વિવિધ પ્રશ્નો સંદર્ભે ઉદ્યોગ કમિશ્નરે હકારાત્મક અભિગમ દાખવ્યો
રાજય સરકારના ઉદ્યોગ ડિપાર્ટમેન્ટ દ્વારા આગામી વાઈલન્ટ ગુજરાત સમિટ -2024 આયોજનના પુર્વ તૈયારીના ભાગરૂપે અને નવી પ્રોત્સાહન યોજનાઓના ઘડતર જેવી અગત્યની કામગીરી કરવા અને વખતો વખત સરકારને થયેલ કામગીરી અંગે રીપોર્ટ કરવા માટે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ કમિટિની રચના કરવામાં આવેલ છે . જેમાં સમગ્ર – સૌરાષ્ટ્રમાંથી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખતુ વી.પી. વૈષ્ણવની નિમણુંક કરાયેલ છે .
આ Special Task Force Committee કમિટિની પ્રથમ મિટીંગ તા.7 ના રોજ અધિક ઉદ્યોગ કમિશ્નર આર્યાની અધ્યક્ષતામાં , ઉદ્યોગ ભવન , ગાંધીનગર ખાતે યોજવામાં આવેલ હતી . આ મિટીંગનો મુખ્ય ઉદ્દેશ આગામી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ -2024 ની પુર્વ તૈયા 2ી ક 2 વા તેમજ ઔદ્યોગીક નિતીમાં ફેરફાર કરવા માટે કમિટીના સભ્યો પાસેથી સુચનો માંગવામાં આવેલ હતા . જેમાં રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ ઉપસ્થિત રહી વેપાર – ઉદ્યોગના વિવિધ પ્રશ્નોની રજુઆત ધ્યાને મુકેલ હતી .
રાજકોટ – સૌરાષ્ટ્રનું પાટનગર હોય રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા વર્ષ 2016 માં પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલજીની ઉપસ્થિતીમાં વાઈબ્રન્ટ સૌરાષ્ટ્રનું આયોજન ક 2ેલ હતું અને તેને ખુબ જ સારી સફળતા મળેલ હતી . સૌરાષ્ટ્રના મુખ્ય મથક તરીકે રાજકોટ શહેર ઓટોપાર્ટસના હબ તરીકે જાણીતું છે તથા આસપાસના શહેરો જેવા કે જામનગર બાસ પાર્ટસનું હબ છે જયા 2ે મો 2 બી સીરામીક સમગ્ર વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે . ત્યારે આ વખતનું વાઈબ્રન્ટ ગુજરાત જે 4 – ઝોનમાં યોજાવવાનું નકિક કરેલ છે . તેમાં રાજકોટ ખાતે વાઈબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવું તે સમગ્ર સૌરાષ્ટ્ર માટે વિશેષ બાબત ગણાશે .
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રજુ કરાયેલ પ્રશ્ર્નો અંગે અધિક ઉઘોગ કમિશ્નર આર્યાએ હકારાત્મક અભિગમ દાખવી આ અંગે તાત્કાલીક વિચારણા કરી યોગ્ય કરવા ખાત્રી આપેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.
માઈક્રો, સ્મોલ મિડીયમ અકમોને કેપીટલ ઈન્વેસ્ટમેન્ટ સબસીડીની સહાય મર્યાદા વધારવી
ગુજરાત માં આશરે 4 લાખથી પણ વધુ MSME એકમો કાર્યરત છે અને નવા પણ સ્થપાઈ રહ્યા છે . રાજય સરકાર દ્વારા નવી ઔદ્યોગીક નિતી -2022 અમલમાં મુકેલ હોય જેમાં માત્ર માઈક્રો યુનીટોને (1 કરોડ સુધીના રોકાણકારોને ) જ કેપીટલ ઈન્વેસ્ટમેન્ટ સબસીડી 10 / મળવાપાત્ર થાય છે . જયારે પાછળની તમામ ઔદ્યોગીક પોલીસીઓમાં માઈક્રો, સ્મોલ અને મિડીયમ એકમોને કેપીટલ ઈન્વેસ્ટમેન્ટ સબસીડી મળવાપાત્ર થતી હતી . વધુમાં અન્ય રાજયોની પોલીસીમાં તેના નિતિ નિયમો મુજબ કેપીટલ ઈન્વેસ્ટમેન્ટ સબસીડીની ટકાવારી આપણાં ગુજરાત રાજય કરતા વધુ જણાઈ રહી છે . તો ગુજરાતને જ આવો અન્યા શા માટે ? વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને સાર્થક ક 2 વા તેમજ ગુજરાતના ઉદ્યોગકારોનો વધુ વિકાસ થાય અને અર્થતંત્રમાં સહભાગી બની શકે તે માટે નવી ઔદ્યોગીક નિતીમાં ફેરફાર કરી ગુજરાત રાજયના તમામ માઈક્રો , સ્મોલ અને મિડીયમ એકમોને કેપીટલ ઈન્વેસ્ટમેન્ટ સબસીડી મળવાપાત્ર થાય તેમજ આ કેપીટલ ઈન્વેસ્ટમેન્ટ સબસીડીની અપર લીમીટ 30 લાખ સુધી વધારી આપવી.
