અગાઉ લખ્યા મુજબ સેના પર આતંકી હુમલો થયો છે આતંકીઓ સક્રિય થયા છે અને સુદાન સહીત અનેક દેશોમાં હાલત બગાડ્યા છે આ માહોલ બે ગ્રહણ વચ્ચેનો છે અને ચાંડાળયોગ અને ગ્રહણ યોગથી અનેક ક્ષેત્રમાં આ પ્રકારના પરિણામ જોવા મળી રહ્યા છે વળી બુધના અસ્ત થવાથી અનેક જગ્યા એ વગર વિચાર્યા પગલાં ભરાતા જોવા મળશે આ ઉપરાંત હાલના ગ્રહમાન મુજબ જોઈએ તો હાડકાને લગતા પ્રશ્નો વિશેષ થતા જોવા મળશે વળી કોઈ ને કોઈ રીતે શારીરિક પીડા અને પગનો દૂખાવો જોવા સામાન્ય રીતે જોવા મળે.
આ માટે આ સમયમાં દૈનિક ક્રિયાઓને વધુ નિયમિત કરવી પડે. મેષમાં ચાર ગ્રહોની યુતિ ઘટનાઓને તીવ્ર ગતિએ આગળ વધારી રહી છે અને અત્રે લખ્યા મુજબ તીવ્ર ગતિ ઘાતક પણ પુરવાર થઇ રહી છે.આજરોજ શનિવારને અખાત્રીજ એટલે કે અક્ષયતૃતીયા છે અને ભગવાન પરશુરામ જયંતિ છે.
આજરોજ ગુરુ મહારાજ મેષમાં પ્રવેશે છે અને મેષ રાશિમાં સૂર્ય બુધ રાહુ અને ગુરુની યુતિ થનાર છે. સૂર્ય રાહુ સાથે મળી ગ્રહણ યોગની રચના કરે છે જયારે ગુરુ રાહુના ચાંડાલ યોગ વિષે અત્રે લખી ચુક્યો છું અને તેના પરિણામ પણ આપણે નિહાળી રહ્યા છીએ.
-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