ક્રિકેટના ક્રેઝ વચ્ચે રાષ્ટ્રીય રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા રાજકોટની મહિલા ખેલાડીઓ રોહતક જશે સુરક્ષા સેતુ કાર્યક્રમ અને કોર્પોરેશનના સહકારથી રાજકોટની વિદ્યાર્થીનીઓને મળી તક
હોકી આપણા દેશની રાષ્ટ્રીય રમત છે. આપણે ત્યાં ક્રિકેટના વધતા જતા ક્રેઝના લીધે હોકી પોતાનું આગવું સન મેળવી શકી ની. આવી સ્િિત હોવા છતાં પણ હોકી પ્લેયરોનો જુસ્સો હજુ ઓછો યો ની. રાજકોટ શહેરની જ વાત કરવામાં આવે તો રાજકોટની પાંચ મહિલા ખેલાડીઓની નેશનલ લેવલે હોકી ટીમમાં પસંદગી ઈ છે. તેમાં પણ નેશનલ હોકી પ્લેયર મહેશ્ર્વરી સગપરીયાને ગુજરાતમાં સૌપ્રમવાર એક કંપનીએ સ્પોન્સર કરી છે. આ કંપની હોકીના સાધનો બનાવતી નેશનલ કંપની છે.
મહેશ્ર્વરીને આગામી દિવસોમાં હોકી રમવા જવાનું હોવાી તે પોતાની બહેનનાં લગ્નમાં પણ હાજરી નહીં આપે જે હોકી પ્રત્યે તેને અસામાન્ય નિષ્ઠા હોવાનું સાબીત કરે છે. મહેશ્ર્વરી પોતાના શિક્ષણ કરતા પણ વધુ મહત્વ હોકીને આપે છે.
મહેશ્ર્વરી સગપરીયાએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, હોકી શાળાના દિવસોમાં મારી પ્રિય રમત હતી, ખેલાડીઓ ઓછા પ્રમાણમાં હોકી ગેમને પસંદ કરે છે. જેી મને વધુ શીખવાનો અને આગળ વધવાની તક મળશે એવું વિચારીને હું હોકી રમવા માટે પ્રેરાય હતી. બહેનો હોકીની રમતમાં ખુબ ઓછો રસ લે છે. ખેલાડીઓને સરકાર તરફી પુરતુ જમવાનું ની મળતું, સ્ટેટ લેવલે બહાર રમવા જવાનું ાય ત્યારે રહેવાની અપુરતી સુવિધા અને વાલીઓ તરફી પુરતો સહયોગ ન હોવાના કારણે પણ બહેનોને હોકી પ્રત્યે અણગમો ઉત્પન્ન ાય છે.
મને ઘર તરફથી પૂરો સહયોગ મળે છે હોકી રમવું એ મારો શોખ છે. જેના લીધે હું હોકી રમતમાં અડગ રહી છું હુ ભણતર કરતા હોકીને વધુ પ્રાધાન્ય આપું છું.
હાલનાં સમયમાં ક્રિકેટ અને ઈન્ડોર ગેમ્સમાં ખેલાડીઓને વધુ રસ પડે છે. જેનું કારણ ક્રિકેટનો ક્રેઝ અને શારીરીક શ્રમ ઓછો કરવો પડે એટલે ઈન્ડોર ગેમ્સનો ક્રેઝ છે જેથી હોકીમાં કોઈને રસ નથી ક્રિકેટની રમત લોકોને વધુ પ્રિય છે. કારણ કે હોકીની લીગ રમાતી નથી. સરકારે હોકી પ્રત્યે જાગૃતતા લાવવાની જ‚ર છે. કારણ કે હોકી આપણી રાષ્ટ્રીય રમત છે. ઘણી ફિલ્મો પણ રમત રમવા પ્રેરે છે. જેમકે ચક દે ઈન્ડિયા ફિલ્મ બાદ ઘણી બહેનોને હોકી રમવાની પ્રેરણા મળી હતી.
હોકીના કોચ મહેભાઈ દિવેચાએ જણાવ્યું હતુ કે આ વર્ષે ૧૧ બહેનો અને ૯ ભાઈઓ રાષ્ટ્રીય કક્ષાએ રાજકોટનું નામ રોશન કરી રહ્યા છે. રાજકોટમાં પહેલા કરતા હોકી રમતનું સ્તર સુધયુર્ંં છે. તમામ માધ્યમો ક્રિકેટની વધુ નોંધ લે છે ક્રિકેટની જેમ હોકીની નોંધ પણ લેવી જોઈએ દિવસને દિવસે હોકી અને ક્રિકેટ રમત બહેનોનું પ્રમાણ ઘટતુ જાય છે. જેનું કારણ સીકયોરીટી છે.ગ્રાઉન્ડ સીકયોરીટી, કોચ સીકયોરીટી જયા સુધી વાલીઓનો વિશ્ર્વાસ નહિ મેળવે ત્યાં સુધી વાલીઓ પોતાની દિકરીઓને રમતમાં સહયોગ નહિ આપે સરકારે ગર્લ્સ કોલેજોમાં સિકયુરીટી તેમજ અવેરનેશનાં કાર્યક્રમો યોજવા જોઈએ.
ગુજરાત રાજયનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કક્ષાનું હોકીનું ગ્રાઉન્ડ રાજકોટમાં જે ગર્વની વાત છે.
હોકી રમતમાં નેશનલ કક્ષાએ પસંદગી પામેલ શીશાંકીયા ખેવનાએ જણાવ્યું હતુ કે નેશનલ કક્ષાએ પહોચવા માટે મારા કોચ અને વાલીનો મને પૂરો સહયોગ મળ્યો હતો. હું બે વાર નેશનલ હોકી રમી ચૂકી છું અને હવે આગામી દિવસોમાં ત્રીજીવાર નેશનલ હોકી રમવા જઈશ હોકીમાં ક્રિકેટ કરતા વધુ સ્ટેમીનાની જ‚ર પડે છે.
ઋતુ ધિંગાણીએ જણાવ્યું હતુ કે હું ચાર વખત નેશનલ કક્ષાએ હોકી રમી ચૂકી છું અને હવે પાંચમી વખત નેશનલ કક્ષાએ હોકી રમવા જઈશ મને હોકી રમવા માટે પહેલા મમ્મી જ સપોર્ટ કરતા પરંતુ હવે આખો પરિવાર સપોર્ટ કરે છે. હું શાળાનાં ગ્રાઉન્ડમાં ખેલાડીઓને હોકી રમતા જોતી ત્યારથી હું હોકી રમવા પ્રેરાય છું.