Table of Contents

ગરીબો,પીડિતો શોષિતો, વંચિતો અને ખેડૂતો માટે અનેકવિધ રાહતરૂપ જાહેરાત

વડાપ્રધાન ન૨ેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર્રની ભાજપ સ૨કા૨ના નાણામંત્રી નિર્મલા સીતા૨ામન ધ્વારા સર્વસ્પર્શી અને સર્વવ્યાપી બજેટ આપવા બદલ યોજેરથી અભિનંદન મળી રહ્યા છે. કેન્દ્ર્રની ભાજપ શાસિત સ૨કા૨ની લોકકલ્યાણકારી  અને લોકહીતકારી યોજનાઓનો લાભ  છેવાડાના માનવીને મળી ૨હયો છે ત્યા૨ે નાણાપ્રધાન આ  બજેટથી દેશના અર્થતંત્રનો ઉજળો દેખાવ થશે અને આ બજેટથી દરેક વર્ગ માટે કંઈ ને કંઈ જાહેરાત ક૨વામાં આવી છે ત્યારે ગરીબો, પીડીતો, શોષ્ાથીતો, વંચીતો અને ખેડુતો માટે અનેકવિધ રાહતરૂપ જાહે૨ાતો ક૨વામાં આવેલ છે.આમ કેન્દ્ર સરકારનું બજેટ તમામ વર્ગની આશા આકાંક્ષા પુર્ણ કરનારૂ બની રહેશે.

બજેટ કૃષિ, આર્થિક ક્ષેત્રના વિકાસને  વેગ આપનારૂ : મોહનભાઈ કુંડારીયા

456

સાંસદ મોહનભાઈ કુંડારીયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારના બજેટને આવકારતા કેન્દ્ર સરકાર દ્વારા રજુ કરવામાં આવેલ આ બજેટમાં તમામ વર્ગને રાજી કરવામાં આવ્યા છે. ત્યારે અ બજેટમાં ખેડુતો માટે મોટી યોજનાઓ લાગુ કરવામાં આવી છે. સરકાર દ્વારા કૃષિ યોજનાને લાગુ કરવામાં આવી છે. ત્યારે કૃષિ ક્ષેત્રે ૧૬ મુદ્ાઓનો એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેનો લક્ષ્યાંક ખેડુતોની આવક બમણી કરવાનો છે. તેમજ આ બજેટમાં ઈન્ફ્રામાં રોકાણ ઉપર ૧૦૦ ટકા ડીવીડન્ડ ટેકસછુટ, સ્ટાર્ટઅપ માટે ૨૫ કરોડના ટર્નઓવરની મર્યાદા હવે ૧૦૦ કરોડ રહેશે. વિકાસલક્ષી બજેટ રજુ કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારામનને આપતા મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યુ હતું.

બજેટ દેશના વિકાસ ત૨ફ ઝડપી કદમ માંડનારૂ નીવડશે:ભંડેરી-ભારદ્વાજ

10

ગુજ૨ાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચે૨મેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભા૨ધ્વાજે   વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સ૨કા૨ના  સર્વસ્પર્શી અને સર્વવ્યાપી બજેટ આપવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે કેન્દ્ર્રની ભાજપ શાસિત સ૨કા૨ની લોકકલ્યાણકારી  અને લોકહીતકારી યોજનાઓનો લાભ  છેવાડાના માનવીને મળી ૨હયો છે ત્યા૨ે કેન્દ્ર્રની ભાજપ સ૨કા૨નું આ બજેટ દેશનો આત્મવિશ્ર્વાસ વધા૨નારૂ અને લોકોનું જીવનધો૨ણ સુધા૨નારૂ સાબીત થશે. ત્યારે આ બજેટમાં સમાજના દરેક વર્ગને ૨ાહત આપનારી અનેક જાહે૨ાતો ક૨વામાં આવી છે.

