ફુગાવાનો પણ છેદ ઉડશે તેવો આરબીઆઇનો દાવો

દર વખતે આરબીઆઈ જયારે પણ કોઈ મોનીટરી પોલીસી કે રેપોરેટમાં ઘટાડાની જયારે વાત કરતી હોય ત્યારે વિરોધીઓ દ્વારા મહદઅંશે તે તમામ પોલીસીને લઈ તેના પર અનેકવિધ પ્રકારે શાબ્દીક પ્રહારો કરવામાં આવતા હોય છે. ત્યારે આરબીઆઈ દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જે ફૂગાવો વધવાની હરહંમેશ વાત કરવામાં આવે છે તે નહીં વધે અને ફૂગાવાનો જાણે છેદ ઉડશે તે વાત પણ સાચી છે. ત્યારે એપ્રીલ ૪ના રોજ આરબીઆઈની એક વિશેષ બેઠકનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે રેપોરેટ ઘટવાની શકયતા ફરી સેવાઈ રહી છે. સાથો સાથ રેપોરેટ ઘટવાની સાથે જ વ્યાજદર ઘટતા લોન પણ સસ્તી થાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે.

એપ્રીલ ૪ના રોજ નાણાકીય વર્ષ ૨૦૨૦ માટે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પોતાની મોનીટરીંગ પોલીસી કમીટીના સંયુકત ઉપક્રમે વ્યાજદરમાં ઘટાડો થવા માટેની પોલીસીનું નિર્માણ કરશે. ત્યારે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે માહિતી આપતા જણાવ્યું હતું કે, રેપોરેટમાં ૨૫ ટકાનો ઘટાડો થશે જે દર ઉપર આરબીઆઈ અન્ય બેંકોને પણ લોન આપશે. આ સાથે જ અન્ય બેંકો પણ રેપોરેટમાં ઘટાડાની સાથે અન્ય કઈ પોલીસી આરબીઆઈ દ્વારા ગઠીત કરાશે તેના પર નજર પણ રાખવામાં આવી રહી છે. સાથો સાથ અન્ય બેંકો પણ મોનીટરી પોલીસી પર મીટ માંડીને બેઠેલી હોય તેવું પણ લાગી રહ્યું છે.

આરબીઆઈ હાલ એપ્રીલ ૪ના રોજ મુખ્યત્વે બે પોલીસીમાં સુધારો કરે તેવી પણ આશા સેવાઈ રહી છે જેમાં રીટેઈલ લોન અને અકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડમાં પણ સુધારો કરે તેવી પણ શકયતા જોવામાં આવી રહી છે. કયાંકને કયાંક ફૂગાવો આરબીઆઈના લક્ષ્યાંકમાં રહેતા માત્ર ૪ ટકા વધે તે પણ શકયતા રહેલી છે પરંતુ આ નવી પોલીસીના ગઠનથી ફૂગાવાના છેદ ઉડશે તેવો આરબીઆઈ અને આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે દાવો કર્યો છે.

હાલ જે રીતે વ્યાજદર નકકી કરવા માટે પોલીસીનું નિર્માણ કરવામાં આવશે તેનાથી આરબીઆઈ દ્વારા ડીપોઝીટમાં પણ વધારો કરવામાં આવે તે દિશામાં પણ વિચાર કરવો પડશે. કારણ કે, હાલ ભારત દેશમાં રોકાણની સ્થિતિ ખૂબજ કથળતી જઈ રહી હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ત્યારે આ મોનીટરી અને રેપોરેટના દરમાં ઘટાડો કરવાની વાત સાથો સાથ અકાઉન્ટીંગ સ્ટાડર્ડની સુધારવા માટે જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તે કેટલા અંશે વ્યાજબી અને ઉપયોગી સાબીત થશે તે આવનારો સમય જ બતાવશે.

સાથો સાથ ૨૦૨૦ માટે આરબીઆઈ દેશમાં તરલતાનું પ્રમાણ વધારવા માટે તમામ પ્રકારની કાર્યવાહી કરે તેવી પણ વાત સામે આવી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર આરબીઆઈ રેપોટમાં ૬ ટકાનો ઘટાડો કરશે તેવું પણ હાલ સામે આવી રહ્યું છે. જેથી લોન લેનારને દરમાં ઘટાડો થવાથી ફાયદો પણ મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.