• ચેમ્બર ઓફ કોર્મસ- બેંક ઓફ બરોડા ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્ષપોર્ટનો માર્ગદર્શન સેમીનાર યોજાયો
  • નિકાસકારોના આર્થિક વિકાસ અને સમસ્યાનો ઉકેલની વિસ્તૃત ચર્ચા વિચારણા થઇ\

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્ષપર્ટ ઓર્ગેનાઈઝેશન  તથા બેન્ક ઓફ બરોડાના સંયુક્ત ઉપક્રમે સેમીનારનું તા.30-6-2022, ગુરૂવારના રોજ ધી ઈમ્પિરીયલ પેલેસ,  રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ. જેમાં બહોળી સંખ્યામાં નિકાસકારો ઉપસ્થિત રહયા હતા. આ મિટીંગમાં  સંસદ સભ્ય રામભાઈ મોકરીયા, રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ, ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા,  નૌતમભાઈ બારસીયા, ફીઓના રીજીઓનલ ચેરમેન નંદકિશોર કાગલીવાલ, વાઈસ પ્રેસીડેન્ટ ખાલીદ ખાન, ડીજી એન્ડ ડો.અજય સહાય, બીસ્નોઈભાઇ , જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના  કે.વી. મોરી, બેન્ક ઓફ બરોડાના જનરલ મેનેજર અને ઝોનલ હેડવિજયકુમાર બસેઠા,  વિકાસ પ્રસાદ તથા સીજીએસટી જોઈન્ટ કમિશ્નર રાજેશ નાગોરા સાહેબ ઉપસ્થિત રહી ઉદ્યોગકારોને જાણકારી માર્ગદર્શન આપેલ.

RCCI FIEO SEMINAR PHOTO

મિટીંગના પ્રારંભે ફીઓના રીજીઓનલ ચેરમેન  નંદકિશોર કાબલીવાલ અને વાઈસ પ્રેસીડેન્ટ ખાલીદખાન દ્વારા ઉપસ્થિત સૌ ે આવકારેલ. રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી વી. પી. વૈષ્ણવએ રાજકોટ-સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતી 68 વર્ષ જુની વરિષ્ઠ મહાજન સંસ્થાની કામગીરી અને વિશાળ કાર્ય ફલક અંગે જાણકારી આપી. રાજકોટ ચેમ્બર દ્વારા હરહંમેશ વેપાર-ઉદ્યોગના પ્રશ્નોને વાચા આપવા તત્પર રહે છે અને તેઓના પ્રશ્નોનું કેન્દ્ર-રાજય સરકારમાં રજુઆત કરી નિરાકરણ લાવવા પ્રયાસો કરવામાં આવે છે.

જીલ્લા ઉદ્યોગના જનરલ મેનેજર મોરી  દ્વારા રાજય સરકાર દ્વારા ઉદ્યોગકારોને ખુબજ પ્રોત્સાહીત કરવામાં આવી રહયા છે અને તેઓના ધંધામાં વધુને વધુ વિકાસ થાય તે માટેની ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ પોલીસી અંગે વિસ્તારપૂર્વક પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપેલ.

Untitled 2 3

મિટીંગમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત સંસદ સભ્ય રામભાઈ મોકરીયા દ્વારા  આ   ઉદ્યોગકારોને પ્રોત્સાહીત કરતા જણાવેલ કે હું પણ પોતે એક બિઝનેશમેન છું એટલે ધંધામાં કેવી કેવી મુશ્કેલીઓ પડે તે સમજી શકું છું તેથી આપ સૌ વેપાર-ઉદ્યોગકારોને કોઈપણ સમસ્યા કે પ્રશ્નો હોય તો વિના સંકોચે રાજકોટ ચેમ્બરના માધ્યમથી રજુઆત મોકલી આપવી અને તેનું યોગ્ય અને ચોકકસ પણે નિરાકરણ લાવવા પ્રયાસ કરીશું બેન્ક ઓફ બરોડાના જનરલ મેનેજર અને ઝોનલ હેડ  વિજયકુમાર બસેઠા દ્વારા બેન્ક ઓફ બરોડા દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાની જાણ કરી ખાસ કરીને નિકાસકારોને Export Finance A“¡ Export Credit MSME  અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપેલ અને  ECGC બ્રાન્ચ હેડ શ્રી વિકાસ પ્રસાદ દ્વારા નિકાલ ક્ષેત્રને પડકારો અંગે જાણકારી આપવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.