જેમાં શિક્ષણ, આરોગ્ય, ધંધા-વેપા૨, રોજગા૨ ક્ષત્રે અનેકવિધ મહત્વકાંક્ષાથી યોજનાઓ જાહે૨ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર્રની ભાજપા સ૨કારે  સર્વ ક્ષેત્ર દેશનો વિકાસ થાય એ માટે મજબુત કદમ માંડયુ છે.

બજેટમાં દિલ્હી – મુંબઈ વચ્ચે એક્સપ્રેસ હાઈવે, ૨૭ હજા૨ કી.મી. ૨ેલ્વે ટ્રેકનું વિદ્યુતીક૨ણ, ૧પ નવી ટ્રેનની શરૂઆત, વાહન વ્યવહા૨ માટે રૂા. ૧.૭ લાખ કરોડની જોગવાઈ ક૨વામાં આવશે.  સ૨કા૨ ધ્વા૨ા ઉત્પાદન સેકટ૨ પ૨ જો૨ લગાવવામાં આવશે. તેમજ બેન્ક ખાતેદારોને પ લાખ રૂપીયા સુધીની ૨કમનો વિમો પ્રદાન કરી તેમને આર્થિક  સલામતી આપવામાં આવશે. તેમજ આ બજેટમાં દેશભ૨માં ડેટા સેન્ટ૨ પાર્ક બનાવાશે

બજેટમાં દરેક વર્ગની મહત્વકાંક્ષા પૂર્ણ કરવાનો પ્રયાસ: કમલેશ મિરાણી

kamlesh 02

કેન્દ્રિય બજેટને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ આવકારી જણાવ્યુ છે કે આ બજેટ તમામ વર્ગની આશા અને આ કાંક્ષાઓ પરીપુર્ણ કરનારૂ બની રહેશે. વધુમાં જણાવ્યા મુજબ આ બજેટમાં શિક્ષણ ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં આવ્યુ છે. તેમજ હેલ્થ સેકટરના વિકાસ માટે ફાળવણી કરવામાં આવી છે. મેડીકલ ઉપરકરનો  ટેકસ હોસ્પિટલ વિકાસમાં વપરાશે. આયુષ્યમાન યોજના હેઠળ હોસ્પિટલો સ્થાપાશે અને આયુષ્યમાન ભારતને પ્રાધાન્ય આપવામાં આવશે. ઈન્દ્ર ધનુષ યોજનાનો વ્યાપ વધારાશે. તેમજ રેલ્વેમાં ૧૫૦ ટ્રેનોને પીપીપી મોડમાં ચલાવવામાં આવશે જેમાં તેજશ જેવી ટ્રેનો સમાવાશે. ઈન્ફ્રા પર પાંચ વર્ષમાં ૧૦૦ કરોડનું રોકાણ કરવામાં આવશે. તેમજ પાંચ નવા સ્માર્ટ સીટીનું નિર્માણ કરવામાં આવશે. ત્યારે કેન્દ્રની ભાજપ સરકારના આ બજેટમાં માળખાકીય સુધારા પર ધ્યાન આપવામાં આવ્યુ છે. જેનાથી અર્થતંત્રનો પાયો મજબુત થશે.

કેન્દ્રીય બજેટને આવકારતા મનપાના પદાધિકારીઓ

મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર સંયુક્ત યાદીમાં જણાવે છે કે,  નાણામંત્રી નિર્મલા સીતારામનએ દેશના લોકોની આકાંક્ષા-અપેક્ષા પરિપૂર્તિ કરતુ ૨૦૨૦-૨૧નુ બજેટ રજુ કરેલ છે. જેને રાજકોટ મહાનગર પાલિકાના પદાધિકારીઓએ આવકારેલ છે. દેશના સર્વાંગી વિકાસ માટે બજેટ રજુ કરવામાં આવેલ છે તે બદલ દેશના માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ નાણામંત્રી નિર્મલા સીતારામનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે.

