રાજકોટને ક્ધવેશન સેન્ટર ઇનલેન્ડ ક્ધટેનર ડેપો આપવા પર વધુ એક વાર ચેમ્બર દ્વારા અપાયો ભાર
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના પ્રમુખ વી.પી. વૈષ્ણવ, ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રા, નોતમ બારસીયા, ઉત્સવ દોશી, વિનોદ કાછડીયાએ રાજકોટના ઔઘોગિક વિકાસ માટે જરુરી સેવાઓ માટે સરકાર આ રજુઆત સામે સુચનો કરી રાજયના બજેટમાં રાજકોટ માટે ખાસ જોગવાઇની માંગ કરી છે.
રાજય સરકારનું આગામી વર્ષ 2023-24 નું બજેટ રજુ થનાર હોય, વેપાર ઉઘોગકારોના વિકાસને ઘ્યાને લઇ તેઓને પડતી મુશ્કેલીઓ તથા કાયમી નિરાકરણ આવે તે માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા નાણામંત્રી કનુભાઇ દેસાઇ સમક્ષ નીચે મુજબ ના બજેટમા સમાવવા માટે સુચનાો મોકલવામાં આવેલ
સમગ્ર દેશમાં તમામ ટેકસનો એક જ ટેકસ કરવાના નિર્ણયના ભાગરુપે જી.એસ.ટી. નું સરળી કરણ કર્યુ જે સરાહનીય છે. વન નેશન વન ટેકસને ઘ્યાન લઇને ગુજરાત રાજયમાંથી વેપાર ઉઘોગ પરનો વ્યવસાય વેરાો સંપૂર્ણ પણે નાબુદ કરવો.
રાજકોટ ખાતે ક્ધવેન્શન સેન્ટર ફાળવું
રાજકોટ ખાતે ક્ધવેન્શન સેન્ટર ફાળવવા માટે રાજકોટ ચેમ્બરની માંગણી ઘણા સમયથી પેન્ડીંગ છે. પૂર્વ મુખ્યમંત્રીએ પણ આ માંગણીનો સ્વીકાર કરેલ હોય તેમજ અંદાજે આશરે 3ર એકટ જગ્યા નું સ્માર્ટ સીટી એરીયામાં પ્રોવીઝન કરેલ સૌરાષ્ટ્રના વેપાર ઉઘોગને વધુ વેગવંતુ બનાવવા રાજકોટ ખાતે ક્ધવેન્શન સેન્ટરની ફાળવી.
રાજકોટ ખાતે ડિફેન્.સ એરોસ્પેશ ઇન્ડસ્ટ્રી સ્થાપવા બાબત
આંતર રાષ્ટ્રીય કંપનીઓ ભારત ખાતે ડિફેન્સ એરોસ્પેશને લગતી ઉત્પાદીય પ્રવૃતિઓ જેમ કે, એરપ્લેન, એરોસ્ટઠ્રકચર્સ, કમ્પોનેન્ટસ, સિસ્ટમ એસેમ્બલી વિગેરેને વેગવંતી બનાવેલ છે. અમોને દ્રઢ વિશ્ર્વાસ છે. કે રાજકોટ આવી ડિફેન્સ સલગ્ન ઉત્પાદકીય એકમોને સંપૂર્ણત: અને સર્વથા ઉપયોગી થાય તે માટેની તમામ લાયકાતો તથા સુવિધાઓ ધરાવે છે. ફાયદાકારક નીચી ઉત્પાદન કિંમતો, પુરતી ઉત્પાદકીય વિદ્વવતા તથા પ્રાપ્તીને કારણે રાજકોટ આ માટે અતિ પસંદગીનું સ્થળ બની શકે તેમ છે. રાજકોટ ઓટો પાર્ટસના ઉત્પાદનનું હબ ગણાય છે. અને ખુબ જ નજીકમાં આવેલ જામનગરના બ્રાસ પાર્ટસ ઉત્પાદનો સાથે મળીને ઉપરોકત દરખાસ્તને સંપૂર્ણ પણે સિઘ્ધ કરી શકે તેમ છે. આથી તમામ સંજોગોને ઘ્યાને રાખી રાજકોટ ખાતે ડિફેન્સ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી સ્થાપવા કરવા અનુરોધ કરીએ છીએ. સાથો સાથ જમીન મેળવવામાં ગુજરાતના કોસ્ટલ વિસ્તારના તમામ લાભ રાજકોટ જીલ્લાને મળે તો જબરદસ્ત વિકાસ થઇ શકે તેમ છે.
