ચહેરા પરના વધારાના વાળથી કાયમી ધોરણે છૂટકારો અપાવવાનો દાવો પોકળ સાબિત થયો

ચહેરા પરના વધારાના વાળ કે રુંવાટીને કાયમી ધોરણે દૂર કરવાનો દાવો કરનારા એક આયુર્વેદ પ્રેકટીશનરને ક્ધઝયુમર કોર્ટે રૂ.૨૦૦૦૦નો દંડ ફટકાર્યો છે.

રાજકોટ શહેરના નવજીવન નામના આયુર્વેદ ક્લિનિકની લોકલ છાપામાં આવેલી જાહેરાત જોઈને જવાહર પંજાબીએ સારવાર ૧૫ માસ સુધી લીધી હતી. જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ચહેરા પરની રુવાટીથી કાયમી છૂટકારો મેળવો… ગેરંટીથી… પરંતુ ૧૫ માસ સુધી સારવાર કરાવવા છતાં કોઈ ફેર ન પડતાં જવાહરે ક્ધઝયુમર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.

હવે કોર્ટે ક્લિનિક ચલાવતા મહેશભાઈ ડાભીને ફીના રૂ.૨૦૦૦૦ પરત કરવાનો આદેશ આપ્યો છે. ડાભીએ ૨૦ રૂ.ના સ્ટેમ્પ પેપર ઉપર લખીને જવાહરને ખાતરી આપી હતી. આ ડોકયુમેન્ટના આધારે કોર્ટે ચુકાદો આપ્યો હતો. કોર્ટે નોંધ્યું કે ડાભી હેર રીમૂવલ એક્ષ્પર્ટ નથી આથી ફીના રૂ.૨૦૦૦૦ અને વધારાના રૂ.૩૦૦૦ વળતર રૂપે ચૂકવવા આદેશ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.