આ બજેટમાં ખેતી ગ્રામીણ વિકાસ માટે રૂ.૩ લાખ કરોડ, ટી.બી. હારેગા, દેશ જીતેગા માટે પુરતી બજેટ જોગવાઈ, આયુષ્માન યોજના માટે હોસ્પિટલ, પી.પી.પી મોડેલ હેઠળ નવી હોસ્પિટલ, ઔષધી કેન્દ્ર, સ્વચ્છ ભારત માટે ૧૨,૩૦૦ કરોડની જોગવાઈ, એસ.સી./ઓ.બી.સી. જાતિ વિકાસ માટે ૮૫,૦૦૦ કરોડની જોગવાઈ, પર્યટનનાં વિકાસ માટે ૨૫,૦૦ કરોડની જોગવાઈ આ ઉપરાંત, નવી શિક્ષણનીતિ, સાગરમિત્ર, સ્કીલ ઇન્ડિયા, સ્વાસ્થય સુવિધા, ખેડૂતોની આવક ૨ ગણી થાય તેવા આયોજન સાથે બજેટમાં પુરતી જોગવાઈઓ કરવામાં આવેલ છે.

વિશેષમાં, ઇન્કમ ટેક્સનાં સ્લેબમાં પણ સુધારો કરી રાહત આપવામાં આવેલ છે. જેમાં, ૫ લાખ સુધી ટેક્સ ફ્રી, ૫ થી ૭.૫ લાખની આવક ધરાવતા લોકોને ૧૦%, ૭.૫ થી ૧૦ લાખની આવક ધરાવતા લોકોને ૧૫%, ૧૦ થી ૧૨.૫ લાખની આવક ધરાવતા લોકોને ૨૦%, ૧૨.૫ થી ૧૫ લાખની આવક ધરાવતા લોકોને ૨૫%, તથા ૧૫ લાખથી વધુ આવક ધરાવતા લોકોને ૩૦% ટેક્સ ભરવાની થશે. આમ નવા ટેક્સ દરથી ૧૫ લાખની વાર્ષિક આવકવાળા લોકોને રૂ.૭૮,૦૦૦નો ફાયદો થશે.

નવી રોજગારી, લોકોની આવક વધે, ઔદ્યોગિક વેપાર, શિક્ષણ, રેલ્વેનાં વિકાસ, નવી સડકો, રેલ્વે રસ્તાઓ વિગેરે તમામ ક્ષેત્રોને આવરી લઇ અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધે તે રીતનું નાણામંત્રીએ ૨૦૨૦-૨૧નુ વિકાસલક્ષી બજેટ રજુ કરેલ છે.

કેન્દ્રીય બજેટથી સામાન્ય લોકો નારાજ: વશરામ સાગઠિયા

કેન્દ્રનું બજેટ ૨૦૨૦-૨૧ એ લોકોને લૂંટનારું  બજેટ  છે મોદી સરકારની  ફરી એક વખત લૂંટારૂ તરીકે ની છાપ દેખાય છે ખેડૂતોને ફરી એક વાર ખોટા સપના દેખાડી રહ્યા છે. એલઆઇસી, પીપીએફ  મેડીકલેમ, એનસીસી જેવી સંસ્થાઓમાં  રોકાણો બાદ આપવાનું બંધ કરેલ છે.

સૌરાષ્ટ્રને આ બજેટ થી કોઈ ફાયદો થયો નથી નિર્મલા સીતારામન ના આ બજેટ થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છાપ વધુ ખકરડાઈ છે, આ બજેટ થી સામાન્ય લોકો ખૂબ નારાજ છે નરેન્દ્ર મોદીની છાપ સુધારવાનો મોકો હતો પરંતુ તે મોકો ભાજપ ચુકી છે અને આ બજેટમાં ભાજપની માનસિકતા છતી થઈ છે.

દેશના જી.ડી.પી. માં ઉત્પાદન ક્ષેત્રનું યોગદાન વધારવાના આ બજેટમાં કોઈ જોગવાઈ દેખાતી નથી, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એન્જીનીયરિંગ ઓટો  ઉદ્યગને ૨૮% જીએસટી માં રાહત ન મળતા તેમજ ઘડિયાળ, બ્રાસપાર્ટ ,તેમજ સોના ઉપર ડ્યુટી ન ઘટતાં આ સૌરાષ્ટ્રના મુખ્ય ઉદ્યોગો મંદીની ઝપટમાં વધારે સપડાયેલ છે.

