ચા ચુસ્કી સાથે મેગી, સેન્ડવીચ સહિતનો નાસ્તો ઉપલબ્ધ

અબતક-રાજકોટ

રાજકોટ શહેરમાં ટી-પોસ્ટની શરૂઆત 2008માં થઇ હતી. હાલ શહેરમાં ટી પોસ્ટના 12 આઉટલેટ આવેલા છે. ચા રસીકો માટે અક્ષરમાર્ગ પર ટી-પોસ્ટનું નવું નજરાણું લઇ આવ્યા છે. જેમાં ચાની જ 16 થી વધુ વેરાયટીઓ ઉપલબ્ધ છે અને ચા સાથે થેપલા, સમોસા, પૌહા સહિતનો નાસ્તો રાખવામાં આવ્યો છે. ટી પોસ્ટનું નવું આઉટલેટનો ગઇકાલે જ શુભારંભ કરવામાં આવ્યો છે.

ચા ની ચુસ્કી અને નાસ્તાનો લાભ બહોળી સંખ્યામાં યુવાઓ લોકોએ લીધો હતો. અક્ષર માર્ગ પર આવેલ અને પ્રિમિયમ આઉટલેટ પ્રિમિયમલોજ છે. ટી પોસ્ટની શરૂઆત જ રાજકોટથી થઇ છે અને રાજકોટીયન્સને ખૂબ જ પસંદ પડશે.

ટી પોસ્ટમાં 16 થી વધુ પ્રકારની ચા ઉપલબ્ધ: કુલદિપસિંઘ

‘અબતક’ સાથેની વાતચિતમાં ટી-પોસ્ટના કુલદિપસિંઘએ જણાવ્યું હતું કે રાજકોટમાં યુવાઓને મનોરંજન મળી રહે તેવી જગ્યા ટી-પોસ્ટ આપી રહ્યું છે. જે અક્ષર માર્ગ પર આવેલ અને પ્રિમિયમ આઉટલેટ પ્રિમિયમલોજ છે. ટી પોસ્ટની શરૂઆત જ રાજકોટથી થઇ છે અને રાજકોટીયન્સને ખૂબ જ પસંદ પડશે. નવી જગ્યાએ લોકો આવી શકે છે. આરામથી બેસી, મનોરંજન માણી શકે, મીટીંગ કરી શકે, પુસ્તકો પણ ઉપલબ્ધ હોવાથી જે કોઇને વાંચવુ હશે તે વાંચી શકશે.

ચા ની 16થી વધુ વેરાવટીઓ જેમ કે હોટ ચા, કોલ્ડ ટી, ઇલાઇચી, જીંજર સહિતની ચા મળી રહેશે અને કાવો પણ મળી રહેશે. ટી પોસ્ટના તમામ આઉટલેટમાં ચા સાથે જોડાયેલ નાસ્તા મળી રહેશે. જેમ કે સેન્ડવીચ, થેપલા, ફ્રેન્ચફ્રાઇઝ, ચીકી બોલ, હાંડવો વગેરે.

ટી પોસ્ટ ચા માટે પ્રખ્યાત છે.

ટી પોસ્ટએ ચાની માર્કેટમાં ક્રાંતિ લાવેલ છે. ટી પોસ્ટએ ચા ને નવુ મુકામ આપેલ છે. ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ફૂડની ગુણવત્તા મહત્વનું પાસું હોય જ છે. પરંતુ સર્વિસ પણ ખૂબ જ મહત્વ ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.