ગુજરાતમાં છેલ્લા 55 દિવસમાં રૂ.250 કરોડના ડ્રગ્સ સાથે 90 સપ્લાયર ઝડપાયા: ડ્રગ્સના નેટવર્કને ભેદવામાં પોલીસને સફળતા

અગાઉ જાલીનોટ અને ડ્રગ્સ સાથે ઝડપાયેલા સપ્લાયરના બે ભાઈના મકાનમાંથી ડ્રગ્સના 47 પેકેટ મળી આવ્યા

રૂ.88 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલા મુંબઈનો સજજાદ સિકંદરની મહારાષ્ટ્રમાં હત્યાના ગુનામાં સંડોવણી

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફીયા દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઈ માર્ગ દ્વારા અવાર-નવાર નશીલા પદાર્થ ઘુસાડવામાં આવતા દરિયાઈ સીમા સંવેદનશીલ બની છે. સાથે સાથે પોલીસ પણ સતર્ક બની છેલ્લા 55 દિવસમાં 250 કરોડના ડ્રગ્સ સાથે 90 સપ્લાયર્સને ઝડપી નશીલા પદાર્થનો નેટવર્કને ભેદવામાં સફળતા મળી છે. પરંતુ વિદેશ સ્થિત ડ્રગ્સ માફીયા અને પેડલરને પકડવા પોલીસ માટે પડકારરૂપ બન્યું છે.

સોના-ચાંદીની દાણચોરી બાદ સલાયા ડ્રગ્સ સપ્લાયનું કેન્દ્ર બન્યું હોય તેમ મહારાષ્ટ્રના થાણા જિલ્લાના મુંબરા ખાતે શાકભાજી વેચનો સરજાદ સિકંદર બાબુ ઘોષીને રૂ.88.25 કરોડના ડ્રગ્સ સાથે દેવદ્વારકા જિલ્લાના એસઓજીએ આરાધનાધામ ખાતેથી ઝડપીલીધો છે. સહેજજાદ ઘોષીની પુછપરછમાં સલાયાના નામચીન સલીમ યાકુબ કારા અને તેનો ભાઈ યાકુબ કારા પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવ્યાની કબુલાત આપતા એસ.ઓ.જી.અને એલ.સી.બી.એ દરોડો પાડી રૂ.200 કરોડના ડ્રગ્સ સાથે સલીમ કારા અને અલી કારાને ઝડપીલેતા સલાયા ફરી દાણચોરો માટે એ.પી. સેન્ટર બન્યું છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૂ.88.25 કરોડના ડ્રગ્સ સાથે ઝપાયેલા સહેજાદ ઘોષી મુંબઈથી ગત તા. 7 નવેમ્બરે ડ્રગ્સની ડિલીવરી માટે જામખંભાળીયા આવ્યો હતો. આરતી ગેસ્ટહાઉસમાં તા.9 નવેમ્બર સુધી રોકાયા બાદ સલાયાના સલીમકારા અને અલીકારા પાસેથી 11.48 કિલો અને 6.16 કિલો એમ.ડી. ડ્રગ્સ લઈ મુંબઈ જવા નિકળ્યો હોવાની બાતમીના આધાર દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પી.આઈ. જે.એમ. ચાવડા અને પી.એસ.આઈ. સીગરખીયા સહિતના સ્ટાફે આરાધના ધામ પાસેથી ઝડપી લીધો હતો.

જિલ્લા પોલીસ વડા સુનિલ જોષીના માર્ગદર્શન સહેજાદની પુછપરછમાં સલાયાના સલીમ કાળા અને અલી કાળા પાસેથી લાવ્યાની કબુલાત આપતા પોલીસે સલાયા ખાતે ડ્રગ્સ અંગે દરોડા પાડી સલીમ અને તેનાભાઈ અલીને રૂ.200 કરોડના ડ્રગ્સ સાથે ઝડપી લઈ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. ડ્રગ્સ માફીયાઓ અને પેડલરો સુધી પહોચવા ત્રણેય શખ્સોને પોલીસે રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે. વધુ તપાસ પી.આઈ. પી.એમ. ઝુડાલને સોંપવામાં આવી છે.