બજેટમાં જાહેર કરેલ કૃષિ ઉડાન તેમજ કિસાન રેલ જેવી યોજના વધારે ખર્ચાળ બની ન જાય તેમજ કૃષિક્ષેત્રના વિકાસની વાતો પરિણામ લક્ષી બને તે જરૂરી છે તેવું રાજકોટ મહાનગરપાલિકા ના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠિયા એ જણાવ્યું છે.

વિવિધ ક્ષેત્રમાં સર્વાંગી વિકાસ સાથેનું કેન્દ્રીય બજેટ: રિતેશ સોની

ગુજરાતનાં ગિફટસિટીમાં ઈન્ટરનેશનલ બુલિયન એકસચેંજ ખુલશે

દેશના પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ચાલતી કેન્દ્ર સરકારના નાણામંત્રી  નિર્મલા સીતારામજી અને રાજ્ય નાણાં મંત્રી અનુરાગ ઠાકુરજી ના નેતૃત્વમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ આવનારા સમયમાં દેશમાં વિવિધ ક્ષેત્રોમાં સર્વાંગી વિકાસ સાથેનું બજેટ બની રહેશે. ખેતી, આરોગ્ય, ઉદ્યોગ, શિક્ષણ, રેલવે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રામિણ વિકાસ અને મધ્યમ વર્ગીય આ બજેટ થકી દેશ નો સર્વાંગી વિકાસ થશે આવકવેરાના નવા સ્લેબમાં કરદાતાઓને ઘણી રાહત અપાઈ છે.

બેન્કોમાં પૈસા જમા કરાવવા માટે ઇન્સ્યોરન્સ કવર ૧ લાખ રૂપિયાથી વધારીને ૫ લાખ રૂપિયા કરી દેવાઇ છે. એટલે કે જો બેન્ક ડૂબે છે તો તમારી ૫ લાખ રૂપિયા સુધીની જમા રકમ સરકાર પાછી આપશે. પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેલલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એકટમાં ફેરફાર કરાશે. તેના અંતર્ગત સરકારી કર્મચારીઓના એનપીએસ ટ્રસ્ટને પીએફઆરડીઆઈથી અલગ કરાશે. તેમાં સરકારની જગ્યા કર્મચારીઓનું જ પેન્શન ટ્રેસ્ટ બનાવાનો અધિકાર અપાશે.

દેશના અભિન્ન અંગ એવા જમ્મુ-કાશ્મીર ના સર્વાંગી વિકાસ માટે ૩૦૭૫૭ કરોડ અને લદ્દાખ માટે ૫૯૫૮૯ કરોડ રૂપિયાની અલગ ફંડની ફાળવણી કરવામાં આવી છે. તે સરાહનીય છે.

સ્વાસ્થ્ય, સુરક્ષા, શિક્ષણ, ઉધોગો, ગ્રામવિકાસ, ખેતી અને ખેડૂતો તેમજ મધ્યમવર્ગીય આ બજેટ ને આવકારી દેશના વડાપ્રધાન, નાણામંત્રી અને તેમની ટીમને દેશનું હિતલક્ષી સર્વાંગી, સર્વસમાવેશક બજેટ રજૂ કરવા માટે ખુબ ખુબ અભિનંદન આપું છું.

