ચેમ્બર દ્વારા જીએસટી કાયદામાં સુધારા વધારા કરવા કરેલી રજુઆતને મળી સફળતા

તાજેતરમાં ઓકટોબર મહિનાના અંતમાં ગ્રેટર રાજકોટ ચેમ્બર તથા કોમર્શીયલ ટેક્ષબાર એસો. દ્વારા જીએસટી કાયદા અંતર્ગત રીટર્ન પત્રક ભરવા અંગે પડતી મુશકેલી અંગે સીજીએસટી તથા એસજીએસટી કચેરીના હેલ્પ ડેસ્ક પર હલ્લાબોલ આંદોલન કરવામાં આવ્યું હતુ તે અનુસંધાને તાજેતરમાં ગુજરાત ટેક્ષ બાર એસો. તથા રાજયનાં વેપારી પ્રતિનિધિઓ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મીટીંગનું અયોજન કરવામાં આવ્યું અને આ મીટીંગ દરમ્યાન તેઓએ સર્વે વેપારીઓને જણાવ્યું હતુ કે જીએસટી કાઉન્સીલની ૨૩ મી મીટીંગ મળનાર હોય ત્યાં સુધી રાહ જોવા અને વેપારીઓની માંગણી સંતોષવા ખાતરી આપી હતી.

૨૩મી જીએસટી કાઉન્સીલની મીટીંગ મળતા કુલ ૧૭૦ પ્રકારની ચીજ વસ્તુઓના દર ૨૮ ટકામાંથી ઉતારી રાહત જાહેર કરવામાં આવી તેમજ દોઢ કરોડથી નીચેના ટર્નઓવર ધરાવતા વેપારીઓને દર માસે પત્રક ભરવાને બદલે ત્રીમાસીક પત્રક ભરવા તેમજ જુદા જુદા પ્રકારનાં પ્રક્રિયાક્રિય ફેરફારો કરી રાહત જાહેર કરવામાં આવી છે. જે વેપારીઓને તથા કરવેરા નિષ્ણાંતોને મહદઅંશે રાહત રૂપ બની રહી છે. જે ને આવકારવામાં આવી છે.

આ તકે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, નાણામંત્રી અરૂણ જેટલી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ના. મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ તથા જીએસટી કાઉન્સીલનાં સચીવ હસમુખ અઢીયા અને કમિશ્નર પી.ડી. વાઘેલા વગેરે પદાધિકારીઓ તથા અધિકારીઓનો આભાર વ્યકત કર્યો છે.

તેમ ગ્રેટર ચેમ્બરનાં ઉપપ્રમુખ રાજીવભાઈ દોશી તથા ઈન્ચાર્જ મંત્રીક ઈશ્ર્વરભાઈ બ્રાંભોલીયાની યાદીમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.