• આગામી સમયમાં વધુ સારી સેવા ગ્રાહકો તેમજ ઉદ્યોગકારોને મળી રહે તે માટે પીજીવીસીએલ સંકલ્પ બધ્ધ

અબતક,રાજકોટ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શહેરના વિવિધ એસોસીએશનોને સાથે રાખી પીજીવીસીએલ મેનેજીંગ ડિરેકટ એમ.જે દવે, જેટકોના મેનેજીંગ ડિરેકટર ઉપેન્દ્ર પાંડે, પીજીવીસીએલના ચીફ એન્જીનિયર લાખાણી, જેટકોના ચીફ એન્જીનિયર એન. જે. રાડોઠ, જીયુવીએનએલના ડાયરેક્ટર (ટક)એચ.પી. કોઠારી , અધિક્ષક ઈજને રઓ તથા વિવિધ સબ ડિવીઝનના અધિકારીઓ સાથે વિજળીને લગતા વિવિધ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા પીજીવીસીએલ, કોર્પોરેટ ઓફિસ, લક્ષ્મીનગર, રાજકોટ ખાતે મિટીંગ યોજવામાં આવેલ. જેમાં બહોળ સંખ્યામાં વિવિધ એસોસીએશનના હોદેદારો તથા અરજદારો હાજર રહયા હતા.

મિટીંગના પ્રારંભે પીજીવીસીએલના ચીફ એન્જીનિયર લાખાણી દ્વારા સૌને આવકારી પીજીવીસીએલ દ્વારા પુરી પાડવામાં આવતી સવલતો-સ્કિમો તથા આગામી સમયમાં વધુ સારી વિજળીને લગતી સેવાઓ ચાહકો તેમજ ઉદ્યોગકારોને મળી રહે તે અંગે પાવર પોઈન્ટ પ્રેઝનટેશન દ્વારા માહિતી પુરી પાડેલ.

જેટકોના મેનેજીંગ ડિરેકટર ઉપેન્દ્ર પાંડે એ રાજકોટ ચેમ્બર તથા વિવિધ એસોસીએશનો સાથે મિટીંગ યોજવા બદલ ખુશી વ્યકત કરી જેટકો દ્વારા ગુજરાતના ડિસ્કોમને જે સેવા પુરી પાડવામાં આવે છે તે બાબતે તેમજ જેટકો પોતાની કામગીરીને વધુ સુદ્રઢ બનાવી આવનારા વર્ષ 2032 રોડ મેપ અંગે પાવર પોઈન્ટ પ્રેઝનટેશન દ્વારા માહિતી પુરી પાડેલ.

1 5

રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવએ જણાવેલ કે રાજકોટ ચેમ્બર હરહંમેશ વેપાર-ઉદ્યોગકારો અને આમ જનતાની સાથે રહી તેઓના ઉદભવતા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા માટે અગ્રેસર રહે છે. અમારી પાસે વેપાર-ઉદ્યોગકારો, અને આમ જનતાને વીજળીને લગતી ઘણી ફરીયાદો હોય તેને ધ્યાનમાં લઈ શહેરના વિવિધ એસોસીએશનોને સાથે રાખીને આ મિટીંગનું આયોજન કરેલ છે. રાજકોટ સૌરાષ્ટ્રનું હબ હોય તેમજે એમએસએમઈનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહયો છે. જેટકોના વર્ષ 2032 રોડ મેપને સાર્થક કરવામાં અમો સૌ ઉદ્યોગકારો સંપુર્ણ સહયોગ આપવા તૈયાર છીએ. પરંતુ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ઉદ્યોગકારોને વધુ સારી સુવિધા મળી રહે તે માટે પ્રયાસ હાથ ધરવા જોઈએ. આ મિટીંગમાં રજુ થનાર મહતમ પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય તે માટે આશા વ્યકત કરેલ.
ડિવીઝન/સબ ડિવીઝનમાં રેવન્યુ સર્વે નં. ની ટ્રસ્ટીએ સીમાંકન કરવામાં આવેલ હોય જેથી ગ્રાહકોની સાર સંભાળની પ્રક્રિયાઓ ખૂબજ જટીલ મોંઘી અને સમયસર મળી શકતી નથી જે સુધારવું ખૂબજ જરૂરી છે. જેથી બ્રાઉન્ડ્રી એરીયા ફીઝીકલ રોડ, રેલ્વે લાઈન, હાઈવે ડેમના હિસાબે ફીડર ચલાવવા તથા ફેરફાર કરવાની સતા ડિવીઝન અને સબડિવીઝનને આપવામાં આવે જેથી કારણે ફિડરનું ક્રોસીંગ ઘટશે. અકસ્માતો ઘટશે અને પાવર રિસ્ટોર અને ગ્રાહકોની સમસ્યાનું નિરાકરણ વ્હેલાસર થશે અને ડીસકોમને ખર્ચનું ભારણ ઘટશે.