અર્થતંત્રને ગતિ પ્રદાન કરનારૂ બજેટ: જયોતિન્દ્રભાઈ મહેતા

સહકારી ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થા, નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપરેટીવ બેંક્સ એન્ડ ક્રેડીટ સોસાયટીના અધ્યક્ષ જ્યોતીન્દ્રભાઇ મહેતા કેન્દ્રિય બજેટ અંગે જણાવે છે કે, મંદીનો માહોલમાં અર્થતંત્રને ગતિશીલ બનાવવાની એક મોટી ઇચ્છા શક્તિઅને ખેડૂતો કે જે અર્થતંત્રનો ખૂબ જ મોટો આધાર છે તેમની આવક બમણી કરવાની ચેલેન્જ અને પાંચમી મોટી આર્થિકસત્તાને આગળ ધપાવવાની ચેલેન્જ વચ્ચે નિર્મલા સિતારામણનું આ બજેટ અર્થતંત્રને ગતિ પ્રદાન કરવાનું બજેટ છે. કિસાન એ અર્થતંત્રનું સૌથી મહત્વનું અંગ છે. તેની આવક વધે તો જ અર્થતંત્રમાં ગતિ આવે. એ સિદ્ધાંતને ધ્યાનમાં લઇ અને કિસાનો માટે જે ૧૬ મુદ્દાઓ તેમને જાહેર ર્ક્યા છે તેના કારણે કિસાનોની આવક બમણી કરવાનો અને અર્થતંત્રને ગતિ લાવવાનો એક મોટો પ્રયાસ આ બજેટી થયો છે.

મેન્યુફેકચરીંગ સેકટર, એસએએમઇ, ટેકનોલોજી અને એજ્યુકેશન સિસ્ટમમાં ગતિ લાવવા માટે એમણે જે પ્રયત્નો ર્ક્યા છે તે નોંધનીય છે. કો-ઓપરેટીવ સેકટરની કરવેરાના દર ઘટાડવાની માંગણી હતી તે સ્વીકારી ૩૩ ટકામાંથી ૨૨ ટકા કરી માંગણી સંતોષી છે, સહકારી ક્ષેત્રમાં કેપીટલ ઉભી કરવા માટેની સ્કીમને મંજુરી આપી છે અને બેકિંગ સેકટરમાં ૧ લાખનો વીમો ૫ લાખનો કરી ડીપોઝીટરોને મોટી રાહત પહોંચાડી છે.

વિશ્ર્વમાં ડેવલપ કન્ટ્રી, અન્ડર ડેવલપ કન્ટ્રી અને ડેવલોપીંગ કન્ટ્રીમાં કોર્પોરેટ રેટમાં સૌથી ઓછો દર રાખી અને કરવેરામાં સરળતા ઉભી કરી અને ભારતે સાચા અર્થમાં ઇઝ ઓઝ ડુંઇગ બિઝનેશ સ્વીકારેલ છે તેવું તેમણે સાબિત ર્ક્યું છે.

પાંચ લાખ સુધી કોઈ ટેકસ નહીં, તે કલ્યાણકારી યોજના: કિશોર કોરડીયા

કેન્દ્ર સરકારનાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને સીનીયર સીટીઝન્સ અગરતો ફકત વ્યાજની આવક છે. સામાન્ય જનતાને રૂા.પાંચ લાખ સુધી કોઈ ટેકસ નહી તે કલ્યાણકારી યોજના છે.

નાના વર્ગ મરણમૂડી ઉપર નિર્ભર આવકવાળો માણસ બેંકોની સધ્ધરતામાં ચિંતા હતી તો ૫ લાખ પાંચ લાખ સુધી સુરક્ષા કવચ આપ્યું છે તો આ સમાજને રાજી કર્યો છે.

શિક્ષણ સ્તરને ઉંચૂ લાવવા ૯૯૩૦૦ કરોડની જોગવાઈથી ખરેખર વિદ્યાર્થી જગતને આશીર્વાદ રૂપ છે., દર્દીઓને રોગમુકત કરવા ૬૯૦૦૦ કરોડ ફાળવી બિમાર આમ જનતાને આરોગ્ય આપી મધ્યમ વર્ગને રાહત આપી છે., ખેડુતોની આવક બમણી કરવા ભવ્ય યોજના ગ્રામ્ય લક્ષી વિકાસ માટે સરકાર ઓળઘોળ થઈ., પરંતુ ભારતનો ઉકળતો ચરૂ પાયાનો પ્રશ્ર્ન બેરોજગારી મંદીનો સચોટ ઉપાય ભાવ વધારા તરફ સચોટ ઉપાય કોઈ સુવેલ નથી.

