હર ૨૫ ડિસેમ્બર જીને કી નઈ સીડીર્યાં ચઢતા હું..પૂર્વ વડાપ્રધાન કવિ હૃદય અટલ બિહારી બાજપેયીજીનો કાલે 25 ડીસે. જયંતી છે. અટલજીનો આજે ૯૮મો જન્મદિવસ છે. અટલજી આજે આપણી વચ્ચે નથી પરંતુ કર્મ અને કવિતા સ્વરૂપે આપણી વચ્ચે કાયમી જીવંત રહેશે. તેમણે પોતાના વ્યક્તિત્વ,કર્તૃત્વ અને નેતૃત્વની સાથે દેશની જનતાના હ્યદયમાં રાજ કર્યું છે.
અટલ બિહારી બાજપેયીજીનો જન્મ
અટલજી પોતાના જન્મદિવસે એમ કહેતાં કે,
હર ૨૫ ડિસેમ્બર જીને કી નઈ સીડીર્યાં ચઢતા હું,
નયે મોડ પર ઔરો સે કમ,સ્વયં સે જ્યાદા લડતા હું,
અટલ બિહારી વાજપેયીનો જન્મ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં 25 ડિસેમ્બર 1924ના રોજ થયો હતો. તેમના પિતા કૃષ્ણ બિહારી વાજપેયી શિક્ષક હતાં. તેમની માતા કૃષ્ણાજી હતાં. આમ તો મૂળ તેમનો સંબંધ ઉત્તર પ્રદેશના આગરા જિલ્લાના બટેશ્વર ગામ સાથે છે. પિતાજી મધ્ય પ્રદેશમાં શિક્ષક હતાં તેમનો જન્મ ત્યાં થયો. ઉત્તર પ્રદેશ સાથે તેમનો રાજનીતિક લગાવ સૌથી વધુ રહ્યો. યુપીની રાજધાની લખનઉથી તેઓ સાંસદ રહ્યાં.
કવિતાઓને લઈને તેમણે કહ્યું હતું કે મારી કવિતા જંગનું એલાન છે. પરાજયની પ્રસ્તાવના નહીં. તેઓ હારેલા સિપાઈના નૈરાશ્ય-નિનાદ નથી, ઝૂઝતા યોદ્ધાનો જય સંકલ્પ છે. તેઓ નિરાશાના સ્વર નથી, આત્મવિશ્વાસનો જયઘોષ છે. તેમની કવિતાઓનું સંકલન ’મેરી ઈક્યાવન કવિતાએ’ ખુબ ચર્ચામાં રહી. હાર નહીં માનૂંગા, રાર નહીં ઠાનૂંગા…
ભારત પર લખી હતી અદ્ભુત કવિતા
ભારત જમીન કા ટુકડા નહી, જીતા-જાગતા મહાપુરૂષ હૈ, હિમાલય ઈસ્કા મસ્તક હૈ, ગેોરી શંકર શિખા હૈ. કશ્મીર કિરીટ હૈ, પંજાબ એોર બંગાલ દો વિશાલ કંધે હૈ, વિન્ધ્યાચલ કટિ હૈ, નર્મદા કરધની હૈ, પૂર્વી એોર પશ્ચિમી ઘાટ, દો વિશાલ જંઘાએ હૈ. કન્યાકુમારી ઈસકે ચરણ હૈ, સાગર. ઈસકે પગ પખારતા હૈ. પાવસ કે કાલે-કાલે મેઘ ઈસકે કુંતલદેશ હૈ. ચાંદ એોર સૂરજ ઈસકી આરતી ઉતારતે હૈ. યહ વન્દન કી ભૂમિ હૈ, અભિનન્દન કી ભૂમિ હૈ. યહ તર્પણ કી ભૂમિ હૈ, યહ અર્પણ કી ભૂમિ હૈ, ઈસકા કંકર-કંકર શંકર હૈ, ઈસકા બિંદુ-બિંદુ ગંગાજલ હૈ-હમ જિએંગે તો ઈસકે લિએ, મરેંગે તો ઈસકે લિએ – અટલજી….તેમની કવિતાઓનું સંકલન ’મેરી ઈક્યાવન કવિતાએ’ ખુબ ચર્ચામાં રહી. હાર નહીં માનૂંગા, રાર નહીં ઠાનૂંગા ભારતના રાજકીય ઈતિહાસમાં અટલ બિહારી વાજપેયીનું સંપૂર્ણ વ્યક્તિત્વ શિખર પુરુષ તરીકે નોંધાયેલુ છે.
રાજનીતિમાં સંખ્યાના આંકડો સર્વોચ્ચ હોવાના કારણે 1996માં તેમની સરકાર માત્ર એક મતના કારણે પડી ગઈ. તેમણે વડાપ્રધાનનું પદ ગુમાવવું પડ્યું હતું. આ સરકાર ફક્ત 13 દિવસ સુધી ચાલી હતી. ત્યારબાદ તેમણે વિપક્ષની ભૂમિકા ભજવી. ત્યારપછી થયેલી ચૂંટણીમાં તેઓ ફરીથી વડાપ્રધાન બન્યાં. રાજનીતિક સેવા વ્રત લેવાના કારણે તેઓ આજીવન કુંવારા રહ્યાં. તેમણે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ માટે આજીવન અવિવાહિત રહેવાનો નિર્ણય લીધો હતો.
