‘અબતક’ની મુલાકાતમાં વિજયભાઈ સગપરીયા કેતનભાઇ રૈયાણી નિલેશભાઈ આસોદરિયા અને નિતેશભાઇ ટીંબડીયા એ આપી વિગતો
ખાનગી શાળામાં સમયસર ફી ન ભરવાના કારણે વિદ્યાર્થીઓના વિવિધ સર્ટિફિકેટ અટકાવનાર શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે
સેતુ રૂપ ભૂમિકા ભજવી સમાધાન કરી ઉકેલ માટે ચાણક્ય ફાઉન્ડેશન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ બનશે મદદરૂપ
ખાનગી શાળામાં સમયસર ફી ન ભરવાના કારણે વિદ્યાર્થીઓને લિવિંગ સર્ટિફિકેટ ના આપનાર શાળા સંચાલકોને વાલીઓ વચ્ચે સેતુ રૂપ ભૂમિકા ભજવી સમાધાન કરી ઉકેલ માટે ચાણક્ય ફાઉન્ડેશન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મેદાને આવ્યું છે આજે અબ તકની મુલાકાતે આવેલા ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ સગપરિયા વિશાલભાઈ રાબડીયા કેતનભાઇ રૈયાણી નિલેશભાઈ આસોદરીયા અને નિતેશભાઇ લીંબડીયા એ જણાવ્યું હતું કે ગુજરાતમાં આર્થિક રીતે નબળા અથવા અનાથ વિદ્યાર્થીઓને ઊંચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ અને તેમની કારકિર્દી બનાવવામાં મદદરૂપ થનાર ચાણક્ય ફાઉન્ડેશન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ખાનગી શાળામાં સમયસર ફી ન ભરવાના કારણે વિદ્યાર્થીઓને લિવિંગ સર્ટિફિકેટ ના આપનાર સારા સંચાલકો અને વાલીઓ વચ્ચે સેતુ રૂપ ભૂમિકા ભજવશે
જરૂરિયાત મત વિદ્યાર્થીઓ માટેની ચાણક્ય વ્યવસ્થા અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે ચાણકય ફાઉન્ડેશન એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ અને નબળા વિઘાર્થઓ માટે અનેક વિધ કલ્યાણકારી પ્રવૃતિઓ કરવામાં આવે છે તેમજ મુખ્ય હેતુ ગુજરાતનમાં આર્થિક રીતે નબળા અથવા અનાથ વિઘાર્થીઓને ઉચ્ચ અભ્યાસાર્થે શિષ્યવૃતિ આપી અને તેમની કારકીર્દી બનાવવામાં મદદરુપ થવાનો છે. મોબાઇલમાં ચણકય ફાઉન્ડેશન એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની એપ્લીકેશન ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી ગુજરાતમાં કોઇપણ વિઘાર્થી શિષ્યવૃતિ માટે અરજી કરી શકે છે તેમજ દાતાઓ પણ ઓનલાઇન દાન આપી વિઘાર્થીઓને સહાયરુપ બની શકે છે.
કોરોના કાળની મહામારી બાદ વિપરીત સમયગાળામાં વાલીઓની આર્થિક પરિસ્થિતિ કથળી ગઇ હોય અને પોતાના કુટુંબનું ભરણપોષણ કરવાના પણ ફાંફા હોય તેમના બાળકોની ફી ચુકવી શકવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય સમયસર ફી ચુકવી શકતા નથી. જેનો ગેરલાભ લઇ ખાનગી સ્કુલ વાળાઓ વિઘાથીનું લીવીંગ સટીફીકેટ તેના વાલીઓને આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દે છે. જેને કારણે વાલીઓ પોતાના બાળકને બીજી સ્કુલમાં પણ એડમીશન નથી અપાવી શકતા.
સ્કુલ લીવીંગ સર્ટીફીકેટના અભાવે બાળકને તેની પસંદગીની શાળામાં અભ્યાસ કરવાથી વંચિત રાખવો એ સ્થાપિત કાયદાથી વિરુઘ્ધ અને મનસ્વી છે, ત્યારે કોઇપણ વિઘાર્થી અને તેના વાલીઓને આ સમસ્યાનો સામનો કરવો પડે તો તેની મદદ માટે ચાણકય ફાઉન્ડેશન એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી જે તે શાળાનો સંપર્ક કરી બાળકનો અભ્યાસ ન બગડે તે માટે પુરતો અને સઘન પ્રયાસ કરવામાં આવશે. શાળા સંચાલકો અને વાલી વચ્ચેના ઝઘડાને કારણે બાળકોને ઘરે ન બેસવું પડે અને તેના ભવિષ્યકોઇ ખરાબ અસર ન થાય તે માટે ચાણકય ફાઉન્ડેશન એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કાયદાકીય રીતે તમામ પ્રયત્નો કરી વિઘાર્થીઓના ભવિષ્ય સાથે ખીલવાડ ન થાય તે માટે વિઘાર્થીઓના વાલીઓ અને ખાનગી શાળા સંચાલકો વચ્ચે સેતુરુપ ભુમિકા ભજવી આ સમસ્યાનો સમાધાનકારી ઉકેલ લાવશે.
ફી ભરવાના વાંકે ઘરે બેસેલા અનુે શાળા તરફથી લીવીંગ સર્ટીફીકેટ ન આપેલ હોય તેવા વાલીઓ ખુલીને મો. નં. 93272 32693 અને મો. નં. 88772 89289 ઉપર સંપર્ક કરવા ચાણકય ફાઉન્ડેશન એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, પ્રમુખ વિજયભાઇ સગણરીયા, મંત્રી વિશાલભાઇ રાબડીયા, સહમંત્રી કેતનભાઇ રૈયાણી, ઉપપ્રમુખ નિલેશભાઇ આસોદરીયા, ખજાનચી નીતેશભાઇ ટીબાડીયા જણાવેલ હતું.