મોદી સરકારના ખેડૂત લક્ષી બજેટને આવકારતા રાજકોટના કકકડ બંધુઓ

પી.એમ.ફસલ વીમા યોજના હેઠળ ૧૧ હજાર કરોડનો લાભ: સી.એસ.વૈભવ કકકડ

રાજકોટના કોર્પોરેટર સલાહકાર કંપની સેક્રેટરી વૈભવ કકકડ તથા કરવેરા સલાહકાર એડવોકેટ અભિષેક કકકડના મતે નાણામંત્રી સીતારામન દ્વારા રજુ કરેલ બજેટ અંગે ચર્ચા થતા તેમને જણાવેલ કે બજેટમાં ખેડુત. નાના વ્યાપારી અને સાથોસાથ કોર્પોરેટ કંપનીને રાહત અને રાહતના વાયદાઓ આપવામાં આવેલ છે.

સરકાર દ્વારા ખેડુતો માટે આવક વધારવાના ૧૬નવા મુદ્દા આપવામાં આવેલ જેમાં તેમની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાનો વાયદો આપેલ, અન્નદાતા એ ઉર્જાદાતા બને એ માટે તેમને સોલાર સીસ્ટમ ફીટ કરવા આગ્રહ કરેલ તેમજ તેમાંથી ઉત્પન્ન થતી વિજળી સરકાર મહત્તમ ભાવે  ખરીદશે જેથી ખેડુતની આવકમાં વધારો થાય આ સાથે કુર્ષિ માર્કેટમાં ઉદારીકરણ, પી.એમ.ફસલ વીમાં યોજના હેઠળ ૧૧૦૦૦ કરોડનો લાભ નાબાર્ડે અંતર્ગત રીફાયનાન્સ સ્કીમમાં એન.બી.એફ.સીને લોન અપાશે જેથી એન.બી. એફ. સી. એગ્રી લોન આપી શકે, સિવિલ એવિએશન દ્વારા કિસાન ઉડાન સ્થપાશે, રૂરણ ડેવલોપમેન્ટ માટે રૂ.૧.૨૩ લાખ કરોડની ફાળવણી, ઈરીગેશન પ્રોજેકટ માટે રૂ.૧.૬ લાખ કરોડની ફાળવણી, વેલનેસ માટે મિશન, ઈન્દ્ર ધનુસ સ્કીમ, જલજીવન મિશન, સરકાર દ્વારા હર ઘર નળ અને નળમાં જલ જેવા વાયદાઓ અપાયા,આ સાથે  સ્વાસ્થય માટે આયુષ્માન ભારત અંતર્ગત ૨૦,૦૦૦ ખાનગી હોસ્પટલ સાથે જોડાણ, ટી.બી હારેગા દેશ જીતેગા નવું કેમ્પેન જેને અર્ંતગત ૨૦૨૫ સુધીમાં દેશ માંથી ટીબી નાબુદ કરી આપવાનો સંકલ્પ દરેક જીલ્લામાં ૨૦૨૪ સુધીમાં જન ઔષધી કેન્દ્રની સ્થાપના નો લક્ષ્યાંક, રૂ.૩.૬ લાખ કરોડ જલ જીવન મિશનને ફાળવવામાં આવ્યા છે તેને રાજકોટના સી.એસ.અને એડવોકેટ કકકડ બંધુઓએ આવકાર્યુ છે.

કેન્દ્ર સરકારના બજેટમાં કૃષિ વિકાસ માટે અનેક યોજનાઓ: વિજય કોરાટ

ધન્ય લક્ષ્મી યોજના  અંતર્ગત ૧૦૦ જિલ્લામાં પાણી પુરૂં પાડવામાં આવશે

કેન્દ્ર સરકાર દ્વારા રાજુ થયેલ બજેટમાં ખેતી વિકાસ માટે  પુરતું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ છે. ૧.૬ લાખ કરોડ રૂ.ની સિંચાઈ જોગવાઈ સાથે કિસાન  માટે  અને ક યોજના જાહેર કરવામાં આવી છે.

