વીડીયો વાયરલ કરવાની ધમકી આપી ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યુ
આજથી 3 વર્ષ પહેલા તે મજૂરીકામ માટે ગઈ હતી ત્યારે મુકેશ ખેતરીયાએ તેના ફોટા પાડી લીધા હતા અને તેને એડિટ કરીને બિભત્સ ફોટા બનાવીને તે દેખાડીને મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં તે બળાત્કારના ફોટા અને વિડીયો લઈ લીધા હતા અને તેનાથી બ્લેકમેઈલ કરી વારંવાર બળાત્કાર કરતો હતો. પણ કેટલાક સમયથી મહિલાએ આ વ્યક્તિ સાથે સંબંધ વિચ્છેદ કરી નાખ્યો હતો. બાદમાં ઘટનાના દિવસે બે લોકોએ મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.
ચલાલા નજીક ગ્રામ્ય વિસ્તારમાં મહિલાને અગાઉ કરેલા બળાત્કારનો વિડીયો દેખાડીને બ્લેકમેઈલ કરી ખેતરની ઓરડીમાં લઈ ગયા બાદ બે શખસોએ એક પછી એક કરીને સામૂહિક રીતે બળાત્કાર ગુજાર્યો હતો. આ બળાત્કરની ઘટનાનો પણ વિડીયો ઊતારી લીધો હતો. વાસનામાં અંધ બનેલા શખસો દ્વારા સામૂહિક રીતે દુષ્કર્મની ઘટનાથી લોકોમાં આરોપીઓ સામે ફીટકાર વરસી રહ્યો છે.
આ અંગે ભોગ બનેલી એક 40 વર્ષીય મહિલાએ ચલાલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ મુકેશ અરજણ ખેતરીયા નામના શખસે મહિલાને તેની ઉપર અગાઉ કરેલા બળાત્કારના ફોટા અને વિડીયો બતાવ્યા હતા અને ધાકધમકી આપી વાડીએ મજૂરીકામ માટે બોલાવી બળજબરીથી ઓરડીમાં લઈ ગયો હતો. તેવામાં તેનો ભાઈ જયસુખ અરજણ ખેતરીયા પણ ત્યાં આવી જતા બન્નેએ એકસંપ કરી એક પછી એક મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો અને આ સામૂહિક બળાત્કારનો પણ વિડીયો ઊતારી લીધો હતો અને જો કોઈને પણ કહેશે તો તે વાયરલ કરીને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી અને ખોટી એટ્રોસીટીની ફરિયાદ કરવાની પણ ધમકી આપી હતી. મહિલાની ફરિયાદ પરથી પોલીસે બન્ને બળાત્કારીઓ સામે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. આ અંગે ચલાલાના પીએસઆઈ ગોહિલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, બન્ને આરોપીઓ હાથવેંતમાં છે….