પીપીટી પ્રેઝેન્ટેશન દ્વારા બાળકોમાં રહેલી શુષુપ્ત શકિતોઓને ખિલવવાનો અનેરો પ્રયાસ

ગુજરાતમા: શાળા કક્ષાએ કરેલ પ્રથમ નવતર પ્રયોગ પીપીટી પ્રેઝન્ટેશન કાર્યક્રમ યોજીને બાળકોમાં રહેલી શુષુપ્ત શકિતઓને ખીલવવાનો એક અનેરો પ્રયાસ ચાણકય વિઘામંદીર, કરણસિંહ મેઇન રોડ દ્વારા કરવામાં આવ્યો છે.

તા. ૧૬ એપ્રિલ ૨૦૧૭ ના રોજ માઘ્યમિક અને ઉચ્ચર માઘ્યમિકના તમામ વિઘાર્થીઓ માટે પીપીટી પ્રેઝન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શાળાના તમામ વિઘાર્થીઓએ પોતાના મનપસંદ વિષયો પર Power Point Presentation તૈયાર કરી ઉપસ્થિત વાલીઓ અને અન્ય શ્રોતા ગણો સમક્ષ પોતાની વાત પોતાનો વિષય વિઘાથી પીપીટી દ્વારા પ્રોજેકટ ઉપર પોતે પ્રેઝન્ટ કરશે. વિઘાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા વિષયોમાં અખંડ ભારતના શિલ્પીઓ, પર્યાવરણીય, પ્રદુષણ સ્પેશ શટલ, નેનો ટેકનોલોજી, વૈદિક સાહિત્ય ભારતનો વારસો આપત્તિ અને વ્યવસ્થાપન કાર્યઉર્જા અને પાવર, ગ્રીનહાઉસ અસર, ન્યુકલીયર ઉર્જા, પર્યાવરણ સંતુલન સંસ્કારની શ્રીમંતાઇ, બેન્કીંગ સૌર ઉપકરણો લવયોગ હેન્ડ વગેરે જેવા વિષયો શ્રોતાગણોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશેવિઘાર્થીઓનો ઉત્સાહ  પણ અનેરો છે. શિક્ષકો વાલીઓ પોતાના વિઘાર્થી અને બાળકોને હંમેશા નાના જ ગણતા હોય છે. તેના કારણે મોટે ભાગે બાળકો પર જવાબદારી વાળા કાર્યો આપણા સોંપતા નથી. બાળકો મસ્તીખોર છે. નાના છે જવાબદારી ન લઇ શકે એવી આપણી માન્યતાને ચાણકય શાળાના વિઘાર્થીઓએ ખોટી પાડી છે.

આ પ્રોજેકટ વિઘાર્થીઓમાં આત્મવિશ્ર્વાસ જાગે અને પોતાનું કાર્ય જાતે કરવાનો ઉત્સાહ વધે, નવુ જાણવાની જિજ્ઞાસાવૃત્તિ કેળવાય, એક સ્કીલ ડેવલોપ થાય એવા હેતુથી કરવામાં આવેલ છે. જે ખરેખર સાર્થક થયેલ છે. આ પ્રોજેકટMake in India & Skill Indiaઅંતર્ગત  ચાણકય વિઘામંદીરના બાળકોને એક અમૂલ્ય તક અને પ્રેરણા મળી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.