ક્ન્વેન્શન સેન્ટર ફાળવવા માંગ
રાજકોટ ખાતે ક્ધવેન્શન સેન્ટર ફાળવવાની માંગણી ઘણા સમયથી પેન્ડીંગ છે . પુર્વ મુખ્યમંત્રીએ આ માંગણીનો સ્વીકાર કરેલ હોય તેમજ અંદાજે આશરે 32 એકર જગ્યા નું સ્માર્ટ સીટી એરીયામાં પ્રોવીઝન કરેલ હોય આ અંગે તાત્કાલીક નિર્ણય લઈ સૌરાષ્ટ્રના વેપા 2 – ઉદ્યોગને વધુ વેગવંતુ બનાવો એવી અમારી માંગણી સ્વીકારી રાજકોટ ખાતે ક્ધવેન્શન સેન્ટર ફાળવી આ પ્રશ્ન અતી સેન્સીટીવ હોય તાત્કાલીક અશરથી ઘટતું કરવું .
ડિફેન્સ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રી સ્થાપવા જંત્રીના 25%ના દરે જમીન ફાળવવા
રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર હોય , સૌરાષ્ટ્રમાં આશરે 1500 MSME ઈન્ડસ્ટ્રીઝ ફોજીંગ તેમજ કાસ્ટીંગ ( ફાઉન્ડ્રી ) આવેલ છે . જેમાંથી આશરે 250 યુનિટો ડિફેન્સ અને એરોસ્પેસ સાથે ડાયરેકટ અને ઈનડાયરેકટ જોડાયેલ છે . હાલના ડિફેન્સ અને એરોસ્પેસ પોલીસીમાં જંત્રીનો દર 5 % હોય તેમજ જંત્રીના દર ઓલમોસ્ટ ડબલ થઈ ગયેલ છે તો 50 % વાળો દર 100 % જેવો થઈ રહયો છે . જો રાજકોટમાં ડિફેન્સ અને એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીને બુસ્ટ આપવું હોય તો રાજકોટ ખાતે ડિફેન્સ અને એરોસ્પેસ ઈન્ડસ્ટ્રી સ્થાપવા માટે જંત્રીના 25 % ના દરે તાત્કાલીક જમીન ફાળવવી ખાસ જરૂરી છે.
ગુજરાતની નવી ઔદ્યોગીક નિતી અંતર્ગત તાલુકાઓની કેટેગરીમાં ફેરફાર કરવા અંગે
ગુજરાતની નવી ઔદ્યોગીક નિતીમાં તાલુકાઓની કેટેગરીમાં ફે 2 ફા 2 ક 2 વો ખુબ જ જરૂરી છે . હાલની પોલીસીમાં કેટેગરી 1 , 2, 3 પ્રમાણે સબસીડી અને વ્યાજ સહાય આપવામાં આવે છે . જેના કારણે ઘણા તાલુકાઓને અન્યાય થતો હોય તેવું જણાય છે. આમ જે અગાઉની પોલીસી મુજબ કોર્પોરેશનની હદની અંદર અને કોર્પોરેશનની હદની બહાર આવતા એકમોને સબસીડી અને વ્યાજ સહાય મળવા પાત્ર થતી હતી તે મુજબ ફેરફાર કરવો.