ચક્ષુદાન કરવા વિવેકાનંદ યુથ કલબના અનુપમ દોશી અને મિતલ ખેતાણીની અપીલ
આજે વિશ્ર્વ નેત્રદાન દિવસે જાહેર જનતાને ચક્ષુદાન અંગે સંદેશો પાઠવતા વિવેકાનંદ યુથ કલબના અનુપમ દોશી અને મિતલ ખેતાણીએ જણાવ્યું છે કે ચક્ષુદાન કરવાથી બે અંધ વ્યકિતને દ્રષ્ટિ મળે છે. આપણી આસપાસ જ લાખો લોકો અંધ છે, જે સ્વર્ગસ્થના ચક્ષુદાન થકી દેખતા થઈ શકે છે. ચક્ષુદાન કરવાથી મૃત વ્યકિતના શરીરને કોઈ હાની થતી નથી મૃત વ્યકિતના ચહેરા પર પણ કોઈ ફેરફાર દેખાતો નથી. ચક્ષુદાન કરવું એ દરેક ધર્મ માટે એક પૂણ્યનું કામ છે. ચક્ષુદાન કરવા માટે કોઈ જાતનો ખર્ચ ભોગવવાનો રહેતો નથી. ચક્ષુદાન મૃત્યુબાદ, બને તેટલું વહેલું વધુમાં વધુ ૬ કલાક સુધીના સમયમાં થઈ શકે છે. જો એકિસડેન્ટ કે એમ.એલ.સી. કેસ હોય તો પોસ્ટ મોર્ટમ થયાબાદ ચક્ષુદાન થ, શકે છે. ચક્ષુદાન ઘરે કે હોસ્પિટલમા કે પોસ્ટ મોર્ટમ ‚મમાં ગમે ત્યાં થઈ શકે છે.ચક્ષુદાન કરવા માટે ફકત એક ફોન કરવાનો રહે છે. તમારા ફોન બાદ ડોકટરની ટીમ આવીને ચક્ષુદાન લઈ જશે.
ચક્ષુદાન માટે જી.ટી.શેઠ સરકારી આંખની હોસ્પિટલ, ડો. હેમલ જે. કણસાગરા, સ્વામિનારાયણ ગુ‚કુળ હોસ્પિટલ, વીજી.એસ.આઈ. બેંક ડો. ધર્મેશ ડી. શાહ, ડો. કેશુભાઈ મહેતા મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા સંચાલીત રોટરી કલબ ઓફ રાજકોટ આઈ બેંક, મો.નં. ૯૪૦૮૬ ૬૫૪૬૪ મો.નં. ઉપર સંપર્ક કરવો.