ગુજરાતમાં ઉઘોગકારોને જીઆઇડીસીની જમીન પ0 ટકા રાહત દરે આપવા માંગ
ઔઘોગિક એકમોના વિકાસ માટે જીઆઇડીસી દ્વારા એલોટ કરેલ પ્લોટ નં. એ.એસ.આઇ. 1.6 માંથી ઘટાડીને 1 કરેલ છે. તેને બદલી 1.6 રાખવી તેમજ ગ્રાઉન્ડ ફલોરમાં નવા જી.ડીસી. આર. મુજબ અમલ કરવા. તે ઉપરાંત જીઆઇડીસી માં પ000 મીટરમાં કોમન પ્લોટની જોગવાઇ રદ કરવી અને બાંધકામમાં 13 મીટર હાઇટમાં વધારો કરવા બાબત
રાજકોટ જીલ્લાના દેવગામ – ખીરસરા ખાતેની જીઆઇડીસી નો વ્યાપ વધારવો જરુરી છે
ઉઘોગના સર્વાગી વિકાસને ઘ્યાને લઇ રાજકોટ જીલ્લાના દેવગામ – ખિરસરા ખાતે નવી જીઆઇડીસી ફાળવવામાં આવેલ છે. જે જીઆઇડીસી માત્ર 91 હેટકરમાં જ પ્રસ્થાપીત થયેલ છે.
હાલની વેલ્યુશન પ્રમાણે જીઆઇડીસી ખાતા દ્વારા નવી જીઆઇડીસી સ્થાપવી શક્ય નથી. પરંતુ તેમાં જો સરકાર દ્વારા ઉદ્યોગકારોના હિતને ધ્યાનમાં રાખી ક્ધશેશન રેટ આપવામાં આવે તો ખુબ જ મોટો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બની શકે તેમ છે. તો આ અંગે ઘટતું કરશોજી.
– સમગ્ર રાજ્યમાંથી ટોલટેક્ષને રદ્ કરવા :
સ્ટેટ હાઇવેના ટોલ ટેક્ષ રદ્ હોય અમારી માંગણી છે કે સમગ્ર રાજ્યમાંથી ટોલટેક્ષ રદ કરવા જોઇએ. રાજ્યની જનતાએ હાલ સરકારને ચોક્કસ બહુમતી આપેલ હોય ત્યારે સમગ્ર વેપારી આલમ તથા પ્રજાની લાગણીને ધ્યાને લઇ આપશ્રીની સરકાર દ્વારા રાજ્યની જનતાને ખાસ ભેટ આપી રાજ્યમાંથી ટોલટેક્ષ રદ્ કરવો.
– રાજકોટ ખાતે રૂડાના ચેરમેનની તાત્કાલીક નિમણુંક કરવો :
રાજકોટ શહેરમાં અંદાજે 17 વર્ષથી રૂડાના ચેરમેનની જગ્યા ખાલી હોય તેનો ચાર્જ શહેરના આઇ.એ.એસ. અધિકારી પાસે હોય તેઓ પોતાના કાર્યભારના અભાવે હાજરી આપી શકતા ન હોય જેથી રાજકોટનો વિકાસ અટકી ગયેલ છે. અમદાવાદ-બરોડા-સુરત-ભાવનગર જેવા શહેરોમાં ચેરમેનો હોય તો રાજકોટને કેમ નહી? તો માત્ર રાજકોટને જ આ અન્યાય શા માટે? તેથી રાજકોટ ખાતે રૂડાના ચેરમેનની સત્વરે નિમણુંક કરવો.
