ધોરણ ૧ર કોમર્સના ઝળહળતું પરિણામ મેળવી શાળા-પરિવારનું ગૌરવ વધાર્યુ
ચાણકય વિદ્યા મંદિર કરણસિંહજી મેઇન રોડનું ધોરણ ૧ર કોમર્સનું ઝળહળતું પરિણામ આવ્યું છે. શાળાના વિદ્યાર્થીઓએ છેલ્લા કેટલાક વર્ષથી સતત ઉચ્ચ પરિણામની પરંપરા જાળવી રાખી શાળા પરિવારનું નામ રોશન કર્યુ છે. આ તકે શાળાના પ્રથમ પાંચ ટોપર વિઘાર્થીઓના ઉત્તમ પી.આર. પાછળની કેવી મહેનત હતી તે અંગે ટેલીફોનિક માહીતી પ્રાપ્ત થઇ છે જેમાં માકડિયા કુસુમ ૯૯.૯૪ પી.આર બોર્ડમાં છઠ્ઠો નંબર મેળવ્યો છે. શાળામાં પ્રથમ આવનાર કુસુમના પિતા કારખાનામાં મજુરી કામ કરે છે. નબળી આથીંક પરિસ્થિતિ છતાં ઉચ્ચ પરિણામ લાવનાર કુસુમ પોતાની સફળતાનું રહસ્ય જણાવતા કહે છે કે હું શાળામાં રોજ જે કઇ અભ્યાસ કરાવામાં આવતો તેનું ઘરે રોજ રીવીઝન કરીને પાકુ કરી લેતી તેમજ શાળાનો કોર્ષ વહેલો પૂર્ણ કરી પ્રેકટીસ પેપર લેવાની પઘ્ધતિથી મને સારા માર્કસ લાવવામાં ખુબ જ ઉપયોગી રહી છે. માટીયા નેહા ૯૯.૫૧ પી.આર. સાથે શાળા દ્વિતીય સ્થાન મેળવનાર પિતાજી રીક્ષા ચલાવે છે.
મઘ્યમ વર્ગમાંથી આવતો વિઘાર્થી શેઠ વિવેક કે જે ચાણકય સ્કુલ ધો.૧રમાં ૯૮.૬૭ પી.આર. સાથે ત્રીજો નંબર મેળવેલ છે. જે પોતાના સારા પરિણામનો શ્રેય ચાણકય વિઘામંદિર તથા પોતાના પરિવારને આપે છે.
ફિચડીયા ધ્રુવિ ૯૮.૬૨ પી.આર. સાથે શાળામાં ચોથો નંબર મેળવનાર ધ્રુવિબેન પોતાના સારા પરિણામ અંગે જણાવતા કહે છે કે શાળામાં થતું ડેઇલી રિવિઝન, આચાર્ય દ્વારા થતું સતત કાઉન્સેલીંગ શાળાનું અનુકુળ વાતાવરણ ઉપરાંત મારા વાલી તરફથી મળેલ અમારા અભ્યાસ માટેનું સાનુકુળ વાતાવરણ મારા ઉચ્ચ પરિણામ માટે ઉપયોગી નિવડયું છે.
ફિચડીયા સુહાનીએ શાળામાં પાંચમો ક્રમાંક મેળવી પોતાની ધો.૧ર ની સફર અંગે જણાવતા કહે છે કે હું રોજ ૬-૭ કલાકનું વાંચન કરતી ઉપરાંત શાળાના શિક્ષકોની ટીચિંગ મેથડ એટલી સરસ છે કે તે અમને કલાસમાં તે મુદા યાદ રખાવી દેતા. રાજપરા કિતિકા શાળામાં પાંચમો ક્રમાંક મેળવી પોતાના સારા પરિણામ અંગે જણાવતા કહે છે કે મારી સફળતાનું શ્રેય હું મારી શાળાના શિક્ષકોને આપીશ.