અમરેલીના ચાંદગઢ ગામને છે સંત શિરોમણી પૂ. દાન મહારાજના રખોપા
૧૯૮૨નું વાવાઝોડુ હોય કે ૨૦૧૫નો ભારે પુર પ્રકોપ ચાંદગઢ ગામમાં અંશાઅવતાર પૂ. દાનબાપુના આશિષથી કયારેય જાનહાની નથી થઇ
આપણો સૌરાષ્ટ્ર દેશ સંત, સુરા, જતી અને સતીઓનો સોહામણો પ્રદેશ છે. આપણા સંતોએ માનવ માનવ વચ્ચે અને ધર્મ ધર્મ વચ્ચે એક સોનેરી સાકળની કડી બનીને સૌને જોડતા રાખ્યા છે. ભુખ્યાને ભોજન આપવું, દુ:ખિયાને દિલાસો દેવોએ સંતોના જીવન મંત્ર હતો. ટુકડો ત્યા હારી ઢુકડો આ કહેવત પણ આપણા સંતોએ સાર્થક કરી બતાવી છે.જેમના સ્મરણ માત્રથી આપણાને પરમ શાંતિ મળે અને સઘળા દ:ખો દુર થઇ જાય એવી પવિત્ર જગ્યા એટલે ચલાળા ધામ અને તેના પ્રાત: સ્મરણીય સંત એટલે સંત શિરોમણી દાનબાપુ.
પાંચાળ પ્રદેશમાંથી દાન બાપુ ગાયો સાથે વિતરણ કરતા કરતા કાઠીયાવાડ ચલાળા ગામે પધારયા. ગૌસેવાની સાથે સાથે ભુખ્યાજનોની આંતરડી ઠારવા માટે સદાવ્રતપણ શરૂ કરેલ. પુજય દાનબાપુ માત્ર પરમસિધ્ધને પામ્યા હતા. તેઓનું એક માત્ર ધ્યેય હતુ જીવમાત્રનું કલ્યાણ કરવું.
દાનબાપુએ ગાયો સાથે અનેક વખત, અનેક ગામોમાં વિચરણ કર્યુ હતું. જયા જયા વિચરણ દરમ્યાન તેઓ ગયા ત્યા ત્યા લોકોની મુશ્કેલીઓ અને યાત્નનાઓ દૂર કરતા ગયા. પછી તે રાજા હોય કે રંક! સૌના દુ:ખો દુર કર્યા હતા. પૂજય દાનબાપુ ગાયો સાથે વિચરણ કરતા કરતા ચાંદગઢ ગામે બે વખત પધાર્યા હતા. કારણ કે ચાંદગઢ ગામ ખારોખાટ વિસ્તારમાં આવતુ હોવાથી ચરીયાણની જમીન વધુ હોવાથી પશુપાલકો માટે બહુ અનુકુળ થતુ હતું.
ચાંદગઢ ગામ ફરતે છ સાત નદીઓ આવેલી છે. જેવી કે શૈત્રુંજી, ખારી, અને સેલ (ભાંભળી)જેવી નદીઓ આવેલી છે. આ બધી નદીઓ બસ્સો વર્ષ પહેલા પુર બહાર ચાલી જતી હતી. જયારે ચોમાસામાં ભારે વરસાદ પડે છે ત્યારે આ બધી નદીઓ ગાંડીતુર બનીને રમતે ચડે છે. જાણે ચાંદગઢને આંગણે ઘુઘવતો દરિયો રમવા આવ્યો ન હોય!
ચારે કોર જળબંબાકારને વચ્ચે પાણીમાં છાણાની જેમ તરતુ ચાંદગઢ ગામ!પ્રથમ વખત દાનબાપુ ગાયો સાથે વિચરણ કરતા કરતા ચલાળાથી આંબા, કણકોટ, દેવળીયા અને ચાંદગઢ આવેલા હતા ત્યાથી વિચરણ કરતા કરતા તેવો મધ્ય ગીરમાં ગયા હતા.
ઓમ બીજી વખત સને-૧૮૧૧માં દુષ્કાળજેવુ વરસ હોવાથી અનાજ અને ઘાસચારની તંગીના કારણે દાનબાપુ ગાયો સાથે વિતરણ કરતા કરતા ૮૨ વર્ષની જૈફ ઉમરે તેવો ચાંદગઢ આવ્યા હતા. એ વખતે ચોમાસાના દિવસો હતા દાનબાપુ ગાયો સાથે ચાંદગઢ ગામમાં વજે જગ્યાએ ગાયોનો વાડો હતો ત્યાં રોકાયા. એ સમય દરમ્યાન અનરાધાર વરસાદ વરસવા લાગ્યો હતો. આથી કોઇ પુછયુ, બાપુ, આ અનરાઘાર વરસાદ વરસે છે. બારેમેઘ ખાંગા થયા છે. શૈત્રુજી અને સફરા નદી પણ ગાંડીતુર બની છે. આપણી ગાયોનુંને ગામનું શું થશે?૯