– સંકલન સમિતિની રચના કરવો :
કોઇપણ રાજ્યનો વિકાસ કરવા માટે તમામ મોટા શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વિવિધ એસોસિએશનનો કાર્યરત છે. ચેમ્બર કાયમી ધોરણે પારદર્શક તેમજ તટષ્ઠતા પૂર્વક કામગીરી કરે છે. રાજકોટમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના નેજા નીચે વિવિધ એસોસીએશનોને સાથે રાખીને તેમજ કલેક્ટર, પોલીસ કમિશનર, મ્યુનીસીપલ કમિશનર, એમ.ડી.પી.જી.વી.સી.એલ. તેમજ રૂડા અધ્યક્ષની એક સંકલન સમિતિની રચના કલેક્ટર અધ્યક્ષતામાં કરવામાં આવે તેવી ઘટતું કરશો.
– જીએસટી સંકલન સમિતિની રચના કરવો :
ગુજરાત રાજ્ય ઇન્ડસ્ટ્રીયલ હબ હોય તેમજ દેશનું ગ્રોથ એન્જીન હોય વધુ વિકાસની સાથોસાથ નાના-મોટા પ્રશ્ર્નો ઉદ્ભવે આના ઝડપથી નિરાકરણ માટે જીએસટી સંકલન સમિતિની તાત્કાલીક રચના કરવી જોઇએ.
– રાજકોટ ખાતે રામનગર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ઔદ્યોગીક એકમોને ધારાધોરણ મુજબની ફી લઇને રેગ્યુલાઇઝ કરવાની માંગ
શ્રી રામનગર ઇન્ડસ્ટ્રીયલ એરીયા એસોસીએશન દ્વારા રાજકોટ શહેરના સર્વે નં.215 પૈકી જમીન એકર 11-05 ગુંઠાના ઔદ્યોગીક હેતુ માટે નિયમીત કરી આપવા ઘણાં વર્ષોથી માંગણી કરાયેલ છે. જેમાં નાના-મોટા વિવિધ આશરે 250થી વધારે કારખાનાઓ આવેલ છે. તેઓ દ્વારા કલેક્ટરના તા.24-2-1992ના હુકમથી ભવિષ્યમાં ભરવાની દંડની રકમ અન્વયે ઉચ્ચક રકમ સરકારમાં ભરપાઇ કરેલ છે. ઉપરાંત સને 1992માં દબાણનાં કેસો ચાલેલ છે.
– રાજકોટ ખાતે તમામ સુવિધાઓ સાથેનું એમએસએમઇ ભવન બનાવવા :
રાજકોટમાં હાલમાં કાર્યરત તેમજ નવા સ્થપાતા એમએસએમઇ એકમોને વધુ વિકાસ થાય અને દેશ તથા રાજ્યના અર્થતંત્રના વિકાસમાં સહભાગી બની શકે તે શુભ આશય સાથે રાજકોટ ખાતે ઓછામાં ઓછું 1000 ચો.મી.માં તમામ સુવિધાઓ સાથેનું એમએસએમઇ ભવન બનાવવું જરૂરી છે.
– રાજ્યમાં જંત્રીના ભાવ વધતા સ્ટેમ્પ ડ્યુટી 5%ને બદલે 2% કરવા
હાલમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીના ભાવ લગભગ બમણા કરવાની જાહેરાત કરાયેલ અને તેનો તાત્કાલીક અમલ કરવા હુકમ કરવામાં આવેલ છે. તેથી જંત્રીના ભાવ વધતા સ્ટેમ્પ ડ્યુટી 5%ને બદલે 2% કરવા ખાસ અનુરોધ કરીએ છીએ.
– એલ.જી.કેનક્શનની મર્યાદા વધારવા :
ઇન્ડસ્ટ્રીઝમાં વધતા વીજ વપરાશને ધ્યાને લઇને એલ.ટી. કનેક્શનની મર્યાદા 150-200 કેવીએ સુધી કરવી જોઇએ. જો એમએસએમઇ અને એસએમઇનાં રોકાણ અને ઉત્પાદન મુલ્ય સ્લેબમાં વધારો થઇ શકતો હોય તો ઉદ્યોગનાં વિકાસને ધ્યાનમાં રાખીને એલ.ટી. કનેક્શનની મર્યાદા પણ વધારવી જોઇએ.
