સાગર સંઘાણી
ઓલી પંક્તિ કદાચ દરેક લોકોએ પોતાના બાળપણમાં સાંભળી હશે ચકી બેન ચકી બેન મારી સાથે રમવા આવશો કે નહિ આવશો કે નહિ… આ સાંભળતા જ આપણને ચકલી યાદ આવે ત્યારે દર વર્ષે ૨૦મી માર્ચે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ચકલીઓનું અસ્તિત્વ જોખમાતું જાય છે. ચકલીઓની સંખ્યા દિવસો દિવસ ઘટતી જાય છે. લુપ્ત થઇ ગયેલા કાગડા પછી હવે કચ્છમાં મોટા પ્રમાણમાં દેખાતી ચકલીઓ પણ અદ્રશ્ય થવા લાગી છે.
લુપ્તી થતી ચકલીઓને બચાવવા આજે અને સેવાકિય સંસ્થાઓ આગળ આવી રહી છે અને પ્રકૃતિ જાળવણીનું જ્ઞાન બાળકો સહિત લોકોને આપી રહી છે ત્યારે જામનગર ખાતે ચકલી બચાવો અભિયાન અંતર્ગત વિનામૂલ્યે ચકલી ઘર, પાણીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આજે વિશ્વ ચકલી દિવસ નિમિતે જામનગર ખાતે ચકલી બચાવો અભિયાન અંતર્ગત વિનામૂલ્યે ચકલી ઘર, પાણીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચકલી બચાવો અભિયાનના પ્રણેતા તેમજ કોર્પોરેટર ડિમ્પપબેન રાવલ દ્વારા વિના મૂલ્યે ચકલી ઘર-પાણીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરમાં ચાર જુદા જુદા સ્થળો પર ચકલી માળાના વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 42 હજાર આસપાસ ચકલી ઘર અને પાણીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું છે.
ચકલી કહે છે અમારૂં પણ એક ઘર હોય
પહેલા માનવી અને ચકલી એક જ ઘરમાં રહેતા હતા. નળિાય, વરા, વંજી વાળા મકાનમાં ચકલીઓ માળો બાંધી ઇંડા મુકી બચ્ચા ઉછેર કરી શકતી હતી. હવે મકાનો છતવાળા થઇ ગયા છે જેથી ચકલીઓને પણ સુરક્ષા જોઇએ છે. ચકલીઓ કહે છે કે અનેક કારણોસર હવે અમે માનવીનાં રહેવાનાં મકાનોમાં, ગોખલાઓમાં, માળો બાંધી શકતા નથી. બચ્ચાના ઉછેરમાં ખૂબ જ વિક્ષેપ પડે છે. પાછું કુદરતે અમને માળો બાંધવાની કુદરતી બક્ષિસથી પણ વંચિત રાખ્યા છે. જેથી હવે દરેક માનવી પોતાના ઘરે અનુકુળતા પ્રમાણે ઘરમાં અમારા માટે માળાની વ્યવસ્થા કરે…. એ લાકડાનું હોય કે પછી માટીનું પણ…. આ અમારી દુ:ખ દર્દ ભરી અપીલ છે.