લિવરપૂલ ક્લબની ટીમને ૩-૧થી હરાવીને સતત ત્રીજી વખત આ સ્પર્ધાની ટ્રોફી જીતી

ચેમ્પિયન્સ લીગ ફૂટબોલ સ્પર્ધાની ફાઇનલમાં સ્પેનની રિયાલ મેડ્રિડ ક્લબે ઇંગ્લેન્ડની લિવરપૂલ ક્લબની ટીમને ૩-૧થી હરાવીને સતત ત્રીજી વખત આ સ્પર્ધાની ટ્રોફી જીતી લીધી હતી. આ સ્પર્ધામાં ટાઇટલની હેટ-ટ્રિક નોંધાવનારી આ પહેલી જ ટીમ છે.રિયાલ મેડ્રિડ વતી ગેરેથ બેલે ૬૪મી અને ૮૩મી મિનિટમાં, એમ ઉપરાઉપરી બે ગોલ કર્યા હતા જે નિર્ણાયક સાબિત થયા હતા.

બેલના બે ગોલ પહેલાં રિયાલ મેડ્રિડ વતી બેન્ઝેમાએ ૫૧મી મિનિટમાં મેચનો પ્રથમ ગોલ નોંધાવ્યા બાદ પંચાવનમી મિનિટમાં લિવરપૂલના સેડિયો મેને ગોલ કરીને સ્કોર ૧-૧થી લેવલ કર્યો હતો. જોકે, ત્યાર બાદ બેલ છવાઈ ગયો હતો.રિયાલ મેડ્રિડની ટીમમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ હતો, પરંતુ તેની હાજરીમાં બેલ સૌથી પ્રશંસનીય રમ્યો હતો.જોકે, રોનાલ્ડોનું આ પાંચમું ચેમ્પિયન્સ લીગ ટાઇટલ છે. આ સિદ્ધિ નોંધાવનારો તે પહેલો ખેલાડી છે. ૨૦૦૮માં તે મેન્ચેસ્ટર યુનાઇટેડ વતી આ સ્પર્ધા જીત્યો ત્યાર પછી રિયાલે જે ચાર વખત આ સ્પર્ધા જીતી છે એ દરેકમાં રોનાલ્ડો રમ્યો હતો.ફ્રાન્સનો ફૂટબોલ-લેજન્ડ ઝિનેડીન ઝિદાન રિયાલ મેડ્રિડનો કોચ છે અને કોચ તરીકે પણ તેનું આ લાગલગાટ ત્રીજું ચેમ્પિયન્સ લીગ ટાઇટલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.