ચકીબેન ચકીબેન તમે મારી સાથે રમવા આવશો કે નહિં, આવશો કે નહિં….આ એક એવું બાળગીત છે જે અત્યારની પેઢીએ બાળપણમાં માણ્યુ તો હશે જ પરંતુ સાથે સાથે જાણ્યું પણ હશે. જેમાં ઘર આંગણે દાણા ચણવા આવતી ચકલી કે ઝાડની ડાળીએ બેઠી કલરવ કરતી ચકલીને પછી આકાશમાં વિહંગાવલોકન કરતી પછી એટલે કે આપણી આવનારી પેઢીઓ કદાચ આ ગીત ગાશે ખરા પણ ચકલીઓને જોઇને નહિં…..! કારણ કે ગ્લોબલ વોર્મિગ અને આધુનિકતા તરફ વળતી માનવ જાતિએ આ નાજૂક પક્ષીનું જીવવું મુશ્કેલ કર્યુ છે. તો આવો જાણીએ કેટલીક એવી ચકલીઓ વિશે જે હવે નામશેષ થવા જઇ રહી છે.
– ગોરૈયા :
ગોરૈયા એક એવી ચકલી છે જે હવે વિલુપ્ત થવા આવી છે. જેનું મુખ્ય કારણ તેનું જીવન તે ઘરની અંદર માળો બનાવીને રહેતી હતી. અને હવે ગામડાઓમાં પણ એવા ઘર નથી બચ્ચા જ્યાં આ ચકલી પોતાનો માળો બનાવી શકે. અને જ્યાંઆ ચકલી છે ત્યાંથી પણ માળાઓ દૂર કરવામાં આવે છે. અને એટલે જ આ ચકલી જાજુ જવી નથી શકતી અને એટલે જ તેનો સમાવેશ રેડ લિસ્ટમાં કરવામાં આવે છે.
આંદ્વ વિશ્ર્વ વિદ્યાલય દ્વારા એક સંશોધન કરવામાં આવ્યું જે મુજબ ગોરૈયાની આબાદીમાં ૬૦% જેટલો ઘટાડો જોવા મળ્યો છે.
– પક્ષી વિજ્ઞાન પ્રમાણે ગોરૈયાને જીવન રાખવા લોકો પોતાના ઘરમાં આવુ સ્થાન રાખવું જોઇએ જ્યાં સહેલાઇથી ચકલી કે અન્ય પક્ષી પોતાનો માળો બાંધી સુરક્ષિત રીતે રહી શકે.
– ભારતમાં સામાન્ય રીતે ભૂરા રંગની ગોરૈયા જોવા મળે છે. જે ઘર આંગણે કુદરતી રીતે વિચારતી રહે છે. પરંતુ શહેરોમાં હવે તે પરિસ્થિતિ નથી રહી.
– તદ્ ઉપરાંત રંગબેરંગી ગોરૈયા દુનિયાનાં અલગ-અલગ દેશોમાં જોવા મળે છે.
– ગોરૈયા જોવામાં તો ખૂબ જ નાની હોય છે. પરંતુ એટલી જ સુંદર હોય છે. અને કોઇ પણ પ્રકારનું નુકશાન નથી પહોંચાડતી. પરંતુ માનવજાતિથી તેને ખૂબ મોટુ નુકશાન પહોંચ્યું છે. જેની એ ચકલીએ ભારે કિંમત ચૂંકવી પડી છે.
– જો ગોરૈયા આ દુનિયામાંથી વિલપ્ત થઇ ગઇ તો આપણી આવનારી પેઢી તેને માત્ર ફોટો અને વિડિયોમાં જ જોઇ અને જાણી શકશે. અને પ્રકૃતિનાં નિયમને પણ ભારે નુકશાન પહોંચશે. એટલે જ એક ફરજ સમજી ચકલીની આ પ્રજાતિને રક્ષણ આપવા ઘર પાસે, ઘરમાં, ગાર્ડનમાં કોઇપણ એવી જગ્યા જ્યાં ચકલી માળો બનાવી શકે તે જગ્યા રાખો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com