અટલ બિહારી વાજપેયીએ પોતાની રાજકીય કુશળતાથી ભાજપને દેશમાં ટોચનું રાજનીતિક સન્માન અપાવ્યું. બે ડઝનથી વધુ રાજકીય દળોને મળીને તેમણે એનડીએ બનાવ્યું. જેમના સરકારમાં 80થી વધુ મંત્રી હતાં. જેને જમ્બો મંત્રીમંડળ પણ કહેવાયું હતું. આ સરકારે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો રાજનીતિથી તેમને ક્યારેક ક્યારેક તૃષ્ણા થતી હતી. પરંતુ તેઓ ઈચ્છીને પણ તેનાથી દૂર જઈ શકતા નહતાં. કારણ કે વિપક્ષ તેમના પર પલાયનની મહોર લગાવી દેત. તેઓ પોતાની રાજકીય જવાબદારીઓનો મક્કમ થઈને સામનો કરવા માંગતા હતાં. આ તેમના જીવન સંઘર્ષની વિશેષતા પણ રહી. એક કવિ તરીકે તેઓ ઓળખ બનાવવા માંગતા હતાં. પરંતુ શરૂઆત પત્રકારત્વથી થઈ. પત્રકારત્વ જ તેમના રાજનૈતિક જીવનની આધારશીલા બની. તેમણે સંઘના મુખપત્ર પાંચજન્ય, રાષ્ટ્રધર્મ અને વીર અર્જુન જેવા અખબારોનું સંપાદન કર્યું. 1957માં દેશની સંસદમાં જનસંઘના ફક્ત ચાર સભ્યો હતા. જેમાંથી એક અટલ બિહારી વાજપેયી હતાં. સયુંક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા હિન્દીમાં ભાષણ આપનારા અટલજી પહેલા ભારતીય રાજનેતા હતાં. હિન્દીને સન્માનિત કરવાનું કામ વિદેશની ધરતી પર અટલજીએ કર્યું.
સૌથી પહેલા 1955માં લોકસભાની ચૂંટણી લડી. તેમાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ 1957માં ગોન્ડાની બલરામપુર બેઠકથી તેઓ જનસંઘના ઉમેદવાર તરીકે જીત્યા અને લોકસભામાં પહોંચ્યા. તેઓ મથુરા અને લખનઉથી પણ ચૂંટણી લડ્યા પરંતુ હારી ગયાં. અટલજીએ વીસ વર્ષો સુધી જનસંઘ અને સંસદીય દળના નેતા તરીકે કામ કર્યું.ઈન્દિરા ગાંધી વિરુદ્ધ જ્યારે વિપક્ષ એક થયો અને બાદમાં જ્યારે દેશમાં મોરારજી દેસાઈની સરકાર બની ત્યારે અટલજી વિદેશમંત્રી બન્યા હતાં.આ દરમિયાન તેમણે પોતાની રાજનીતિક કુશળતાની છાપ છોડી અને વિદેશ નીતિને ઉંચા સ્તરે પહોંચાડી. ત્યારબાદ 1980માં જનતા પાર્ટીથી નારાજ થઈને તેમણે પાર્ટી જોડે છેડો ફાડ્યો.
ત્યારબાદ બનેલી ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપકોમાંથી તેઓ એક હતાં. તે જ વર્ષે તેમને ભાજપના પાર્ટી અધ્યક્ષની કમાન સોંપાઈ. ત્યારબાદ 1986માં તેમણે ભાજપ અધ્યક્ષનું પદ સંભાળ્યું. કહેવાય છે કે સંસદમાં ઈન્દિરા ગાંધીને દુર્ગાનું ઉપનામ પણ તેમના તરફથી જ અપાયું હતું. તેમણે ઈન્દિરા ગાંધી સરકાર તરફથી 1975માં લાદવામાં આવેલી કટોકટીનો વિરોધ પણ કર્યો. અટલજી હંમેશાથી સમાજમાં સમાનતાના પોષક રહ્યાં. વિદેશ નીતિ પર તેમનો દ્રષ્ટિકોણ એકદમ સ્પષ્ટ હતો.
તેઓ ઉદારીકરણ અને વિદેશી મદદના વિરોધી નહતા રહ્યાં પરંતુ તેઓ મદદ દેશહિત વિરુદ્ધ હોય, એવી નીતિને પ્રોત્સાહન આપવાના હિમાયતી નહતાં. તેમણે વિદેશ નીતિ પર દેશની અસ્મિતા સાથે કોઈ સમાધાન કર્યુ નહતું. અટલજીએ પૂર્વ વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રી તરફથી અપાયેલા નારા જય જવાન – જય કિસાનમાં અલગથી જય વિજ્ઞાનને પણ જોડ્યું હતું.