનું વર્કીંગ મોડેલ રજુ કરવામાં આવેલ હતું. જેમાં એવાન્સ વીડીયો કોર્ડીંગ દ્વારા મોશન એસ્ટીમેશન માટે મેક્રો તથા માઈક્રો બ્લોક કોડીંગનો ઉપયોગ કરી લોઅર સાઈઝની વિડીયો ફાઈલમાં હાયર વિડીયો કવોલીટી મેઈન્ટેન કરવામાં આવેલ છે. આ પ્રકારના વીડીયો કોર્ડીંગનું ઈમ્પ્લીમેન્ટેશન રીયલ ટાઈમ એડવાન્સ વાયરલેસ કોમ્યુનીકશનમાં કરવામાં આવેલ હતું. જેનાથી લોઅર બેન્ડવીથ પર હાયર કવોલીટી વીડીયો ડેટા ટ્રાન્સમીટ થઈ શકે અને સાથે સીસ્ટમની બેન્ડવીથ પણ ઘટી શકે છે તથા સીસ્ટમની કેપેસીટી વધી શકે છે.
બંને પ્રાધ્યાપકોના આઉટસ્ટેન્ડીંગ પેપર રાઈટીંગ તથા પ્રેઝન્ટેશન બદલ ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં નાઈજીરીયાના નોર્થ વેસ્ટ યુનિવર્સિટીના ડો.સઈદુ સુલાઈમાનના હસ્તે બેસ્ટ પેપર પ્રેઝન્ટેશનનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ રીસર્ચ પેપરના અન્ય ઓપર સી.યુ.શાહ યુનિવર્સિટીના રીસર્ચ સ્કોલર કવીતાબેન મોનપરા પણ સામેલ છે. એન.આઈ.ટી.ટી.ટી.આર ચંદીગઢ ખાતે એનાયત થયેલ એવોર્ડ બદલ બંને પ્રાધ્યાપકોએ પોતાની કોલેજનો આભાર માન્યો છે અને આ એવોર્ડ તેઓએ પોતાના વિદ્યાર્થીઓને અર્પણ કર્યો છે.