રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર હોય . રાજકોટ સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગકારો , આમ જનતા રાજકોટથી મુંબઈ અવાર નવાર પોતાના ધંધાર્થે તેમજ આરોગ્યલક્ષી સારવાર મેળવવા મુસાફ2ી કરતા હોય છે . અને દિનપ્રતિદિન મુસાફરોની સંખ્યા વધતી જાય છે. હાલ રાજકોટ એરપોર્ટ ઉપર એપ્રન સુવિધા ઉપલબ્ધ હોય હાલ પાંચ ફલાઈટ લેન્ડીંગ થઈ શકવાની ક્ષમતા હોય તેમજ રાજકોટથી સવારે 6-00 વાગ્યે મુંબઈ જતી એરઈન્ડીયાની ઘણા સમયથી ફલાઈટ બંધ થતા વેપારીઓને તેમજ મુસાફરોને પરાવાર મુશ્કેલી પડે છે.
રાજકોટથી મુંબઈ સવારે જઈ સાંજે 52ત ફ2વાવાળો વેપારી વર્ગ ધણો વધારે હોય તેમજ મુંબઈ એરપોર્ટ પર એર ઈન્ડીયા માટે આ સ્લોટ ખાલી હોય તાત્કાલીક રાજકોટ – મુંબઈ એર ઈન્ડીયાની સવારની ફલાઈટ ચાલુ કરવી . જો એરઈન્ડીયા આ સ્લોટ ચલાવવા ન માંગતું હોય તો બીજી એરલાઈન્સને આ સ્લોટ તાત્કાલીક ફાળવી સવારની ફલાઈટ ચાલુ કરવી , જેથી વેપાર ઉદ્યોગમાં પણ વૃધ્ધિ થશે તેમજ આમ પબ્લીકને પણ સુવિધા મળી રહે તો હાલમાં રાજકોટ મુંબઈ સવારની એકપણ ફલાઈટ નથી તો આ અંગે તાત્કાલીક ઘટતું કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા કેન્દ્રીય ઉડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયા , સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સમક્ષ રજુઆત કરવામાં આવેલ છે .