મેમરી વીસીબી ટીમે એસસીઆર 11 કેવી ફિડર 4000 કેવીએ સુધી જ મંજુરી આપે છે જેમાં 1250 એએમપીવીસીબવી પેનલ તથા ટીએએસસીઆર ડીઓજી ક્ધડકટર કેબલ ની કેપેસીટી પુરતી હોય તેની કેપેસીટી 5000 કેવીએ સુધી આપવા જોગવાઈ કરવી.

ચેમ્બર દ્વારા વિજળીને લગતા પુછેલા પ્રશ્ર્નો :

વિકસતા જતા રાજકોટ શહેરમાં રીંગ રોડ – 2 ના સરાઉન્ડીંગ એરીયામાં મલ્ટી સ્ટોરી બિલ્ડીંગ, સુખાકારીની સવલતો, અને ઈન્ડસ્ટ્રીયલ ઝોન ખુબજ ઝડપથી વિકસી રહેલ હોય જેમા આશરે 500 એમડબલ્યું જેવો લોડ નજીક ભવિષ્યમાં જોડાઈ શકે તેમ હોય માટે વ્હેલાસર 33કેવી સીસ્ટમના અમલની શરૂઆત થાય. જેથી મોટા બીલ્ડીંગ પ્રોજેકટ, મોટી ઈન્ડસ્ટ્રીઝ અને સુખાકારીના પ્લાન્ટોમાં જગ્યા મળી શકે.

મોટા ભાગના સબ સ્ટેશન આઉટ સોર્સીગથી ચાલતા હોવાથી આજુબાજુ વિસ્તારના લોકોનું ન્યુસન્સ પરમીશન વિના સબસ્ટેશનમાં ઘુસીને લાઈન ચાલુ/બંધ કરાવવી જેવી અનઅધિકૃત પ્રક્રિયા થતી હોય જેથી ત્યાં જેટકો દ્વારા કાયમી માણસો મૂકી આ એરીયાને પ્રતિબંધીત એરીયા જાહેર થાય તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે.

ડેડીકેશન ઓફ પાવર (ડીઓપી) નો વ્યાપ વધારવો જેમ કે 10 એમવી, 8 એમવી અને તેથી નીચેના કનેકશનોમાં સર્કલ અને ડિવિઝન કક્ષાએ બધી જ પ્રોસેસ પુર્ણ થતા કામ કરવાની સરળતા રહેશે, ઓપશન-2 ના કેસમાં ઓપશન-2એ ઘણીવાર જેટકો કે ડીસકોમ દ્વારા કામગીરી ડીલે ના હિસાબે ગ્રાહકો સ્વીકારવા માટે પસંદગી કરતા હોય છે. સાથે સાથે ડીસકોમ દ્વારા 15% સુપરવીઝન ચાર્જ વસુલતા હોય છે. જેમા ફીડરની માલીકીતો ડીસકોમની રહેતી હોય છે. તેમ છતા નાના-મોટા ડિસ્યુટમાં ડીસ્કોમ દ્વારા કયારેય જવાબદારી કે મદદરૂપ થતા નથી. જયારે ઓથોરીટી તરીકે ડીસ્ટ્રીક મેજીસ્ટ્રેડ બોર્ડ નીગમ, સરકારી કે અર્ધસરકારીમાં રજૂઆત-ફરીયાદ કે અરજી જેવી પ્રક્રિયાની જવાબદારી સ્વીકારીને મદદરૂપ થયું જોઈએ.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.