તળેટી રોડ પર આળોટતા કે દંડવત કરીને દર્શને જતાં ભાવિકોને તકલીફ
નવો રોડ બનાવાય તો હજજારો રાહદારીઓ ને મોટી રાહત મળે
ચોટીલા સૌરાષ્ટ્ર નું મુખ્ય પ્રવેશ દ્વાર છે અને રોજ હજજારો યાત્રાળુઓ ચામુંડા માતા ના દર્શને આવે છે ત્યારે નેશનલ હાઇવે પર આવેલ પોલીસ ચોકી થી માતાજી ના ડુંગર તળેટી સુધી નો રોડ ખુબ જ બિસ્માર અને ઉબડ ખાબડ થઇ જવાના કારણે અહીં રોજ અવર જવર કરતા રાહદારીઓ તથા માતા ના દર્શને આવતા ભક્તો ને ખુબ જ પરેશાની ભોગવવી પડે છે.ત્યારે આ રસ્તો નવો બનાવાય તેવી માંગણી ઉઠી છે. ચોટીલા ના ડુંગર ઉપર બીરાજમાન ચામુંડા માતા ના દર્શને દરરોજ હજજારો દર્શનાર્થીઓ આવતા હોય છે અને ચૈત્રી માસ ની પુનમે , દીવાળી ના તહેવારો દરમ્યાન , તથા અન્ય ધાર્મિક તહેવારો માં બે લાખ થી પણ વધુ માઇ ભક્તો માતા ના દર્શને આવતાં હોય છે.તેવી જ રીતે દર રવીવારે પણ હજ્જારો દર્શનાર્થીઓ અહીં આવે છે. અનેક દર્શનાર્થી ઓ માતાજી ની વિવિધ પ્રકાર ની માનતા રાખતા હોય છે.જેમાં ચામુંડા માતા ના દર્શન જમીન પર આળોટતા આળોટતા કરવાની અને જમીન પર લાંબા થઇ ને દંડવત પ્રણામ કરતા માતા ના દર્શન કરવાની પણ અનેક ભાવિકો માનતા માને છે ત્યારે આ ઉબડ ખાબડ રોડ ના કારણે જમીન પર આળોટતા કે દંડવત કરતા ભક્તો ના હાથની કોણી અને શરીર છોલાતા હોય છે.ત્યારે જો આ ચામુંડા તળેટી રોડ હાઇવે પોલીસ ચોકી થી છેક ડુંગર ના પગથીયા સુધી નો રસ્તો જો નવો બનાવાય તો આ બધી સમસ્યા નો હલ આવી શકે. અને ભક્તો અને આ વિસ્તાર ના દુકાનદારો અને રહીશો ને પણ ખુબ મોટી રાહત મળી શકે.