જેમાં કિસાન રેલ, કુર્ષિ ઉડાન યોજના, મહિલા ખેડુત માટે ધન્ય લક્ષ્મી યોજના ૧૦૦ જિલ્લામાં પુરૂં પાણી ખેતી માટે ઉપલબ્ધ કરવાનો લક્ષ, જૈવિક ખેતી દ્વારા ઓનલાઈન માર્કેટિંગમાં વધારો, કુસુમ યોજના તળે ૨૦ લાખ ખેડુતોને સોલાર પમ્પ, ૧૫ લાખ ખેડુતના ગ્રીડ પમ્પને સોલાર સાથે જોડવાનું મધ, માખી ઉછેર કેન્દ્ર વધારવા, પડતર જમીન નવસાધ્ય કરવી, દરેક જિલ્લામાં ગોડાઉન,કોલ્ડ સ્ટોરેજ વધારવા, વીમા રાશિ પુરતી અને સમયસર  ઉપલબ્ધ થાય, ૨૦૨૫ સુધીમાં દૂધ ઉત્પાદન બમણું  કરવું, દિન દયાળ યોજના તળે કિસાન મદદ વધારવી, કિસાન ક્રેડિટ કાર્ડમાં ૧૫ લાખ કરોડનો લક્ષ્ય,કુદરતી ખાતરના વપરાશ વધારવા વિગેરે અનેક વિધ યોજના ખેત ઉત્પાદન વધારવા કરેલ છે.ક્રમશ ભાવ વધારો કૃર્ષિ ઉત્પાદનમાં ચાલુ રહેશે. સહકારી મંડળીના ટેકસ ભારણ ઓછું  કર્યું.

એક લાખ ગામડાને ઓપ્ટિક ફાઈબરથી જોડી દરેક ગામમાં ડેટા સેન્ટર બનાવવામાં આવશે.

આર્થિક મંદીમાંથી માર્કેટને બહાર કાઢનારૂં બજેટ

બજેટને આવકારતું રાજકોટ મશીનરી ડીલર્સ એસો.

રાજકોટ મશીનરી ડીલીર્સ એસોસીએશનને કેન્દ્રીય બજેટને આવકાર્યુ છે. આવકવેરામાં તેઓએ નાણામંત્રીને કરેલ માંગણી મહત્તમ અંશે સ્વીકારવા બદલ પ્રમુખ મનસુખભાઇ પટેલ તથા અશ્ર્વિનભાઇ પટેલે આભાર વ્યકત કર્યો છે. વધુમાં જણાવ્યું કે આવકવેરાના નવેસરથી આવકવેરા દર ઘટાડો કરી સરળ આકારણી પઘ્ધતિ અપનાવી તે બદલ નાણામંત્રી અભિનંદન પાત્ર છે., કરદાતાને નુકશાન ન જાય તે માટે જુના રેઇટ પ્રમાણે અગ ર નવા રેઇટ પ્રમાણે ઓપ્શન આપેલ છે. જે ખુબ જ આવકાર્ય છે., બેંકમાં મુકેલી ડીપોઝીટ પાંચ લાખ સુધીનું કવચ આપ્યું તે ખુબ જ પ્રસશનીય છે, ટર્નઓવરની લીમીટ એક કરોડના ઓડીટની હતી તે પાંચ કરોડની કરવાથી નાના કરદાતાઓ ખુબ જ રાહતની લાગણી અનુભવે છે., બજેટમાં જાહેર થયેલા આર્થિક સુધારો રોજગારી સર્જનને ઉપકારક પુરવાર થશે તેમજ ખેડુતો તથા આમ આદમીની આવક વધારવામાં નિમિત બનશે. એકંદરે બજેટ આર્થિક મંદીમાંથી માર્કેટને બહાર કાઢવા અનેક ક્ષેત્રે પગલા લેવા જરુરી જોગવાઇ કરેલ છે તે ખુબ જ આયકારદાયક છે તેમ અંતમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.