તમામ વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો
પડધરી તાલુકાની સાંઈ શૈક્ષણિક સંકુલ-મોવૈયા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બે દિવસીય રમતોત્સવ યોજવામાં આવેલ. આજરોજ સાંઈ શૈક્ષણિક સંકુલ-મોવૈયાનાં મેનેજિંગ ડાયરેકટર વીંજાભાઈ ઓડેદરા, સંચાલક હિતેષભાઈ શીંગાળા, નરેન્દ્રભાઈ તળપદા અને શાળાનાં તમામ શિક્ષકોએ બાળકોને અવનવી રમતો રમાડી રમતોત્સવની સ્પર્ધાનું આયોજન કરેલ. ધો.૩ થી ૫ અને ૬ થી ૮નાં બાળકોને સિકકા શોધ, લીંબુ ચમચી, ઈંટ ચાલ, દોરડા કુદ, સંગીત ખુરશી, ફુગ્ગા ફોડ જેવી રમતો રમાડી અને અભ્યાસની સાથે સાથે બાળકોમાં રહેલી સુષુપ્ત શકિતઓ વિકસાવવાનું એક અનોખું કાર્ય કરેલ. તેમજ ધો.૯ થી ૧૨નાં વિદ્યાર્થીઓને કબડ્ડી, ખો-ખો, રસ્સા ખેંચ, ઈંટ ચાલ વગેરે જેવી રમતો દ્વારા શિયાળાની મૌસમમાં બાળકોની ઠંડી ઉડાડી હતી. જેમાં દરેક બાળકોએ પુરા જોષ, આનંદ-ઉલ્લાસથી ભાગ લઈ પોતાનામાં રહેલી શારીરિક શકિત તેમજ ચપળતા અને નિડરપણા જેવી શકિતઓ બહાર આવી હતી. આ રમતોત્સવમાં બાળકોને ખુબ જ મજા આવી હતી. આ રમતોત્સવમાં શાળાના શિક્ષકોનું વિશેષ યોગદાન રહ્યું છે. શાળાના સ્ટાફ એવા હાર્દિકભાઈ સબાડ, યુવરાજસિંહ જાડેજા, ધવલભાઈ પાદરીયા, કલ્પેશભાઈ વાયડા, આશિષભાઈ ગૌસ્વામી, દિવ્યેશભાઈ હાલપરા, અજયભાઈ મકવાણા, છગનભાઈ સોંદરવા તેમજ રંજનબેન તળપદા, નિકીતાબેન હાલપરા, તસ્લીમબેન, ચંદ્રિકાબેન સોલંકી, નેહાબેન દેવમુરારી વગેરે આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વિજેતા બાળકો અને ટીમને શાળા દ્વારા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા.