- ચંદન ગુપ્તા હ*ત્યા કેસમાં 28 દોષિતોને આજીવન કેદ
26 જાન્યુઆરી 2018ના રોજ કાસગંજમાં નિકળેલી તિરંગા યાત્રા દરમિયાન ચંદન ગુપ્તાની ગોળી મારીને હ*ત્યાકરવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે 28 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
કાસગંજમાં ચંદન ગુપ્તા હ*ત્યાકેસમાં કોર્ટે 28 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે અને 50,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. 26 જાન્યુઆરી 2018ના રોજ કાસગંજમાં તિરંગા યાત્રા દરમિયાન ફાટી નીકળેલા રમખાણોમાં ચંદન ગુપ્તાનું મોત થયું હતું.
જાણવા મળે છે કે ચંદન ગુપ્તા મ*ર્ડર કેસ બાદ કાસગંજમાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ હતી. તોડફોડ, આગચંપી અને પથ્થરમારો થયો હતો. આ ઘટનાએ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો હતો. આજે આ કૌભાંડ કેસના દોષિતોને સજા થઇ છે. આવી સ્થિતિમાં કોર્ટની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કાસગંજમાં પણ પોલીસ સતર્ક છે.
બે લોકો નિર્દોષ
તમને જણાવી દઈએ કે NIA સ્પેશિયલ કોર્ટના જજ વિવેકાનંદ શરણ ત્રિપાઠીએ ગુરુવારે ચંદન ગુપ્તા હ*ત્યાકેસમાં 28 આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા. જ્યારે બે આરોપી નસીરુદ્દીન અને અસીમ કુરેશીને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ચંદનના પિતા સુશીલ ગુપ્તાએ નોંધાવેલી FIRમાં 20 લોકોના નામ છે.
ચાર્જશીટમાં 30 આરોપીઓના નામ
તપાસ બાદ પોલીસે વધુ 11 આરોપીઓના નામ વધાર્યા અને કુલ 30 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. 26 એપ્રિલ 2018ના રોજ કાસગંજ પોલીસે તપાસ બાદ ચાર્જશીટ દાખલ કરી હતી. હાલમાં કુલ 28 આરોપીઓમાંથી એક આરોપી મુનાજીર રફી જેલમાં છે. મુનાજીર રફી, કાસગંજની વકીલ મોહિની તોમર હત્યાના કેસમાં જેલમાં છે.
કોને દોષિત ઠેરવવામાં આવ્યા
ચંદન ગુપ્તા હ*ત્યાકેસમાં એનઆઈએની વિશેષ અદાલતે આસિફ કુરેશી ઉર્ફે હિટલર, અસલમ કુરેશી, આસિમ કુરેશી, શબાબ, સાકિબ, મુનાજીર રફી, આમિર રફી, સલીમ, વસીમ, નસીમ, બબલુ, અકરમની ધરપકડ કરી છે. તૌફિક, મોહસીન, રાહત, સલમાન, આસિફ, આસિફ જિમ વાલા, નિશુ, વાસીફ, ઈમરાન શમશાદ, ઝફર, શાકિર, ખાલિદ પરવેઝ, ફૈઝાન, ઈમરાન, શાકિર, ઝાહિદ ઉર્ફે જગ્ગાને દોષી ઠેરવવામાં આવ્યા છે. આ તમામને આઈપીસીની કલમ 147, 148, 307/149, 302/149, 341, 336, 504, 506 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે.
કયા આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા
તમને જણાવી દઈએ કે NIA કોર્ટે આરોપી નસરુદ્દીન અને આરોપી અસીમ કુરેશીને નિર્દોષ જાહેર કર્યા છે. બંનેને પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. આ સાથે અઝીઝુદ્દીન નામના આરોપીનું સુનાવણી દરમિયાન મોત થયું હતું.
6 વર્ષ બાદ 28 થયા દોષિત જાહેર
પાછલાં 6 વર્ષોથી ચંદનના પિતા તેને ન્યાય મળે તે માટે લડત લડી રહ્યા હતા. ત્યારે ગુરુવારે 2 જાન્યુઆરીએ NIA કોર્ટે 30માંથી 28 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આરોપી નસરુદ્દીન અને અસીમ કુરેશીને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. કોર્ટે 28 આરોપીઓને ભારતીય દંડ સંહિતાની કલમ 147, 148, 307/149, 302/149, 341, 336, 504, 506 હેઠળ દોષિત ઠેરવ્યા હતા.
આ 28 આરોપીઓમાં અઝીઝુદ્દીન, મુનાજીર, આસિફ, અસલમ, શબાબ, સાકિબ, આમિર રફી, સલીમ, વસીમ, નસીમ, બબલુ, અકરમ, તૌફિક, મોહસીન, રાહત, સલમાન, આસિફ, નિશુ, વસીફ, ઈમરાન, શમશાદ, ઝફર, શાકીર, ખાલિદ પરવેઝ, ફૈઝાન, ઈમરાન, શાકીર, ઝાહિદનો સમાવેશ થાય છે. તેમાંથી 1 અઝીઝુદ્દીનનું મૃત્યુ થઇ ચુક્યું છે જ્યારે મુનાજીર રફી જેલમાં બંધ છે. અહેવાલ અનુસાર NIA કોર્ટ 3 જાન્યુઆરી, શુક્રવારે આરોપીઓની સજા સંભળાવશે.
શું હતો સમગ્ર મામલો
26 જાન્યુઆરી 2018ના રોજ કાસગંજમાં વિશ્વ હિંદુ પરિષદ, ABVP અને હિંદુ યુવા વાહિનીના કાર્યકર્તાઓ તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન કેટલાક મુસ્લિમોએ હુમલો કરી દીધો હતો. જેમાં ચંદન ગુપ્તાની ગોળીમારીને હ*ત્યા કરવામાં આવી હતી. ત્યારપછી વાતાવરણ ખૂબ તંગ બન્યું હતું. કાસગંજમાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે પ્રશાસને ઈન્ટરનેટ બંધ કરવું પડ્યું હતું. કાસગંજમાં લગભગ એક અઠવાડિયા સુધી રમખાણો થયા હતા.
આ મામલે 30 લોકોને આરોપી બનાવાયા હતા. જેમાં ત્રણ ભાઈઓ સલીમ, વસીમ અને નસીમને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા. 27 જાન્યુઆરીએ ચંદનનું શ*વ પોસ્ટમોર્ટમ પછી અંતિમયાત્રા માટે સોંપવામાં આવ્યું હતું. તેની અંતિમ યાત્રા પરત ફરી રહી હતી ત્યારે પણ કેટલીક દુકાનોમાં આગ લગાવી દેવામાં આવી હતી. પ્રશાસને શહેરમાં RAF તૈનાત કરીને 28 જાન્યુઆરી સુધી કરફ્યુ લાદવો પડ્યો હતો.