ચેમ્બર ઓફ કોમર્સમાં હાલ ચાલતી આંતરીક ખેંચતાણી વ્યીત સભ્યોએ રાજીનામા ધરી દેતા વેપારી આલમમાં ખળભળાટ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ પદે સમીરભાઈ શાહની નિયુક્તિ કરવામાં આવતા સેક્રેટરી પદેી રાજીનામુ આપી દેનાર ઉપેનભાઈ મોદીએ આજે ચેમ્બરના કારોબારી સભ્યપદેી પણ રાજીનામુ ધરી દીધું હતું. સાો સા સુનિલ વોરાએ પણ ચેમ્બરની કારોબારી સભ્યપદેી રાજીનામુ આપતા વેપારી આલમમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના કારોબારી સભ્યપદેી રાજીનામુ આપતા પત્રમાં ઉપેનભાઈ મોદી તા સુનિલભાઈ વોરાએ જણાવ્યું હતું કે, હાલના સમયમાં ચેમ્બરમાં આંતરીક ખેંચાણ ચાલી રહી છે. જેનાી અમે ખુબજ વ્યીત છીએ. ચૂંટણી દરમિયાન વેપારીઓને અને ઉદ્યોગ ગૃહોને આપેલા વચનો મુજબ અમે કાર્ય કરી શકીએ તેમ લાગતું ની જેના કારણે કારોબારી સભ્યપદેી રાજીનામુ આપીએ છીએ. અમે છેલ્લા એક દાયકા કરતાી પણ વધુ સમયી સતત સક્રિય છીએ અને વેપારીઓના પ્રશ્ર્નોની સતત ચિંતા કરતા આવ્યા છીએ. ચેમ્બરની એક પણ કારોબારી મીટીંગમાં કયારેય અમારી ગેરહાજરી રહી ની જે ચેમ્બરના ૬૦ વર્ષના ઈતિહાસમાં એક રેકોર્ડ છે. રાજકોટના વેપારીઓએ અમારી પર મુકેલા વિશ્ર્વાસને ચરિર્તા કવા માટે સતત કમરકસી છે.
અમે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ છીએ. કોઈ વ્યક્તિના નહીં. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી ચેમ્બરની વર્તમાન કારોબારીમાંી અમે સભ્યપદેી રાજીનામા આપીએ છીએ. ઉપેનભાઈ મોદી તા સુનિલભાઈ વોરાએ કારોબારી સભ્યપદેી રાજીનામા આપ્યા બાદ તેઓને હોદ્દાની ‚એ આપેલા વિઝીટીંગ કાર્ડ પણ ચેમ્બરની ઓફિસમાં જમા કરાવી દીધા હતા.