માનવ સંશાધન મંત્રાલય દ્વારા વર્ષમાં બે વખત નેટ લેવાનો નિર્ણય

દેશની જુદી જુદી યુનિવર્સિટીઓ અને તેની સાથે જોડાયેલી કોલેજોમાં લેક્ચરર બનવા માટે લેવાતી નેટ એટલે કે નેશનલ એલિજીબિલિટી ટેસ્ટ વર્ષમાં એક જ વખત લેવાની જાહેરાત સેન્ટ્રલ બોર્ડે કરી દીધી હતી. જો કે, હવે માનવ સંશાધન મંત્રાલય દ્વારા વર્ષમાં બે વખત જ નેટ લેવાનો નિર્ણય જાહેર કરી દીધો છે. એટલુ જ નહી પરંતુ હવે નેટ પણ ઓનલાઇન જ લેવાશે.

કોલેજોમાં લેક્ચરર બનવા માટે તાજેતરમાં નેટ લેવામા આવી હતી. વર્ષમાં બે વખત લેવાતી નેટ માત્ર એક જ વખત લેવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની રચના કરવામાં આવી છે. હવે પછી આ એજન્સી દ્વારા જ નીટ, નીટ સહિતના તમામ પરીક્ષાઓ યોજવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ કરી દેવામાં આવી છે. નેટ સાથે સંકળાયેલા તજજ્ઞો કહે છે વર્ષમાં એક જ વખત નેટ લેવાની તૈયારી શરૂ થઇ હતી. પરંતુ અચાનક માનવ સંશાધન મંત્રાલય દ્વારા નેશનલ ટેસ્ટિંગ એજન્સીની રચના કરી દેવામાં આવતાં હવે તમામ એન્ટ્રન્સ ટેસ્ટ એક જ એજન્સી મારફતે લેવામાં આવે તેવું તંત્ર ગોઠવવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત વર્ષમાં એક જ વખત નેટ લેવાની વાત હતી તેની જગ્યા વર્ષમાં બે વખત નેટ લેવામાં આવશે. જો કે, મહત્વનો ફેરફાર એ કરવામાં આવ્યો છે કે અત્યાર સુધી નેટનું સંચાલન સેન્ટ્રલ બોર્ડ કરતુ હતુ. જેના કારણે બોર્ડ દ્વારા ઉમેદવારોને બેઠક વ્યવસ્થા પ્રમાણે જે તે કોલેજ કે શાળામાં પરીક્ષા આપવા માટે જવુ પડતુ હતુ. જેના બદલે હવે નેટ પણ માત્ર અને માત્ર ઓનલાઇન સીસ્ટમથી લેવામાં આવશે. ઉમેદવારોએ કોમ્પ્યુટર પર બેસીને જ નેટ આપવાની રહેશે. ઉમેદવારોએ એકઝામમાં પુછાનારા તમામ પ્રશ્નોના એમસીક્યુ પ્રમાણે આપવાના રહેશે. સેન્ટ્રલ બોર્ડ દ્વારા ચાલુ વર્ષથી જ નેટ વર્ષમાં એક જ વાર લેવાની સ્પષ્ટતા કરતાં દેશમાંથી ઉમેદવારોએ વિરોધ કર્યો હતો. પરંતુ હવે જેઇઇ-મેઇન, નીટ અને નેટ સહિતની તમામ એકઝામ એક જ એજન્સી દ્વારા અને તે પણ કોમ્પ્યુટર આધારિત લેવાની જાહેરાત કરાઈ છે. આમ, હવે લેક્ચરર બનવા માટે ઉમેદવારોને વર્ષમા બે તક મળશે પણ કોમ્પ્યુટર પર એકઝામ આપવી પડશે. સેન્ટ્રલ બોર્ડ પોતાના મુખ્ય કાર્ય પર ધ્યાન આપી શકે તે માટે નવી એકઝામ એજન્સીની રચના કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.