રાજકોટ કાલાવાડ સ્ટેટ હાઇવે નંબર 23 ની મરામત કરવા માટે રજૂઆતમાં હાઇવે નંબર 23 પર રાજકોટ શહેરની હતી 10 કિલોમીટરના અંતરે આવેલ લોધીકા ઔધોગિક પ્રસાહત શૈક્ષણિક સંસ્થાઓ મનોરંજન કેન્દ્રો પાર્ટી પ્લોટ વગેરેના કારણે રોડ પર સતત ટ્રાફિક રહે છે, આ રોડની મરામત કરવાની જરૂર છે, આ ઉપરાંત નવા રીંગરોડ બે અને રાજકોટ કાલાવારી સ્ટેટ હાઇવે ના ક્રોસિંગ પાસે ફલાઈ ઓવર બનાવવાની જરૂરિયાત પર ભાર આપીને જણાવ્યું હતું કે હાઇવે નંબર 23 ની બંને બાજુએ થયેલ ઝડપી વિકાસના કારણે નવા રીંગરોડ બે કટારીયા ચોકડી રાજકોટ પાસે ખૂબ જ ટ્રાફિક સમસ્યા સર્જાય છે જગ્યા ના ભાવે રોડની પહોળાઈ વધારવાની મર્યાદા ના કારણે રોજ ટ્રાફિક સમસ્યા થાય છે તે માટે ફલાઈ ઓવર બનાવવાની જરૂરિયાત પર ધ્યાન દેવું જોઈએ આ ઉપરાંત ઉદ્યોગોને પૂરું પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા જરૂરી વ્યવસ્થા ઊભી કરવાની માંગમાં ચેમ્બરે રજૂઆત કરી છે કે ઉદ્યોગ અને પૂરતું પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા વ્યવસ્થા ઉભી કરવી જોઈએ આ સાથે સાથે જીઆઇડીસીમાં બાઉન્ડ્રી માર્જિન છોડવા બાદ 50% બાંધકામની મર્યાદા હટાવવી જીઆઇડીસીમાં 5,000 ચોરસ મીટર કે તેથી વધારે મોટા પ્લોટ માં 8% કોમન પ્લોટની જગ્યા છોડવાની જોગવાઈ અને જીઆઇડીસી માં બે પ્લોટ હોલ્ડરની ભાગીદારી પેઢી હેઠળ બંને પ્લોટનું એકત્રીકરણ કરવા ની માંગ પણ ચેમ્બરે દોરાવી છે આ સાથે ઉદ્યોગકારો અને જીઆઇડીસી ના લાભાર્થી કોમર્શિયલ બાંધકામ માં વપરાશની પરવાનગી આપવી જોઈએ સોખડા ગામ આસપાસ વિવિધ વિસ્તાર નવા ગામમાં આવેલ ઉદ્યોગો માં કોમર્શિયલ બાંધકામ ને વપરાશની મંજૂરીના ડાયરામાં લેવા જોઈએ તેમ બને કરેલી વિસ્તૃત રજૂઆતમાં પ્રાકૃતિક ખેતી માટે રાજ્ય સરકારે કરેલી જોગવાઈનો પણ ગુજરાત અને ખાસ કરીને રાજકોટને લાભ મળવો જોઈએ આ ઉપરાંત ચેમ્બર દ્વારા રાજકોટ શહેર માં નર્મદા ડેમના પાણી પર નિર્ધારિત હોય પાણીના કાયમી નિરાકરણ માટે કુવારવા રોડ પર બેટી ગામમાં આવેલ નદી ઉપર આજે એક જેવો વિશાળ ડેમ બાંધવાની મંજૂરી આપવાની માંગ કરી છે અને રાજકોટના પાણીની કાયમી સમસ્યા દૂર કરવા માટે આજુબાજુના ખેડૂતોની ખેતીની જમીન સમૃદ્ધ કરવા માટે આજે જ એક જેવો વિશાલ ડેમ બાંધવાની મંજૂરીની સાથે સાથે આજે એક અને ન્યારી એકમાંથી સંપૂર્ણપણે કાપ કાઢવા અને ખેતર સુધી લઈ જવા માટે ખેડૂતોને પ્રોત્સાહન આપવાથી બંને ડેમો ની ઊંડાઈ વધે અને રાજકોટની પાણી સમસ્યા દૂર થાય સહિતની અનેક માગણીઓ ચેમ્બરે સરકાર સમક્ષ મુકી છે