રોહિતની ટીમ વાપસી ટેસ્ટમાં ભારતને ફળશે!

વોર્મઅપ મેચમાં બુમરાહનો તરખાટ ૫૭માં ૫૫ માર્ય

ભારત ઓસ્ટ્રેલિયાના પ્રવાશે છે. ત્યારે અત્યાર સુધીમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ૨-૧થી હર્યું હતું. ભારત ઓસ્ટ્રેલિયા પ્રવાશે ગઈ ત્યારથીજ ભારત માટે એક મોટો પડકાર હતો કે અનિશ્ચિત કપ્તાન. સિરીઝ દરમીયાન બદલતા રહેતા કેપ્ટનો ભારત માટે ખાતર રૂપ છે. તેવું લાગી રહ્યું છે. એમાં પણ ટેસ્ટ સીરિઝ પિંક બોલથી રમવાની છે. વિરાટ કોહલી અને રોહિત શર્માની ગેર હાજરી ટીમ માટે મોટો પડકાર બની ચુક્યો છે.

ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા પ્રવશે છે ત્યારે પૂર્વ કોચ અનિલ કુંબલેએ

કહ્યુ કે ભારત ડે એન્ડ નાઈટ ટેસ્ટ મેચમાં જો શરૂઆતી ઓવરોમાં દેખાવ નહીં કરી શકે તો જીત મેળવવી અઘરી થશે. તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારતને વિરાટ કોહલીની ઉણપ દેખાશે. ઓસ્ટ્રેલિયા ટુર ભારત માટે એક નવો દેખાવ માટેનો ચાન્સ છે તેવું પણ તેમણે જણાવ્યું હતું. સ્મિથ અને વોર્નર ઓસ્ટ્રેલિયાની ટીમમાં છે ત્યારે વિરાટ કોહલીની ગેર હાજરી ટીમ માટે પડકાર રૂપ છે. પરંતુ જો ટીમ પેલા બોલથીજ પોતાની પકડ રાખે તો જીત મેળવવી શહેલી છે.

ભારત પાસે પિંક બોલથી રમવાનો અનુભવ નથી. જે પણ એક પડકાર છે. એમા પણ કેપતનની અનિશ્ચિતતા વધારે ખાતરા રૂપ છે. ભારતે ગયા વર્ષે બાંગલાદેશ સામે પ્રથમ વખત પિંક બોલથી મેચ રમી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાને પિંક બોલથી રમવાનો અનુભવ ખૂબ સારો છે. અનિલ કુમ્બલે જણાવ્યું હતું કે આવા સમયે વિરાટ કોહલીની ખાસ જરૂર છે. અને તેમની ગેર હાજરી ટીમ માટે પડકાર રૂપ સાબિત થઈ શકે તેમ છે. રાહુલ દ્વાવિડએ પણ પોતાનું મંતવ્ય આપતા જણાવ્યું હતું કે  ભારતને એવા પ્લેયરની જરૂર છે કે જે ૫૦૦ જેટલી વનડે મેંચ રમ્યો હોય.

કપ્તાનની અનિશ્ચિતતા ભારતને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે એક મોટો પડકાર રુપ છે. ભારત ટીમને વિરાટ કોહલી કે રોહિત શર્મા જેવા પ્લેયરની હાલ ખાસ જરૂર છે.

ટેસ્ટ પહેલાના વોર્મઅપ મેચમાં ભારતને ધબડકામાંથી બહાર કાઢતો બુમરાહ

bumrah

ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા પ્રવાશે છે ત્યારે ભારત વનડે સીરિઝમાં હાર્યા બાદ ટી-૨૦માં જીત મેળવી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમનાર ડે નાઈટ ટેસ્ટ સિરીઝ પહેલા બંને ટીમે વોર્મઅપ મેચ રમી હતી.

જેમાં ભારતે શરૂઆતમાં નબળો દેખાવ કયો હતો. બાદમાં બુમરાહે પોતાના શારા દેખાવથી ભારતને પ્રેક્ટિસ મેચમાં જીત અપાવી હતી. બુમરાહે ૫૭ બોલમાં ૫૫ રન કર્યા હતા. ભારતે ૪૮.૩ ઓવરમાં ૧૯૪ રન કર્યા હતા. બુમરાહે ૨.૯ની બેટિંગ એવરેજથી રન બનાવ્યા હતા.

૨૭ વર્ષના બુમરાહ બોલિંગમાં પોતાનું અદભુત દેખાવો આવતા હોય છે. ત્યારે બુમરાહે પોતાનો બેટિંગ પાવર પણ બતાવ્યો હતો. બુમરાહનો બેટિંગ દેખાવ ભારતને ઓસ્ટ્રેલિયા સામેની આગામી ટેસ્ટ મેચમાં ફાયદા રૂપ નીવડી શકે છે.

‘ફિટ હે તો હિટ હે’

આઇપીએલ દરમિયાન રોહિત શર્માને ઇનજરી થવાને કારણે રોહિત શર્મા આઇપીએલ સમય થીજ ભારત પરત આવી ચુક્યો હતો. ભારતની ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમીયાન શર્મા અનફિટ હોવાને કારણે વનડે અને ટી ટ્વેન્ટીમાં રમવા માટે ગયો ન હતો. રોહિત શર્માનો ગઈકાલે ફિટનેસ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તે ફિટ આવતા અગામી ૧૪ ડિસેમ્બરે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ રમવા માટે નીકળશે. રોહિત શર્મા છેલ્લી ૨ ટેસ્ટ મેચ રમશે. શર્માની ટીમ વાપસી ભારત માટે ઓસ્ટ્રેલિયામાં ચાલતી સિરીઝમાં ફાયદા રૂપ સાબિત થઈ શકશે. શર્મા ૧૪ ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયા જવા માટે રવાના થશે ત્યારે ઓસ્ટ્રેલિયામાં રોહિતને ૧૪ દિવસ માટે હાર્ડ કોરોન્ટાઇન થવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.