- રાજકોટ હોકીને હજુ વધુ ગ્રાન્ટ મળે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થઈ શકે વિકાસ: મહેશ દિવેચા
- ઓપન એઈજ ગ્રુપમાં રાજકોટની ટીમે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતની એકેડેમી ટીમ તથા અમદાવાદ ટીમને આપી મ્હાત
હાલ છેલ મહાકુંભ ની હોકી ટુર્નામેન્ટ દેવગઢબારિયા ખાતે રમાઈ રહી છે તેમાં રાજકોટ હોકી ની ટીમ ફાઇનલમાં ધમાકેદાર પ્રવેશ મેળવ્યો છે. રાજકોટની ટીમે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતની એકેડેમી ટીમને હરાવી ફાઇનલમાં સ્થાન સુનિશ્ચિત કર્યું છે એટલું જ નહીં આ પૂર્વે રાજકોટની ટીમે અમદાવાદ જેવી કપરી ગણાતી તેમને પણ હરાવી પોતાના વિજય અભ્યાનને આગળ ધપાવ્યો છે. આવતીકાલે દેવગઢબારિયા ખાતે ફાઇનલ મેચ રમાશે જમા રાજકોટ ટીમની જીત પ્રબળ હોય તેવા ઉજળા સંજોગો પણ જોવા મળી રહ્યા છે.
રાજકોટ હોકી ટીમના કોચ મહેશભાઈ દીવેચાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજકોટની ટીમે જે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત એકેડેમી ટીમને હરાવી તે ટીમને રાજ્ય સરકાર પાસેથી જરૂરી તમામ પાયાની સુવિધાઓ મળતી હોય છે અને અધ્યતન સહુલતો પણ પૂરી પાડવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે એ જ વિપરીત સ્થિતિ, રાજકોટ ખાતે જોવા મળે છે કારણ કે રાજકોટ પાસે ઉચ્ચ સ્તરિય એસ્ટ્રો ટફ નું ગ્રાઉન્ડ તો છે પરંતુ જે સુવિધા ખેલાડીઓને મળવી જોઈએ તે મળતી નથી બીજી તરફ જે યોગ્ય ગ્રાન્ટ હોકી માટે પણ સરકારે આપવાની હોય તે ન મળતા ઘણી અગવડતા નો સામનો રાજકોટની ટીમે કરવો પડે છે છતાં પણ આટલી ધુરંદર ટીમને હરાવી તે કોઈ નાની સુની વાત નથી.
હાલ દેવગઢ બારીયા ખાતે ચાલી રહેલા ખેલ મહાકુંભ ઓફિસ સ્પર્ધામાં રાજકોટની ટીમને રહેવા જમવા ની વ્યવસ્થા માં ઘણી ક્ષતિ જોવા મળી હતી. આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. ત્યારે ભવિષ્યમાં આ પ્રકારની મોટી ટુર્નામેન્ટ યોજાઈ તેમાં યોગ્ય સુવિધાઓ મળી રહે તે જરૂરી છે અન્યથા જે ટીમનું મોરલ હોય તેમાં ઘણાખરા અંશે ઘટાડો જોવા મળશે. વધુમાં કોચ મહેશભાઈ જણાવ્યું હતું કે રાજકોટમાં અને સમગ્ર ગુજરાતમાં હોકી પ્રત્યે જાગૃતતા આવે તેની તાતી જરૂરીયાત છે કારણ કે અન્ય પ્રાંતો અને રાજ્યોમાં સરકાર હોકીને ખૂબ સારી રીતે પ્રમોટ પણ કરે છે. બીજી સૌથી મોટી વાત તો એ છે કે નાના કેન્દ્રોને ઘણી ખરી રીતે આર્થિક લાભ પણ રાજ્ય સરકાર દ્વારા મળતો હોય છે પરંતુ જ્યારે રાજકોટની વાત કરવામાં આવે તો કોઈ નકર પરિણામ અને નકર સુવિધા હજુ સુધી જોવા મળી નથી અને પરિણામ સ્વરૂપે રાજકોટ હોકી ટીમને ઘણી ખરી યાતના પણ વેઠવી પડી છે.
દેવગઢ બારીયા ખાતે ચાલી રહેલી હોકી ટુર્નામેન્ટમાં જે રીતે રહેવાની તથા જમવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી જોઈએ અથવા તો જે સહુલત મળવી જોઈએ તે રાજકોટ ટીમને મળી નથી અને ઘણી વિકટ પરિસ્થિતિમાં હોવા છતાં રાજકોટની ટીમે સેમિફાઇનલમાં હરાવી પોતાનું સ્થાન ફાઇનલમાં સુનિશ્ચિત કરી લીધું છે.