- સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડો. ઉત્પલભાઇ જોશી દ્વારા ઇન્ડસ્ટ્રીઝના ઉઘોગપતિઓ સાથે સંવાદ: બાયો સાયન્સ, ફાર્મસી, કીમીકલ્સ, એગ્રીકલ્ચર કંપનીઓ યુનિવર્સિટી સાથે જોડાશે, યુનિવર્સિટીની પેટન્ટ લાયસન્સ જેવી બાબતોમાં મદદરૂપ થશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશી દ્વારા એકેડેમિકને ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. ઉદ્યોગોની જરુરિયાત મુજબ મેનપાવર તૈયાર કરવાના હેતુથી આ પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે સ્કીલ્સ કેળવે, ઈન્ટર્નશીપ થકી કૌશલ્ય મેળવે એ માટેનો આ એક ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન થકી સારા ઉદ્યોગ સાહસિકો બને એ શુભ હેતુ રહેલો છે. આ સંવાદનો હેતુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઉદ્યોગો સાથે જોડી સ્કીલ્સ શીખવવાનો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મેઈક ઈન ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા જેવા આયોમોને સાકાર કરવા માટે અને યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે યુનિવર્સિટી દ્વારા આ પ્રયાસ કરવામાં આવેલ છે. ઇન્ડસ્ટ્રીઝની જરૂરિયાત મુજબ સિલેબસમાં એકમો ઉમેરી રોજગારીની તકો પુરી પાડવી તેમજ યુનિવર્સિટીની ફેસિલિટીઝનો ઉપયોગ કરવા માટે ઇન્ડસ્ટ્રીઝને રિસર્ચ તેમજ ડેવલપમેન્ટમાં ફોકસ કરવા કુલપતિએ ઈન્ડસ્ટ્રીઝને ટકોર કરી હતી.
આ સંવાદમાં વૈશ્વિક સ્તરે ઉદ્યોગોની સંશોધન પ્રવૃતિ, વિકાસ અને ઈનોવેશન સંદર્ભમાં ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે વિવિધ એસોસિએશન તથા ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓએ પોતાના વિચારો રજૂ કરેલ હતા અને યુનિવર્સિટી અને ઉદ્યોગોને સાંકળીને કેવી રીતે કાર્ય કરી શકાય એ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બાયોસાયન્સ ભવનના અધ્યક્ષ ડો. રમેશભાઈ કોઠારી એ આ સંવાદમાં બાયોલોજીકલ સાયન્સ ક્ષેત્રમાં કેવી તક રહેલી છે તે બાબતની જાણકારી આપેલ હતી.
હંસરાજભાઈ ગજેરાએ લઘુઉદ્યોગ ભારતી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેવા કાર્યમાં સાથે કામ કરી શકે તે વિશે વાત કરી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેનશ્રી વી.પી. વૈષ્ણવે આ સંવાદમાં ચેમ્બર ઓફ કોમર્સની માહિતી આપેલ હતી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આવા સુંદર વિચારને આવકાર્યો હતો.
આ સંવાદ કાર્યક્રમમાં કુલસચિવ ડો. રમેશભાઈ પરમાર, પ્રોફે. સંજયભાઈ મુખર્જી, વિવિધ ઉદ્યોગોના એસોસિએશન મેટોડા, આજી, સિરામીક એસોસિએશન, લોધિકા તથા તમામ ઈન્ડસ્ટ્રીઝના એસોસિએશનના હોદેદારો, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવ, જાણીતા ઉદ્યોગપતિ દીપકભાઈ પટેલ, નિલેષભાઈ પટેલ, રાજકોટના નામના ધરાવતા ઉદ્યોગપતિઓની ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા ડો. રંજનબેન ખુંટ, ડો. હરિકૃષ્ણભાઈ પરીખ, પ્રોફે. હિતેશભાઈ શુકલ, ચિરાગભાઈ સાવલીયા એ જહેમત ઉઠાવી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મેઈક ઈન ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા જેવા આયોમોને સાકાર કરવા માટે અને યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે યુનિવર્સિટી દ્વારા આ પ્રયાસ કરવામાં આવેલ છે. ઇન્ડસ્ટ્રીઝની જરૂરિયાત મુજબ સિલેબસમાં એકમો ઉમેરી રોજગારીની તકો પુરી પાડવી તેમજ યુનિવર્સિટીની ફેસિલિટીઝનો ઉપયોગ કરવા માટે ઇન્ડસ્ટ્રીઝને રિસર્ચ તેમજ ડેવલપમેન્ટમાં ફોકસ કરવા કુલપતિએ ઈન્ડસ્ટ્રીઝને ટકોર કરી હતી.
આ સંવાદમાં વૈશ્વિક સ્તરે ઉદ્યોગોની સંશોધન પ્રવૃતિ, વિકાસ અને ઈનોવેશન સંદર્ભમાં ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે વિવિધ એસોસિએશન તથા ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓએ પોતાના વિચારો રજૂ કરેલ હતા અને યુનિવર્સિટી અને ઉદ્યોગોને સાંકળીને કેવી રીતે કાર્ય કરી શકાય એ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બાયોસાયન્સ ભવનના અધ્યક્ષ ડો. રમેશભાઈ કોઠારી એ આ સંવાદમાં બાયોલોજીકલ સાયન્સ ક્ષેત્રમાં કેવી તક રહેલી છે તે બાબતની જાણકારી આપેલ હતી.
હંસરાજભાઈ ગજેરાએ લઘુઉદ્યોગ ભારતી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેવા કાર્યમાં સાથે કામ કરી શકે તે વિશે વાત કરી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેનશ્રી વી.પી. વૈષ્ણવે આ સંવાદમાં ચેમ્બર ઓફ કોમર્સની માહિતી આપેલ હતી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આવા સુંદરવિચારને આવકાર્યો હતો.