તમે જન્માષ્ટમીની રજા ઘરે બેસીને વિતાવવા માંગતા ન હોય અને ઓછા પૈસામાં ખૂબ જ મજા માણવા માંગતા હોય તો તે જગ્યા હિમાચલનું ચલાલ ગામ છે. આ ગામ પ્રકૃતિ પ્રેમીઓ માટે ખૂબ જ સરસ છે. જ્યાં તમે મોજ કરીને પૂરી મજા માણી શકો છો.

Chalal village of Himachal is a great place for 2 days restજો તમે લોંગ વીકએન્ડ માટે કોઈ પ્લાન નથી બનાવી શક્યા તો તમારે ઉદાસ થવાની જરૂર નથી. આ ઉપરાંત લાંબી રજાઓ ઓગસ્ટ મહિનામાં આવી રહી છે. જેમ કે જન્માષ્ટમીની ઉજવણી 26મી ઓગસ્ટ સોમવારે છે. તેમજ શનિવાર,રવિવારે રજા હોય, તો તમારી પાસે કોઈ અદ્ભુત સ્થળની શોધખોળ કરવા માટે પૂરા 3 દિવસ છે.તો તમે હિમાચલનું ચલાલ ગામ જઈને મજા માણી શકો છો.

હિમાચલ પ્રદેશ ખૂબ જ સુંદર જગ્યા છે અને અહીં ફરવા માટે ઘણી બધી જગ્યાઓ છે. ચલાલ ગામ પ્રાકૃતિક સુંદરતા માટે પ્રખ્યાત છે. આ દેશનું જ નહીં પણ વિદેશી પ્રવાસીઓનું પણ પ્રિય સ્થળ છે. આ ગામને ‘હિમાચલ પ્રદેશનું ઈઝરાયેલ’ પણ કહેવામાં આવે છે. તમે કસૌલથી માત્ર 30 મિનિટની મુસાફરી કરીને આ અદ્ભુત જગ્યાએ પહોંચી શકો છો.

ટ્રેકિંગ અને હાઇકિંગ માટે પ્રખ્યાતChalal village of Himachal is a great place for 2 days rest

પર્વતી વેલી અહીં આકર્ષણનું કેન્દ્ર છે. ત્યાં ખીણની શોધખોળ એક અલગ જ અનુભવ છે. ચલાલ ગામ ટ્રેકિંગ અને હાઇકિંગ માટે ખુબ સારું સ્થળ છે. તેમજ ચલાલ ગામ કસૌલથી 3 કિલોમીટરની મુસાફરીએ છે. મતલબ કે તમે ટ્રેકિંગ કરીને પણ આ ગામમાં પહોંચી શકો છો.

ગ્રેટ કેમ્પિંગ સ્થળ

Chalal village of Himachal is a great place for 2 days restટ્રેકિંગની સાથે સાથે કેમ્પિંગ માટે ચલાલ નદી એક ઉત્તમ સ્થળ છે. કેમ્પિંગ કરતી વખતે, તમે પ્રકૃતિને નજીકથી માણી શકો છો. તેમજ રાત્રે ખુલ્લા આકાશ નીચે તારાઓને જોવામાં કાય અલગ જ મજા છે.

કુદરત પર ચાલવું

Chalal village of Himachal is a great place for 2 days restચલાલ ગામ પ્રકૃતિ પ્રેમીઓ માટે ઉત્તમ સ્થળ છે. ગાઢ જંગલની ટૂર અને શાંતિપૂર્ણ વાતાવરણની સંગતમાં 2-3 દિવસનું વેકેશન કેવી રીતે પસાર થશે તેનો ખ્યાલ નહીં આવે. અહી આસપાસ ફરતી વખતે પર્વતી નદીનો અવાજ તમને શાંતિનો અહેસાસ કરાવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.