વીડિયોકોન ધિરાણ મામલે વિવાદોમાં આવેલા ICICI બેન્કના સીઈઓ ચંદા કોચરે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગુરુવારે ચંદાકોચરે રાજીનામું આપી દીધું છે. ચંદા કોચરની જગ્યાએ સંદીપ બક્ષીને નવા સીએમડી બનાવવામાં આવ્યા છે. ચંદા કોચરના રિઝાઈનથી આઈસીઆઈસીઆઈ બેન્કના શેરમાં પણ અંદાજે 5 ટકાનો વધારો થયો છે.
ICICI Bank CEO Chanda Kochhar resigns, Sandeep Bakshi replaces her pic.twitter.com/i9ukUS7KXD
— ANI (@ANI) October 4, 2018
ગુરુવારે બેન્ક તરફથી પણ આ માહિતી શેરબજારને આપવામાં આવી છે. બેન્ક તરફથી કહેવામાં આવ્યું છે કે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ચંદા કોચરનું રાજીનામું સ્વીકારી લીધું છે. BoD તરફથી કરવામાં આવી રહેલી તપાસ પર આની કોઈ અસર નહીં થાય.
હવે બોર્ડે સંદીપ બખ્શીને બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં અને બેન્કના સીએમડી બનાવવાનો નિર્ણય લીધો છે. બક્ષીને નો કાર્યકાળ 5 વર્ષ સુધી એટલે કે 3 ઓક્ટોબર 2023 સુધી રહેશે.