શરીરની ઘડિયાળ દરેક ક્રિયા પર નિર્ધારિત હોય જે અનિયમિત ભોજનથી સૌથી વધુ પ્રભાવિત થાય છે
કટાણે ભોજન કરવાથી શરીરની ઘડિયાળ અનિયમિત બને છે અને હૃદયરોગ, ડાયાબીટીશનું જોખમ વધારે છે. આપણા શરીરમાં એક ઘડિયાળ છે જે બે અલગ-અલગ ક્રિયા-પ્રતિક્રિયા પર નિર્ધારિત હોય છે.
આ ઉપરાંત સકૈડિયન તાલ. આ અંગે ઘણુ બધુ માનવામાં આવે છે કે, આ બંને પ્રણાલીઓ કેવી રીતે કામ કરે છે. તો કે એકબીજા સાથે વાતચીત કરે છે અને ઉગ્ર થવાથી તેના પર પ્રભાવ પડે છે. વૈજ્ઞાનિકો પણ આ પ્રણાલીની કામગીરી ઉપર રીસર્ચ કરી રહ્યાં છે. એક નવા અભ્યાસમાં જણાવાયું છે કે, શરીરની ઘડિયાળમાં ખરાબ અથવા બિનજ‚રી વિચારો આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.
શરીર માટે સૌથી વધુ મહત્વપૂર્ણ સમયસર જમવું જે આપણા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. શરીર ઘડિયાળના અભ્યાસુઓને ઉમ્મીદ છે કે તેઓનું શરીર ઘડિયાળનું અવલોકન ખરાબ સ્વાસ્થ્યને જાણી શકે છે. શરીર ઘડિયાળમાં ૨૪ કલાકનું એક ચક્ર છે. જે શરીરની દરેક કોશિકાની અંદર કામ કરે છે અને આપણી દૈનિક ક્રિયાને નિયંત્રિત કરે છે. જેમાં ઉંઘ, હોર્મોન્સ લેવલ વગેરેનો સમાવેશ થાય છે. શરીર ઘડિયાળ ડાયેટ અને ભોજનની નિયમિતતાથી પ્રભાવિત થાય છે. આ ઉપરાંત દીર્ઘઆયુષ્ય માટે મહત્વપૂર્ણ પણ છે.
આ ઉપરાંત શારીરિક ઘડિયાળ મોડીરાત સુધી કામ કરવાથી અનિયમિત બને છે જેની અસર આપણા સ્વાસ્થ્ય પર ખરાબ રીતે પડે છે. ભોજનમાં અ‚ચિએ શરીર ઘડિયાળને અનિયમિત કરવા માટે સૌથી મોટા કારણોમાંનું એક કારણ માનવામાં આવે છે. અનિયમિત ભોજનની સૌથી વધુ ખરાબ અસર ડાયાબીટીશ અને હૃદયનાં રોગો થવામાં રહેલી છે.