સલાયા અને આરાધના ધામ ખાતે કરોડોના ડ્રગ્સ સાથે ત્રણ સપ્લાયર ઝડપાતા રાજકોટ રેન્જ આઈ.જી.સંદીપસિંઘ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોષી દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં ડ્રગ્સ રેકેટના પર્દાફાશ અંગેની વિગતો આપી જણાવ્યું હતુ કે સલાયાના સલીમ કાળા અને અલી કાળા અગાઉ પણ જાલી નોટ કૌભાંડમાં અને ડ્રગ્સની હેરાફેરીની ગુનામાં ઝડપાયા છે. જયારે મહારાષ્ટ્રનો સહેજાદ ઘોષી હાલ મુંબઈ ખાતે શાકભાજીનો વેપાર કરે છે. તેમજ મહારાષ્ટ્રમાં હત્યાના ગુનામાં સંડોવાયો હોવાનું કહ્યુંં હતુ.

કરોડોનું કિંમતનું ડ્રગ્સ સલાયાના દરિયા કિનારે પાકિસ્તાન દ્વારા લેન્ડીંગ કરાયાનું પ્રાથમિક તપાસમાં જણાય રહ્યું છે. આમ છતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફીયાઓનો પર્દાફાશ કરવા પોલીસ દ્વારા ઉંડાણ પૂર્વક તપાસ માટે રિમાન્ડ કરવા તજવીજ હાથ ધરી છે.પોલીસ તપાસની સાથોસાથ એન.આઈ.એ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ડ્રગ્સ હેરાફેરી કરતા સપ્લાયરો ઝડપાય છે. ત્યારે વિદેશી સ્થિત ડ્રગ્સ માફીયા અને સ્થાનિક પેડલરો ઝડપવા પોલીસ માટે પડકાર રૂપ છે.

ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરનાર પોલીસની પીઠ થાબડતા ગૃહમંત્રી સંઘવી

લોકો દિવાળીના પર્વ મનાવી રહ્યા હતા ત્યારે દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી. સ્ટાફ ડ્રગ્સ અંગે મળેલી મહત્વની બાતમીનું ઓપરેશન પાર પાડવા રાત-દિવસ જોયા વિના તનતોડ મહેનત કરી કરોડોનો ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપી લેતા રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પોલીસ સ્ટાફની કામગીરીની પ્રસંશા કરી પીઠ થાબડી છે.

છેલ્લા 55 દિવસમાં ગુજરાત પોલીસે જુદાજુદા સ્થળોએ ડ્રગ્સ અંગે કાર્યવાહી કરી રૂ.250 કરોડના 5700 કિલો નશીલા પદાર્થનો જંગી જથ્થો કબ્જે કરવામા સફળતા મળી છે. પોલીસે ડ્રગ્સ અંગે છેલ્લા 55 દિવસમાં 58 ગુના નોંધી 90 શખ્સોની ધરપકડ કર્યાની ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે.

2018માં 300 કિલો ડ્રગ્સનો જથ્થો સલાયામાંથી પકડાયો નતો

સલાયામાં 2018ની 12મી ઓગષ્ટના 300 કિલો હેરોઈનનો જથ્થો પકડાયો હતો. જેની તપાસ એ.ટી.એસ. તથા એન.આઈ.એ. એ કરી હતી તથા ગુજરાતમાંથક્ષ આ જથ્થો જીરૂ તથા સુવાના કોથળામાં સંતાડીને અમૃતસર પંજાબ, પહોચાડેલો જેમાં કુલ 500 કરોડના જથ્થાની હેરફેર તે વખતે પણ થઈ હતી જોકે બનાવના સલીમકારા પર અગાઉ પણ નાકોટીકસ, નકલી ચલણ, હેરાફેરીના કેસ પણ થયેલો છે.

ડ્રગ્સકાંડનું પગેરૂ શોધવા ત્રિપુટી નવ-દિ ની રિમાન્ડ પર

આરાધના ધામ અને સલાયામાંથી જંગી માત્રામાં ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલા બે ભાઈ સહિત ત્રણ શખ્સોને ખંભાળીયાની અદાલતમાં 14 દિવસના રિમાન્ડ સાથે રજૂ કરતા ન્યાયધીશે નવ દિવસના રિમાન્ડ અરજી મંજૂર કરતા દેવભૂમિ દ્વારકા એસ.પી. સુનિલ જોષીના માર્ગદર્શન હેઠળ પી.આઈ. પી.એમ.ઝુડાલ ડ્રગ્સ કાંડનું પગેરૂ શોધવા અને મુળ સુધી પહોચવા તપાસનો ધમધમાટ આદર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.