પડીકાં વેચતાં વેપારીઓને થશે અસર: જીએસટી પરિસદની બેઠકમાં આ મુદ્દો ચર્ચામાં લેવામાં આવશે
સરકારના નિયમ પ્રમાણે જીએસટી લાગુ કર્યા બાદ દેશમાં “વન નેશન વન ટેકસ ચર્ચામાં છે. કાપડ, ધાતુ, દવાઓ જેવી ઘણી વસ્તુઓ પર જીએસટી લાગુ થઈ ગયું છે તો હવે પેકેજડ પ્રોડકટ્સ પણ તેમાંથી બાકાત નહીં રહે. પડિકા પર પણ જીએસટી લાગશે જેના માટે કંપનીએ પહેલાથી જ બ્રાન્ડેડ પ્રોડકટની જેમ જ ટ્રેડમાર્ક માટે અરજી કરી છે. સરકારી અધિકારી જણાવ્યું હતું કે, તેઓ વિકલ્પો જોઈ રહ્યાં છે. ટ્રેડમાર્ક માટે એપ્લાઈટ ટ્રેડ માકર્સ તરીકે ગણવામાં આવે છે જે ૫ ટકા જીએસટી દર ધરાવે છે. જે લોકો મે ૧૯ના રોજ રજિસ્ટર્ડ ટ્રેડમાર્કનો આનંદ માણતા હતા તેઓ પણ ૫ ટકાના દરનો હવે સામનો કરશે. આગામી ૯ સપ્ટેમ્બરના રોજ જીએસટી પરિષદની બેઠકમાં આ મુદ્દો ચર્ચામાં લેવામાં આવશે. આ ઉપરાંત ‘ટ્રેડમાર્ક’ અને ‘બ્રાન્ડ નામ’ને કેન્દ્રીય એકસાઈઝ શાસનમાં લેવામાં આવશે.આ નિયમ લાગુ પડવાથી નાના વેપારીઓ જે પેકેજડ ખાદ્ય વસ્તુ વહેંચી ધંધો કરે છે તેઓને પણ અસર થઈ શકે છે તો મોટા રીટેઈલરો પર પણ આ નિયમો લાગુ પડશે. કપાસ, ચીઝ, પનીર, મધ, ઘઉં, ચોખા તેમજ અન્ય કઠોળ ક્ધટેનરમાં વહેંચાતા હોય છે અને રજિસ્ટર્ડ બ્રાન્ડ નામ ધરાવતી અન્ય કંપનીઓ જીએસટીથી બાકાત હતી તો હવે તેમાં પણ ૫ ટકા જીએસટી લાદવામાં આવશે. જે પણ પ્રીન્ટેડ ખાદ્ય પદાર્થ છે તે ઈન્ડીયન ઓથોરીટી સ્ટાન્ડર્ડ હેઠળ આવે છે માટે જ તેમાં જીએસટી લાદવું અનિવાર્ય છે. કારણ કે, એકસાઈઝમાં બ્રાન્ડ માટે એક અલગ વ્યાખ્યા છે.હવે કોઈપણ પેકિંગવાળી ચીજવસ્તુ “સાદા પેકિંગમાં વહેંચી નહીં શકાય. પેકિંગ પર બ્રાન્ડ, પિકચર, પ્રોડકટ ડેટ, એકસ્પાયરી ડેટ, ક્ધટેન, ન્યૂટ્રિશન વેલ્યુ વિગેરે લખવું ફરજિયાત કરી દેવાયું છે.